Only Gujarat

FEATURED International

આ છે દુનિયાની શાપિત હોટલ, 105 રૂમ છતાંય આજ સુધી એક વ્યક્તિ નથી રોકાયો!

આમ તો ઉત્તર કોરિયા તેના વિચિત્ર કાયદા અને મિસાઇલોના પરીક્ષણને કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પરંતુ તેની સાથે જ, અહીં ઘણી વસ્તુઓ છે જે લોકોને આશ્ચર્યચકિત કરે છે. આમાંનું એક પિરામિડ આકારની અને પોઈન્ટવાળી ગગનચુંબી ઇમારત છે, જે એક હોટલ છે. આ હોટલનું ઓફિશિયલ નામ રયુગ્યોંગ છે, પરંતુ તે યુ-ક્યૂંગ તરીકે પણ ઓળખાય છે.

ઉત્તર કોરિયાની રાજધાની પ્યોંગયાંગમાં 330 મીટર ઉંચી આ હોટેલમાં કુલ 105 રૂમ છે. પરંતુ આજદિન સુધી કોઈ પણ વ્યક્તિ અહીં રોકાયો નથી. બહારથી ખૂબ જ વૈભવી છે, પરંતુ વિરાન દેખાતી આ હોટલને ‘શાપિત હોટલ’ અથવા ‘ભૂતિયા હોટલ’ના નામથી ઓળખાય છે. આ હોટલના ‘105 બિલ્ડિંગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. થોડા વર્ષો પહેલા અમેરિકન મેગેઝિન ઈસ્ક્વાઈયર આ હોટલને ‘માનવ ઇતિહાસની સૌથી ખરાબ ઇમારત’ કરાર ગણાવી હતી.

આ હોટલના નિર્માણમાં ઘણાં પૈસા ખર્ચવામાં આવ્યા છે. જાપાની મીડિયા અનુસાર, ઉત્તર કોરિયાએ તેના બાંધકામમાં કુલ 750 મિલિયન ડોલર એટલે કે લગભગ 55 અબજ રૂપિયા ખર્ચ કર્યા છે. તે સમયે આ રકમ ઉત્તર કોરિયાના જીડીપીના બે ટકા જેટલી હતી. પરંતુ હજી આ હોટલ આજદિન સુધી શરૂ થઈ શકી નથી.

જોકે આ હોટલ વિશ્વની સૌથી ઉંચી હોટલ તરીકે બનાવવામાં આવી હતી, પરંતુ હવે તે એક અલગ ઓળખ બની ગઈ છે. દુનિયા હવે આ હોટલને ‘પૃથ્વી પરની સૌથી ઉંચી વિરાન ઇમારત’ તરીકે ઓળખે છે.આ વિશેષતાને કારણે તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. એવું કહેવામાં આવે છે કે જો આ હોટલ નક્કી કરેલાં સમયે સંપૂર્ણ બનાવવામાં આવી હોત, તો તે વિશ્વની સાતમી સૌથી ઉંચી ઇમારત અને સૌથી ઉંચી હોટલ તરીકે ઓળખાય છે.

આ બિલ્ડિંગનું નિર્માણ વર્ષ 1987 માં શરૂ થયું હતું. બીબીસીના જણાવ્યા અનુસાર, ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે, આ હોટલ બે વર્ષમાં તૈયાર થઈ જશે. પરંતુ આવું થઈ શક્યું નહીં. કેટલીકવાર તેને બનાવવાની રીત સાથે કોઈ સમસ્યા થઈ હતી, કેટલીકવાર બાંધકામ સામગ્રીમાં સમસ્યા આવી હતી. આ પછી, 1992માં આ હોટલનું નિર્માણ આખરે બંધ કરવું પડ્યું. કારણ કે તે સમયે ઉત્તર કોરિયા આર્થિક રીતે નબળું પડી ગયું હતું.

જો કે, તેને બનાવવાનું કામ વર્ષ 2008માં ફરીથી શરૂ થયું. પહેલા આ વિશાળ હોટલની વ્યવસ્થિત કરવામાં લગભગ 11 અબજ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ પછી, બાંધકામ ફરીથી શરૂ થયું. સમગ્ર બિલ્ડિંગમાં ગ્લાસની પેનલ લગાવવામાં આવી હતી અને બાકીના નાના-નાના કામો કરવામાં આવતા હતા.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 2012 માં, ઉત્તર કોરિયાના વહીવટીતંત્રે ઘોષણા કરી કે, હોટલનું કામ 2012 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે, પરંતુ તે થઈ શક્યું નથી. આ પછી પણ ઘણી વાર એવી આશાઓ રાખવામાં આવી હતી કે, આ વર્ષે હોટલ શરૂ થશે, તે વર્ષે હોટલ શરૂ થશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આજદિન સુધી આ હોટલ ખુલી શકી નથી. એવું કહેવામાં આવે છે કે આ હોટલનું કામ હજી અધુરૂ જ છે.

You cannot copy content of this page