બીમાર પતિ માટે આ એક્ટ્રેસે પોતાની કરિયર મૂકી હતી દાવ પર, હવે છે ત્રણ બાળકોની માતા

મુંબઈઃ 90નાં દશકમાં ગોવિંદાની હિરોઈન રહી ચૂકેલી એક્ટ્રસ રિતુ શિવપુરી 46 વર્ષની થઈ ગઈ છે. 22 જાન્યુઆરી, 1975માં મુંબઈમાં જન્મેલી રિતુ શિવપુરીએ 28 વર્ષ પહેલાં 1993માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘આંખે’થી કરિયરની શરૂઆત કરી હતી. જોકે, આ ફિલ્મને છોડી દેવામાં આવે તો રિતુની બીજી કોઈ ફિલ્મ ખાસ કમાલ કરી શકી નહોતી. ઘણાં વર્ષો સુધી ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવ્યા પછી જ્યારે રિતુને સફળતા ના મળી તો વર્ષ 2006માં તેમને બોલિવૂડ છોડી પોતાના લગ્નજીવન પર ફોકસ કરવાનું શરૂ કરી દીધું હતું. ત્યાં સુધી કે બીમાર પતિ માટે રિતુએ પોતાના કરિયરને પણ દાવ પર લગાવી દીધું હતું.

હિન્દી સાથે કન્નડ સિનેમામાં કામ કરી ચૂકેલી ચુકીં રિતુ શિવપુરી ફેમશ એક્ટર ઓમ અને સુધા શિવપુરીની દીકરી છે. રિતુ શિવપુરીએ હરિ વેન્કટ સાથે લગ્ન કર્યાં છે અને તેમને ત્રણ બાળકો છો. દીકરાનું નામ રોહિલ, જ્યારે દીકરીઓનું નામ સમારા અને રાયા છે.

રિતુ શિવપુરી એક ઇન્ટવ્યૂમાં કહ્યું હતું કે, ‘2006માં મેં એક ટીવી શૉમાં કામ કર્યું, જેના માટે મારે 18થી 20 કલાક શૂટિંગ કરવું પડતું હતું. જ્યારે હું શૂટિંગથી પાછી આવતી, ત્યારે હસબન્ડ સૂઈ ગયા હતાં. ત્યારે મને અહેસાસ થયો કે મેં પોતાના પરિવાર સાથે સારું કર્યું નથી અને મેં પછી એક્ટિંગ છોડી દીધી હતી.’

‘જોકે, પછી મેં તેમને ઇન્ડસ્ટ્રીમાં પાછા આવવાનો પ્રયત્ન કર્યો પણ પતિની બીમારીને લીધે પોતાનો ઈરાદો બદલી નાખ્યો.’ ખરેખર રિતુના પતિ હરિ વેન્કટને પીઠમાં ટ્યૂમર થઈ ગયું હતું. જેને લીધે તેમણે પોતાના કરિયરને વધારે મહત્ત્વ આપ્યું નહીં અને પતિને મહત્ત્વ આપવાનું યોગ્ય સમજ્યું હતું.

વર્ષ 2014માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન રિતુએ જણાવ્યું હતું કે, ‘કામ અને શૂટિંગને લીધે ઘણીવાર હું મારા પતિ અને પરિવારને સમય આપી શકતી નહોતી. મને લાગતું હતું કે, ક્યાંક કરિયરના ચક્કરમાં હું પોતાના પરિવારને ગુમાવી ના દવ. જોકે મારા પતિ ઘણાં સીધા વ્યક્તિ છે અને તેમણે ક્યારેય પણ આ વાત અંગે ફરિયાદ કરી નથી પણ, જ્યારે મને એવું લાગ્યું ત્યારે પરિવારને સમય આપવાનો નિર્ણય કર્યો.’

ફિલ્મોમાંથી બ્રેક લીધા પછી રિતુએ જ્વેલરી ડિઝાઈનર તરીકે કામ શરૂ કર્યું હતું. જોકે, પછી જ્યારે રિતુના બાળકો મોટા થઈ ગયા તો તેમણે 2016માં અનિલ કપૂરના શૉ ‘24’થી વાપસી કરી હતી. જેમાં તેમણે ડૉક્ટર સની મહેતાનો રોલ પ્લે કર્યો હતો. રિતુએ કહ્યું હતું કે, ‘હવે મારા બાળકો સમજદાર થઈ ગયા છે. તો મને સમય મળે છે. એટલે એક્ટિંગની દુનિયામાં પાછી આવી છું.’

રિતુએ કહ્યું હતું કે, ‘ફિલ્મ ઇન્ડસ્ટ્રી મારા માટે ઘરની જેમ છે. કેમ કે મારા પિતા ઓમ શિવપુરી અને મા સુધા પહેલાંથી જ ફિલ્મોમાં કામ કરતાં હતાં, પણ ફિલ્મમાં મારું આવવું એક સંયોગ હતો. હું મોડેલિંગ કરી રહી હતી. ત્યારે પહેલાઝ નિહલાની અંકલે મને જોઈ અને ‘આંખે’ ફિલ્મ ઓફર કરી દીધી હતી. તે સમયે મારી ઉંમર 17 વર્ષની હતી.’

રિતુએ કહ્યું હતું કે, ‘હું જ્યારે 15 વર્ષની હતી ત્યારે પિતાએ મને પહેલીવાર દારૂ ઓફર કર્યો હતો. સાથે જ તેવું કહ્યું હતું કે, મારા બાર પાસે જઈ દારૂ ના ઉઠાવતી. જે કરવું હોય મારી સામે કરજે. મારો વિશ્વાસ ના તોડતી.’

વર્ષ 2017માં રિતુ શિવપુરી ટીવી શૉ ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂં’ની ત્રીજી ફિલ્મમાં જોવા મળી હતી. આ સિરિયલમાં રિતુએ ઇન્દ્રાણી નારાયણ વશિષ્ટનો રોલ પ્લે કર્યો હતો. જે એક નેગેટિવ રોલ હતો. આ પછી રિતુ 2019માં જોવા મળી અને તેમણે ‘વિષ’ જેવા ટીવી શૉમાં કામ કર્યું હતું.

ફિલ્મોની વાત કરીએ તો રિતુ શિવપુરીએ ફિલ્મ ‘આંખે’ ઉપરાંત ‘હમ સબ ચોર હૈ’, ‘રૉક ડાન્સર’, ‘આર યા પાર’, ‘ભાઈ ભાઈ’, ‘કાલા સામ્રાજ્ય’, ‘હદ કર દી આપને’, ‘લજ્જા’, ‘શક્તિ ધી પાવર’ અને ‘એક જિંદગી એક જાન’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે.

You cannot copy content of this page