Only Gujarat

Bollywood FEATURED

ભાઈઓ તો બોલિવૂડ રંગમાં રંગાયા પરંતુ બહેનો છે લાઈમ-લાઈટથી એકદમ દૂર

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ હંમેશા લાઈમલાઈટમાં રહે છે. તેમના દરેક કાર્ય પર ફેન્સ અને મીડિયાની નજર રહે છે, પરંતુ સ્ટાર્સના પરિવારજનો મોટાભાગે કેમેરાથી દૂર જ રહે છે. રક્ષાબંધનનો તહેવાર છે, એવામાં આજે અમે તમારી સમક્ષ તમારા ફેવરિટ સ્ટાર્સની બહેન અંગે જણાવી રહ્યાં છીએ.

રણવીર સિંહ અને રીતિકા ભવનાનીઃ રણવીર સિંહ બોલિવૂડના ટોપના એક્ટર્સમાં સામેલ છે. તેણે ઘણા ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં ભવ્ય સફળતા મેળવી છે. રણવીરે પોતાના કરિયરનો પ્રારંભ ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’થી કરી હતી. રણવીર સિંહની બહેનનું નામ રીતિકા ભવનાની છે. રીતિકા રણવીર કરતા મોટી છે અને તેને ફિલ્મ્સ જોવાનો અને ગીતો સાંભળવાનો ઘણો શોખ છે.

અક્ષય કુમાર અને અલકા ભાટિયાઃ બોલિવૂડના ખિલાડી કુમાર એવા અક્ષય કુમારના ફેન્સને ભાગ્યે જ ખબર હશે કે એક્ટરની એક નાની બહેન પણ છે. અક્ષયની બહેનનું નામ અલકા ભાટિયા છે. અલકાએ બિઝનેસમેન સુરેન્દ્ર હીરાનંદાની સાથે લગ્ન કર્યા હતા.

શાહિદ કપૂર અને સના કપૂરઃ શાહિદ કપૂરની બહેન સના કપૂર ભાઈની ફિલ્મ ‘શાનદાર’માં જોવા મળી ચૂકી છે. સનાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, શાહિદ કપૂરની જેવી દેખરેખ કરતા, વહાલ કરતા ભાઈને મેળવી તે પોતાને ભાગ્યશાળી માને છે.

અર્જુન કપૂર અને અંશુલા કપૂરઃ અન્ય સેલેબ્સની બહેનોની જેમ અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂર પણ લાઈમલાઈટથી દૂર રહે છે. તે પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે. આ ઉપરાંત અર્જુનને બે સાવકી બહેનો જાહન્વી કપૂર અને ખુશી કપૂર છે. જાહન્વી બોલિવૂડમાં આગળ વધી રહી છે. જ્યારે ખુશી પણ આ ક્ષેત્રે આગળ વધી શકે છે.

અભિષેક બચ્ચન અને શ્વેતા નંદાઃ અભિષેક બચ્ચનની બહેન શ્વેતા નંદા લાઈમલાઈટથી દૂર રહે છે પરંતુ ઘણી મોટી ઈવેન્ટ્સમાં સામેલ થતી હોય છે. શ્વેતાના લગ્ન બિઝનેસમેન નિખિલ નંદા સાથે થયા છે. તેમની એક દીકરી નવ્યા અને દીકરો અગત્સ્ય પણ છે.

વિવેક ઓબેરૉય અને મેઘના ઓબેરૉયઃ ફિલ્મી પરિવારમાંથી આવતી મેઘના ઓબેરૉય એક્ટર વિવેક ઓબેરૉયની બહેન છે. જોકે મેઘના ફિલ્મી પરિવારનો ભાગ હોવા છતાં ઈન્ડસ્ટ્રીથી દૂર જ છે.

રણબીર કપૂર અને રિધિમા કપૂરઃ રિધિમા કપૂર એક્ટર રણબીર કપૂરની મોટી બહેન છે. રિધિમાના લગ્ન થઈ ચૂક્યા છે. તેના પતિ ભારત સાહની દિલ્હીના મોટા બિઝનેસમેન છે. ફિલ્મી પરિવારમાંથી આવતી રિધિમા ઈન્ડસ્ટ્રીથી દૂર જ રહી છે.

ટાઈગર શ્રૉફ અને કૃષ્ણા શ્રૉફઃ જેકી શ્રૉફની દીકરી અને ટાઈગર શ્રૉફની બહેન કૃષ્ણા શ્રૉફ પોતાની ગ્લેમરસ અને હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવાના કારણે ઘણીવાર ચર્ચામાં રહી છે. કૃષ્ણા પોતાની ફિટનેસ માટે ઘણી ગંભીર રહે છે. આ જ કારણે તે ભાઈ સાથે જીમમાં ઘણી મહેનત કરે છે.

શાહરૂખ ખાન અને શહનાઝ લાલારુખ ખાનઃ શાહરૂખ ખાનની બહેન શહનાઝ એક્ટરની સાથે મુંબઈમાં જ રહે છે. પરંતુ તે ભાગ્યે જ જાહેરમાં જોવા મળે છે. શહનાઝ શાહરૂખ કરતા 6 વર્ષ મોટી છે.

સલમાન ખાન અને અલવીરા-અર્પિતાઃ સલમાન ખાનની 2 બહેનો અલવીરા અને અર્પિતા છે. પરંતુ બંને લાઈમલાઈટથી દૂર રહે છે. બંને પોતાના ભાઈ સાથે ઘણીવાર જોવા મળે છે. બંનેના લગ્ન થઈ ચૂક્યા છે.

You cannot copy content of this page