Only Gujarat

Religion

કોને ફળશે વર્ષનો છેલ્લો દિવસ? તો કોને રહેવું પડશે સાવધાન! વાંચો રાશિફળ

રાશિફળ: 15-11 -2020: કોને ફળશે વર્ષનો છેલ્લો દિવસ? તો કોને રહેવું પડશે સાવધાન! વાંચો રાશિફળ…

મિત્રો, આજે વિક્રમ સંવત પ્રમાણે વર્ષનો છેલ્લો દિવસ છે અને આપનું આવનારું વર્ષ સારું રહે એના માટે આજના દિવસે આપના ઇષ્ટદેવ નું પૂજન અર્ચન કરવું સાથે જ સૂર્ય દેવનું પૂજન કરવું  અને યથા શક્તિ પ્રમાણે દાન આપવું હિતાવહ મનાય છે.

મેષઃ અધૂરા કાર્ય સફળ થતા જણાય સાથે જ સમજી વિચારીને નિર્ણય લેવો, કૌટુંબિક આનંદ અને ઉત્સાહ જળવાઈ રહેશે, સામાજિક સમરસતા જળવાઈ રહે, દાન – પુણ્ય કરવાનો લ્હાવો મળે, આધ્યાત્મિક ક્ષેત્રે દિવસ પસાર થાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં મહેનતનું પૂરું ફળ જોવા મળે તથા કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા બની રહેશે.
  • પરિવાર: પારિવારિક મધુરતા જળવાઈ રહેશે અને માંગલિક કાર્ય આગળ વધે.
  • નાણાકીય: નવી યોજના પર કાર્ય આગળ વધે, આર્થિકરીતે ઉતાર ચઢાવ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: વિધ્યાભ્યાસુઓ ને પરીક્ષામાં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્યમાં સાનુકૂળતા જળવાઈ રહે.
  • આજનો મંત્ર: ॐ शरण्याय नमः

વૃષભઃ કુશળતાથી દુર કરશો તેમજ મધ્યાહન બાદ કોઈ નવી તકનું નિર્માણ સંભવ બને પરંતુ અગત્યના કામમાં અવરોધ જણાય, વિચારોને સકારાત્મક રાખવા, યાત્રા-પ્રવાસ ટાળવા હિતાવહ સાથે જ દિવસ ધીરજાતાથી પસાર કરવો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં મહેનતનું પૂરું ફળ જોવા મળે તથા કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા બની રહેશે.
  • પરિવાર: પારિવારિક સમરસતા જળવાઈ રહેશે તેમજ જૂના વિવાદ સમાપ્ત થતા જણાય.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, સ્થાવર મિલકત અંગેની સામાન્ય ચિંતા જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: જાતકોએ અભ્યાસક્ષેત્રે સાચવવું.
  • સ્વાસ્થ્ય: આરોગ્યમાં સાનુકૂળતા જળવાઈ રહે.
  • આજનો મંત્ર: ॐ असमानबलाय नमः

 

મિથુનઃ ધીરજના ફળ મીઠા એ ધ્યાનમાં રાખીને આગળ વધવું સાથે જ પોતાના મનની વાત મૂકવામાં વિલંબ કરવો નહી, પારિવારિક સમય ઉલ્લાસમય રીતે પસાર થાય, માંગલિક કાર્યો આગળ વધે, આવકનાં સ્રોતમાં વધારો જોવા મળે.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં મહેનતનું પૂરું ફળ જોવા મળે તથા કાર્યક્ષેત્રમાં સાનુકૂળતા બની રહેશે.
  • પરિવાર:  પારિવારિક સમય ઉત્તમ જણાય તેમજ પારિવારિક યાત્રાનું આયોજન સંભવ બને.
  • નાણાકીય: આર્થિક પ્રશ્નો દૂર થતા જણાય સાથે મૂડી રોકાણ સાવધાનીથી કરવું હિતાવહ.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસ ક્ષેત્રે પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: તબિયત બાબતે સામાન્ય ચિંતા અનુભવાય.
  • આજનો મંત્ર: आर्तरक्षकाय नमः

કર્કઃ અંગત પ્રશ્નોથી ચિંતિત રહેશો, આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થાય, સમજી વિચારીને નિર્ણય લેવો, નવી યોજના પર કાર્ય આગળ વધે, કુટુંબમાં સામાન્ય અશાંતિ જણાય, આત્મવિશ્વાસ વધે એવો પ્રસંગ જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં આશાઓ ફળતી જણાય અને વિરોધીથી સાવધ રહેવું.
  • પરિવાર: સામાજિક પ્રશ્નોને આપની કુશળતાથી દુર કરશો, વડીલથી મળેલ મદદ ફાયદાકારક પુરવાર થાય.
  • નાણાકીય: આવકનું પ્રમાણ વધતું જણાય તેમજ નાણાકીય જવાબદારીઓ વધતી જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રે નરમ-ગરમ જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગેની બેકારદારી બીમારીને નોતરી શકે છે.
  • આજનો મંત્ર: ॐ आदित्याय नमः

