Only Gujarat

Bollywood FEATURED

પ્રેગ્નન્ટ કરીનાએ પતિ ને ખાસ મિત્રો સાથે આમ ઉજવી દિવાળી, ચહેરા પર હતી અલગ જ રોનક!

મુંબઈ: દિવાળીના તહેવારની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. એવામાં બોલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેલેબ્સ પણ ઉજવણીના મૂડમાં છે. અનેક સ્ટાર એવા છે જે માત્ર પરિવાર અને મિત્રો સાથે દિવાળીની ઉજવણી કરશે તો કેટલાક એવા પણ છે જે પોતાના શહેરથી દૂર હૉલિડે પર નિકળી ગયા છે. શુક્રવારે કરીના પણ દીકરા સાથે ધર્મશાલા જવા રવાના થઈ. કરીનાના પતિ સૈફ ડેલહાઉસીમાં શૂટિંગ ખતમ કર્યા બાદ ધર્મશાલા પહોંચ્યા. આખો પરિવાર અહીં દિવાળી મનાવી રહ્યો છે. કરીના પહેલીવાર ધર્મશાલા પહોંચી છે.
a href=”https://onlygujarat.in/wp-content/uploads/2020/11/kareena-malaika-deewali-1.jpg”>

ધર્મશાલાની શાંત વાદીઓમાં કરીના તૈમૂર સાથે આરામ કરશે. મલાઈકા અરોરા પણ ધર્મશાલા પહોંચી છે. તો, સૈફ અલી ખાન ડેલહાઉસીમાં ‘ભૂત પુલિસ’ નું શૂટિંગ પૂર્ણ કરી ચુક્યા છે. હવે તેનું જ શૂટિંગ ધર્મશાલામાં થવાનું છે. જેથી સૈફની સાથે કરીના અને તૈમૂર થોડા દિવસ અહીં રોકાઈ શકે છે.

આ પહેલા કરીનાએ જણાવ્યું હતું કે, તે આ વર્ષે મોટાભાગનો સમયે ઘરે જ રહી છે તો તેવામાં ધર્મશાલામાં સમય વિતાવવો સારો અનુભવ રહેશે. હાલ તો માયાનગરી મુંબઈના શોરગુલથી દૂર ધર્મશાલામાં દિવાળીને ખાસ બનાવવા માટે આ સિતારાઓ કોઈ કસર નથી છોડવા માંગતા.

જણાવી દઈએ કે સૈફ સાથે જૈકલીન ફર્નાંડિસ, અર્જુન કપૂર અને યામી ગૌતમ પણ ધર્મશાલામાં છે. જ્યાં તેઓ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. જેમની કરીના-તૈમૂર અને મલાઈકાએ જોઈન કર્યા છે. મલાઈકાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં દિવાળીની તસવીરો શેર કરી. જેની સાથે તેણે લખ્યું-હેપ્પી દિવાલી. તસવીરમાં મલાઈકા ગ્રીન ડ્રેસમાં નજર આવી રહી છે. જ્યારે સૈફ બ્લેક એન્ડ વ્હાઈટ કુર્તામાં. જેકલીન બ્લેક આઉટફિટમાં નજર આવી. તો મલાઈકાની કરીના સાથેની એક તસવીર પણ સામે આવી છે. જેને કરીનાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં શેર કરી છે.

તસવીરમાં કરીના વ્હાઈટ સૂટમાં નજર આવી રહી છે. સાથે તેણે મરૂન દુપટ્ટો લીધો છે. આ સાથે તેણે એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે પતિ સૈફ અને દીકર તૈમૂર સાથે જોવા મળી રહી છે.

You cannot copy content of this page