Only Gujarat

FEATURED National

‘મારા કહેવા પર રાહુલ 5 મીનિટ માટે ગયો હતો પણ બધા એ મળીને તેના કર્યા આવા હાલ’

દિલ્હીના આદર્શ નગરમાં રાહુલ રાજપૂતની હત્યા કરનાર એકમાત્ર સાક્ષી, મૃતકની મિત્રએ કહ્યું કે રાહુલને ન્યાય મળવો જોઈએ. અમે સીબીઆઈ તપાસની માંગ કરીએ છીએ. મૃતકની મિત્રએ ખાનગી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુકે, 7 દિવસ પહેલાની વાત છે. અમે બંને આખો દિવસ સાથે હતા. રાહુલની તબિયત સારી ન હતી. સાંજે 6 વાગ્યે મારા મામાના છોકરાનો ફોન આવે છે મારા નંબર ઉપર, તે કહે છેકે, રાહુલનો ફોન નંબર લાગી રહ્યો નથી. તો મે તેને જણાવ્યુકે, રાહુલની મમ્મીએ તેનો ફોન વેચી નાંખ્યો છે.

મિત્રએ જણાવ્યુકે, તેણે કહ્યું કે બીજો નંબર છે તો મને આપો, પછી મેં તેને કાકીનો નંબર આપ્યો. તેણે કાકીનાં નંબર પર કોલ કર્યો. પછી વાત કરે છે અને અમને મળવા બોલાવે છે. મહિલા મિત્રએ કહ્યું કે ફોન કાપ્યા બાદ રાહુલ મને પૂછે છે કે મારે જવું જોઈએ કે નહીં. મેં તેને 5 મિનિટ માટે જવાનું કહ્યું. ક્યાંક વાત કરી લેશે. હું બહાર નીકળીને મામાનાં છોકરાને ફોન કરું છું કે રાહુલ 5 મિનિટ માટે મળશે. તેઓ મળવા બોલાવે છે અને ત્યારબાદ રાહુલની હત્યા કરે છે.

જ્યારે ખાનગી મીડિયાએ એક મહિલા મિત્રને પૂછ્યું કે શું તે લોકોએ તારી સામે રાહુલની હત્યા કરી છે, ત્યારે છોકરીએ કહ્યું કે જો મારી સામે મારી નાખ્યો હોત તો હું તેને બચાવી લેતી. તેઓ કોઈની વાત સાંભળતા નથી. તેણે કહ્યું કે, મને કોઈ હુસેનનું પ્લાનિંગ લાગે છે, કારણ કે લડાઈમાં તે કહે છે કે,હું એજ ફિરાકમાં હતોકે, તુ ક્યારે મળીશ અને તેને ખૂબ જ મારે છે.

યુવતીએ જણાવ્યું હતું કે, મારપીટમાં મારો સગો ભાઈ, મારા મામાનો છોકરો શાહનાવાઝ અને બીજા મામાના છોકરાઓ સહિત 7-8 છોકરાઓ આ હુમલામાં સામેલ હતા. એમાંના 2-3 છોકરાઓનાં નામ પણ મને ખબર નથી. આ કેસમાં 5 લોકો પકડાયા છે અને 3 લોકો પકડાયા નથી. પોલીસ શું કરી રહી છે તે ખબર નથી

પોલીસે બચાવવાનો પ્રયાસ કર્યો હતો? તેના જવાબમાં યુવતી જણાવે છે જ્યાં આ મારપીટ થઈ રહી હતી તેના થોડા જ અંતરે પોલિસ સ્ટેશન છે હું ત્યા દોડીને ગઈ હતી અને તેમને જણાવ્યુ હતુકે, અહીં મારપીટ થઈ રહી છે તો તેમણે જણાવ્યુ હતુકે, તું ત્યાં જા, બસ એવું જ કહેતા રહ્યા હતા. યુવતીએ કહ્યુ કે, આ ઘટનાને હાથરસ સાથે જોડીને ન જોવી જોઈએ. હું સીબીઆઈ તપાસ ઈચ્છુ છું. રાહુલને ન્યાય મળવો જોઈએ.

સાંપ્રદાયિક આધાર આપવાનો ખોટો પ્રયાસ: પોલીસ
આ સમગ્ર એપિસોડ અંગે દિલ્હી પોલીસ દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. પોલીસનું કહેવું છે કે પ્રિન્ટ મીડિયાના કેટલાક વિભાગોએ આ ઘટનાને કોમી આધાર આપવાનો પ્રયાસ કર્યો છે, જે હકીકતમાં ખોટી છે. સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ બંને પરિવાર વચ્ચે વિવાદનો વિષય છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 7 ઓક્ટોબરના રોજ રાતના બાર વાગ્યાની આસપાસ રાહુલ નામના છોકરાને બેભાન અવસ્થામાં બીજેઆરએમ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. પૂછપરછ કરતાં તે બહાર આવ્યું હતું કે તેની હત્યા એક યુવતીના સંબંધીઓ દ્વારા કરવામાં આવી હતી, જે તેની નજીકની મિત્ર હતી.

ઘાયલ યુવાનનું બાદમાં ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું. તુરંત જ કલમ 302/34 આઈપીસી હેઠળ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ કેસના તમામ આરોપીઓ (2 પુખ્ત વયના અને 3 સગીર) તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી. દરેકને અફવાઓ કે ખોટી માહિતી ફેલાવવાનું બંધ કરવા વિનંતી છે.

You cannot copy content of this page