સિંહઃ ધાર્યા પ્રમાણે ફળ ન મળે તો નિરાસ ના થવું, મૂડીરોકાણમાં લાભ જણાય તેમજ આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય, રોકાયેલા કાર્ય નવી રીતથી પૂરા થતા જણાય, યોગ્ય આયોજન અને વ્યવસ્થાથી આપ સફળતાનો સ્વાદ ચાખી શકશો.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રની મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ જણાય અને પોતાનો હક માંગવામાં સંકોચ ના કરવો.
  • પરિવાર: કૌટુંબિક તણાવનો અંત જણાય અને પારિવારિક મદદથી કાર્ય આગળ વધે.
  • નાણાકીય: આર્થિકક્ષેત્રે સાનુકુળ તક મળે અને જમીન-મકાન અંગેનાં પ્રશ્નોનું નિરાકરણ સંભવ.
  • વિદ્યાર્થી વર્ગ: વિધાર્થીઓને લક્ષાંક મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે સાનુકૂળતા જળવાઈ રહેશે.
  • આજનો મંત્ર: ॐ अनन्ताय नमः

કન્યાઃ અણધાર્યા ખર્ચ આપના પર આર્થિક દબાણ સર્જે તેમજ નાણાં વ્યવહારમાં ધ્યાન રાખવું, સાંજના સમયે કામમાં સાનુકુળતા જણાય, જોયતું પરિણામ મેળવવા વધારે મહેનત કરવી પડે, મકાન-મિલકત અંગેના પ્રશ્નોનું નિરાકણ જણાય.

  • કાર્યક્ષેત્ર: ભાગીદારીનાં કાર્યોમાં સાવધાની રાખવી તેમજ કાર્યક્ષેત્રમાં અણબનાવ ટાળવો.
  • પરિવાર: પારિવારિક સમસ્યાનો ઉકેલ આવતો જણાય, પારિવારિક સુખ સારું.
  • નાણાકીય: આર્થિક પરિસ્થિતિમાં બદલાવ અનુભવાય, જમીનમાં રોકાણ લાભદાયી રહેશે.
  • વિદ્યાર્થી વર્ગ: એકાગ્રચિત્તે અભ્યાસ કરવો હિતાવહ.
  • સ્વાસ્થ્ય: એકંદરે આરોગ્ય સારું જણાય.
  • આજનો મંત્ર: ॐ इन्द्राय नमः

તુલાઃ વારસાગત સંપત્તિનાં પ્રશ્નો હલ થાય, દાંપત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે, પ્રવાસ–પર્યટન ટાળવા, કેટલીક અનિવાર્ય પરિસ્થિતિ આપને બેચેન કરી શકે છે, પારિવારિક સુખ જળવાઈ રહેશે, યજ્ઞ-યાગાદિનું આયોજન સંભવ.

  • કાર્યક્ષેત્ર: કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ ન રાખવો તેમજ પ્રગતિકારક તકનું નિર્માણ સંભવ.
  • પરિવાર: સામાજિક વ્યવહારિક કામગીરી ક્ષેત્રે સાનુકૂળતા જણાય, કૌટુંબિક જરૂરિયાતોની અવગણના ન કરવી.
  • નાણાકીય: આકસ્મિક ધન-લાભ સંભવ, રોકાણ કરતા પહેલાં અનુભવીની સલાહ અવશ્ય લેવી.
  • વિદ્યાર્થી વર્ગ: અભ્યાસક્ષેત્રમાં મનોવાંછિત પરિણામ જણાય
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ भानवे नमः

વૃશ્રિકઃ  મનમાં ઘડેલી યોજનાઓ ને અમલમાં મૂકી શકાશે, આપના કોઈ પરિણામમાં ખટાસ ચાખવા મળી શકે, નાના-મોટા પ્રવાસનું આયોજન સંભવ, વધારાની આવક ઊભી કરવામાં સફળતા મળે, સામાજિક જવાબદારીમાં વધારો જણાય.

