Only Gujarat

FEATURED National

પરિણીત મહિલાના હતા આડા સંબંધો ને પડી ગઈ આખા ગામમાં ખબર, ભર્યું એવું પગલું કે પોલીસ પણ બચાવી ના શકી

ઝારખંડના પાકુર ગામમાં આડા સંબંધોના આરોપમાં ગ્રામીણોએ બે લોકોને બંધક બનાવી લીધા. મહેશપુર પોલીસ સ્ટેશનમાં આવતા પરિયારદાહા ગામમાં 26 વર્ષની પરિણીત આદિવાસી મહિલાને ગામના લોકોને પ્રેમી સાથે રંગે હાથ પકડી લીધી હતી. જે બાદ પંચાયતે તુગલકી ફરમાન સંભળાવતા તેમને વૃક્ષ સાથે બાંધી દીધા.

સાહેબગંજ, દુમકા, પાકુર અને અન્ય સંથાલ પરગણા જિલ્લામાં આવી ઘટનાઓ સતત બની રહી છે. જ્યાં ભીડ જ ન્યાય કરે છે. આ દરમિયાન લોકો કાયદો હાથમાં લેવાથી પણ નથી ડરતા.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે ગ્રામીણોએ ચાર વર્ષના બાળકની માતા ટેરેસા હસદાને તેના પ્રેમી મસલેઉદ્દીન અંસારી સાથે આપત્તિજનક સ્થિતિમાં પકડી લીધી. આરોપી પ્રેમી ત્રણ બાળકોનો પિતા છે અને પાડોશા બાલીદંગલ ગામમાં રહે છે. જે બાદ ગામના લોકોએ તેમને ઝાડ સાથે બાંધી દીધા. પ્રેમી યુગલ કોઈ પણ રીતે ભાગી ન જાય એટલે કેટલાક ગ્રામજનો વૃક્ષ પર ચડીને તેમના પર નજર રાખતા હતા. પ્રેમી યુગલને છોડાવવા માટે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી. જો કે ગામના લોકોના ભારે વિરોધને જોતા તે પણ કાંઈ ન કરી શકી.

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે પોલીસ પણ ઘટના સ્થળે છે પરંતુ ગામના લોકોની સામે મજબૂર છે. યુગલને કેદમાંથી આઝાદ કરાવવાના તેમના તમામ પ્રયાસો પર પાણી ફરી વળ્યું.

તો આ મામલે પાકુરના એસપી મણિલાલ મંડલે કહ્યું કે, કોઈને કાયદો હાથમાં લેવાની અનુમતિ નથી. અમે મામલાની તપાસ કરી રહ્યા છે. આ ખબર લખાવા સુધીમાં તો પ્રેમી યુગલ ગામના લોકોની કેદમાં જ હતું. જો કે સૂત્રોએ કહ્યું છે કે તેમને ગ્રામીણોની કેદમાંથી છોડાવવા માટે પોલીસે વધારાની ફોર્સ બોલાવવાની યોજના બનાવી છે.

You cannot copy content of this page