Only Gujarat

FEATURED Religion

13મેએ શુક્ર થયો વક્રી, જ્યોતિષ પ્રમાણે, તમારી રાશિ પર થશે કેવી અસર? ધન લાભ યોગ છે કે નહીં?

અમદાવાદઃ જ્યોતિષ શાસ્ત્રમાં શુક્ર ગ્રહને પ્રેમ, કલા, સૌંદર્ય, ઐશ્વર્યનો કારક માનવામાં આવે છે. શુક્ર ગ્રહ 13 મેએ વૃષભ રાશિમાં વક્રી થયો છે. શુક્ર આ રાશિમાં 25 જૂન સુધી રહેશે. શુક્ર વક્રી થતાં તેની દરેક રાશિઓ પર સકારાત્મક અને નકારાત્મક અસર થશે. જાણો તમારી રાશિ પર કેવી અસર થશે.

મેષઃ શુક્ર બીજા ભાવમાં વક્રી થવાથી તમારા ધનની બચત થશે. તમારી વાણીમાં મધુરતા આવશે. ઘરનું વાતાવરણ પણ શાંતિપૂર્ણ રહેશે.

વૃષભઃ શુક્ર તમારી રાશિમાં વક્રી થયો છે. વૃષભ શુક્રની સ્વરાશિ છે. આ દરમિયાન તમને સારા પરિણામો મળવાની સંભાવના છે. તમને અનેક ક્ષેત્રમાં લાભ થશે અને પરિવારનો સહયોગ પણ મળશે.


મિથુનઃ શુક્રનું દ્રાદશ ભાવમાં હોવું તમારા માટે શુભ થઈ શકે છે. આ દરમિયાન તમારા ભૌતિક સુખમાં વૃદ્ધિ થશે. આ વક્રી પારિવારિક જીવન માટે ખૂબ જ શુભ છે.


કર્કઃ શુક્રનું વક્રી થવું તમારા માટે અનુકૂળ રહેશે. વેપારમાં સારા સમાચાર મળી શકે છે. જોકે, આ દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. ખાસ તો ઘરની બહાર જાવ ત્યારે.

સિંહઃ આ દરમિયાન તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે. તે માટે રૂપિયા સંભાળીને વાપરવાં, નહીં તો તમારું આર્થિક બજેટ બગડી શકે છે. આર્થિક બાબતોમાં સાવધારી રાખવી તમારા માટે જરૂરી છે.

કન્યાઃ શુક્રનું તમારા નવમાં ભાવમાં હોવું શુભ છે. આ દરમિયાન તમારા ભાગ્યમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. ગુરુજનોનું સન્નામન પ્રાપ્ત થશે.

તુલાઃ શુક્ર વક્રીના પ્રભાવથી તમારે ઊતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન તમારે ધન અર્જિત કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે અને કાર્યક્ષેત્રમાં અડચણ આવી શકે છે.

વૃશ્વિકઃ તમારા દામ્પત્ય જીવનમાં વક્રી શુક્ર સારા સમાચાર લઈને આવશે. જીવનસાથી સાથે મધુર સંબંધ રહેશે. સરકાર દ્વારા તમને લાભ થશે. રોકાણ કરવાથી દૂર રહેવું. આ સમય રોકાણ માટે યોગ્ય નથી.

ધનઃ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. શત્રુ તમારા પર હાવી રહેશે. તેમની ચાલથી બચવું. કાર્યક્ષેત્ર માટે તે પડકારજનક સમય રહેશે.

મકરઃ શુક્રના પાંચમા ભાવમાં તમારું પ્રેમ જીવન તાજગીભર્યું રહેશે. આ દરમિયાન તમારી ભાવનાઓ પર કાબૂ રાખવો. આ દરમિયાન તમને સંતાન તરફથી લાભ થશે.

કુંભઃ આ દરમિયાન તમારા ઘરે ખુશીઓ આવી શકે છે. ઘરમાં પરિજનોમાં એકતા અને ભાઈચારો, પ્રેમ વધી શકે છે. માતાનું સ્વાસ્થ્ય સારું રહેશે.

મીનઃ આ દરમિયાન તમારે તમારું આત્મબળ મજબૂત કરવાની જરૂર છે. મનમાં કોઈ રીતે નકારાત્મક વિચાર લાવવા નહીં. નાના ભાઈ બહેનો સાથે કોઈ રીતે વિવાદ થઈ શકે છે.

You cannot copy content of this page