  • કાર્યક્ષેત્ર: કાર્યસ્થળમાં સહ કર્મચારીઓ તરફનો સહકાર આપનું મનોબળ વધારશે, કળથી કામ લેવુ.
  • પરિવાર: પરિવારમાં આનંદનું વાતાવરણ સર્જાય, ગેરસમજ મનદુઃખ ટાળવા.
  • નાણાકીય: જાવકનું પ્રમાણ વધારે જણાય, મૂડીરોકાણમાં લાભ જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: ઉચ્ચ અભ્યાસ માં સફળતા જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ वन्दनीयाय नमः

ધનઃ ઉતાવળિયો નિર્ણય નુકશાન કરાવી શકે છે, પડતર પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ જોવા મળે, આર્થિક ગુંચવણનું નિરાકરણ જણાય, મધ્યાહન બાદ અપૂરતા કાર્ય પૂર્ણ થતા જણાય, ભાવનાત્મક થઇ ને કોઈ નિર્ણય ના લેવો હિતાવહ.

  • કાર્યક્ષેત્ર: કાર્ય ઉપર વધારે ફોકસ રાખવું હિતકારી રહેશે, સહયોગી સાથેના અણબનાવથી દૂર રહેવુ.
  • પરિવાર: કૌટુંબિક કામકાજમાં સફળતા મળે, પારિવારિક સુખ સારું.
  • નાણાકીય: વ્યવહારિક પ્રશ્નોનું નિરાકરણ સંભવ, આવકના સ્ત્રોત વધે.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં નવી તક જણાય.
  • સ્વાસ્થ્ય: એકંદરે આરોગ્ય સારું જણાય.
  • આજનો મંત્ર:  ॐ सुवर्चसे नमः

મકરઃ પારિવારિક સમસ્યાનો ઉકેલ આવતો જણાય, કાર્યક્ષેત્રમાં પોતાનો હક માંગવામાં સંકોચ કરવો નહીં, નવસર્જનના વિચારો આવે, વિદેશ કાર્ય પ્રગતિમાં જણાય, જૂના રોકાણથી લાભ જણાય, સત્કાર્યમાં દિવસ પસાર થતો જણાય.

  • કાર્યક્ષેત્ર: નવા કાર્યોનો શુભારંભ સંભવ બને, વિચારોને પોઝેટીવ રાખવા.
  • પરિવાર: પ્રિય વ્યક્તિથી મળવાનું આયોજન સંભવ, તમારા ગુસ્સા પર કાબુ રાખવો હિતાવહ.
  • નાણાકીય: આવકનાં નવા સ્રોતોનું નિર્માણ સંભવ, આર્થિક નવી તક જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: આરોગ્ય અંગે સાનુકુળતા જણાય.
  • આજનો મંત્ર: ॐ निर्जराय नमः

કુંભઃ તમારા કરેલા પ્રયત્નોનું ફળ મળતુ જણાય, નવા આયોજન કરવા માટે એકંદરે સારો દિવસ, આવકના નવા માર્ગ ખુલતા જણાય નકારાત્મક લાગણીઓને વૈચારિક ધારામાં લાવવી હિતાવહ નથી, નાણાકીય વ્યવહાર સાચવીને કરવો.

  • કાર્યક્ષેત્ર: પદ-પ્રતિષ્ઠા માં વધારો જણાય, ગૂંચવાયેલી બાબતો નો નિકાલ જણાય.
  • પરિવાર: કૌટુંબિક વાતાવરણ મિશ્ર જણાય, મિત્ર-સ્નેહીથી મેળાપ સંભવ.
  • નાણાકીય: સમય-નાણાનો વ્યય કરવો હિતાવહ નથી, આર્થિક આયોજનો ફળતાં જણાય.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં ઈચ્છીત પરિણામ જણાય.
  • સ્વાસ્થ્ય: ઋતુગત બીમારીથી સાચવવું.
  • આજનો મંત્ર: ॐ जयाय नमः

મીનઃ આર્થિક જાવકનું પ્રમાણ વધે નહિ તેની તકેદારી રાખવી તેમજ આવકના નવા માર્ગ ખુલતા જણાય, મનમાં ધારેલું કામ પાર પડતું જણાય તથા આર્થિક તકલીફમાંથી બહાર આવવાનો માર્ગ જણાય, દિવસભર સામાન્ય થાકની અનુભૂતિ સંભવ.

  • કાર્યક્ષેત્ર: વ્યવહારમાં નમ્રતા રાખવી, પોતાની વાત રજુ કરવામાં અચકાવુ નહીં.
  • પરિવાર: સામાજિક ક્ષેત્રે યશ-માનમાં વૃદ્ધિ જણાય, સામાજિક કાર્યથી પ્રવાસનું આયોજન સંભવ.
  • નાણાકીય: જૂના રોકાણથી ફાયદો જણાય, નેગેટીવ વિચારોથી દુર રહેવું હિતાવહ છે.
  • વિદ્યાર્થી વર્ગ: વિદ્યાભ્યાસમાં પ્રગતિ જણાય.
  • સ્વાસ્થ્ય: વિદ્યાભ્યાસમાં પ્રગતિ જણાય.
  • આજનો મંત્ર:    रुग्घन्त्रे नमः
You cannot copy content of this page