Only Gujarat

Bollywood FEATURED

કિસિંગ સીનમાં દીપિકા-રણવીર એવા ખોવાયા કે કટ બોલ્યા બાદ પણ વળગીને કરતાં’તાં Kiss

મુંબઈઃ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની જોડી બોલિવૂડની સૌથી વધુ પસંદ કરાતી જોડીમાંથી એક છે. એટલે તો, તેમને ફેન્સ દીપવીરના નામથી બોલાવે છે. દીપિકા-રણવીરે 6 વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા બાદ 14-15 નવેમ્બર 2018માં લગ્ન કરી લીધા હતાં. કપલે થોડાં દિવસો પહેલાં જ પોતાના લગ્નની બીજી એનિવર્સરી ઉજવી હતી. બંને પહેલીવાર એક સાથે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગોલિયો કી રાસલીલા રામ-લીલા’માં જોવા મળ્યાં હતાં. તો અમે તમને તેમની પ્રેમ કહાની અને કિસિંગ સીનનો કિસ્સો જણાવીએ.

દીપિકા અને રણવીરની ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન કેમેસ્ટ્રી લોકોને ખૂબ જ પસંદ આવે છે. આ બંનેને પહેલીવાર એક સાથે મોટા પડદાં પર સંજય લીલા ભણસાલી લાવ્યાં હતાં. વર્ષ 2013માં ભણસાલીએ ફિલ્મ ‘ગોલિયો કી રાસલીલા રામ-લીલા’માં બંનેને લીડ એક્ટર તરીકે સાઇન કર્યાં હતાં.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ તે ફિલ્મ હતી, જ્યાંથી બંને વચ્ચેનો પ્રેમ પાંગર્યો હતો. આ ફિલ્મમાં દીપવીરે ઘણાં લવ મેકિંગ સીન પણ કર્યાં હતાં. કહેવામાં આવે છે કે, કેટલાક સીન્સ કરતી વખતે બંને એટલા એકબીજામાં ખોવાઈ જતાં હતાં કે, ડિરેક્ટરનાં કહેવાં છતાં તે રોકાતાં નહોતાં.

એક ક્રૂ મેમ્બર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ‘ફિલ્મ ગોલિયો કી રાસલીલા રામ-લીલાના ગીત અંગ લગા દે…ના શૂટિંગ વખતે બંને સ્ટાર્સ ભાન ભૂલી ગયાં હતાં. આ ગીતમાં કિસિંગ સીન ખૂબ જ પૈશિનેટ હતો.’ ક્રૂ મેમ્બર દ્વારા વધુ જણાવવામાં આવ્યું હતું કે, ‘બંને ત્યારે પણ કિસ કરતાં હતાં જ્યારે ડિરેક્ટરે કટ કહ્યું. કટ બોલ્યા પછી પણ બંને એકબીજા કિસ કરતાં હતાં. અહીંથી નક્કી થઈ ગયું હતું કે, બંને રિલેશનશિપમાં છે.’

દીપિકા અને રણવીરે એક સાથે 4 ફિલ્મોમાં કામ કર્યું છે. પહેલી ફિલ્મ વર્ષ 2013માં ‘ગોલિયો કી રાસલીલા રામ-લીલા’, બીજી ફિલ્મ ‘ફાઇન્ડિંગ ફેની’, ત્રીજી ફિલ્મ વર્ષ 2015માં આવેલી ‘બાજીરાવ-મસ્તાની’ અને ચોથી ફિલ્મ ‘પદ્માવત’ આ ઉપરાંત બંને લગ્ન પછી પહેલીવાર ફિલ્મ ‘83’માં પણ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, રણવીર અને દીપિકા પોતાની પહેલી એનિવર્સની પોતાના પરિવાર સાથે ઉજવવા માટે તિરુપતિ ગયાં હતાં. બંનેએ ખાનગી રીતે સેલિબ્રેટ કર્યું હતું, પણ બીજી એનિવર્સરી કોરોના મહામારીને લીધે ઘરે જ ઉજવી હતી.

You cannot copy content of this page