Only Gujarat

Bollywood FEATURED

ઝિન્નતને આ એક્ટરે જાહેરમાં એવી ઝૂડી હતી કે આજે પણ આંખો પર છે મારના નિશાન

મુંબઈ: વીતેલા જમાનાની ગ્લેમરસ એડ્રેસમાંથી એક ઝીનત અમાન 69 વર્ષની થઈ ગઈ છે. 19 નવેમ્બર 1951માં મુંબઈમાં જન્મેલી ઝીનત અમાને વર્ષ 1970માં મિસ એશિયા પેસિફિકનો તાજ જીત્યો હતો. ઝીનત અમાને પોતાની સ્ટડી લોસ એન્જલસથી પૂરી કરી અને એક મોડેલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ઝીનત અમાને વર્ષ 1971માં ઓપી રાલ્હનની ફિલ્મ ‘હલચલ’થી એક નાના રોલ દ્વારા પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે, જીનત અમાનનું ફિલ્મી કરિયર જેટલું સફળ રહ્યું એટલી સફળતા તેમને પર્સનલ લાઇફમાં રહી નહીં. જીનતનું નામ તે સમયે એક્ટ્રસ સંજય ખાન સાથે જોડાયેલું હતું. સંજય ખાને એક ઇન્ટરવ્યૂમાં આ વાતનો ઉલ્લેખલ કર્યો હતો કે, વર્ષ 1980માં એક પાર્ટીમાં તેમણે જીનત અમાનને માર માર્યો હતો. આ વાત તેમણે પોતાની બાયોગ્રાફી ધી બિગ મિસ્ટેક ઓફ માય લાઇફમાં પણ લખી હતી.

ઝીનત અને સંજય ખાનનાં અફેરના કિસ્સો બોલિવૂડમાં ચર્ચાનું કેન્દ્ર હતાં. ત્યાં સુધી કે બંને ફિલ્મ ‘અબ્દુલ્લા’ના શૂટિંગ દરમિયાન ચોરી છુપે લગ્ન પણ કરી લીધા હતાં. સંજય ખાન શોર્ટ ટેમ્પર હતાં. તે ઘણીવાર ઝીનત સાથે મારઝૂડ કરતાં હતાં.

3 નવેમ્બર. 1979માં મુંબઈની હોટેલ તાજમાં એક પાર્ટી દરમિયાન સંજય ખાને ઝીનત અમાન સાથે પબ્લિકલી મારઝૂડ કરી હતી. સંજયે એટલો માર માર્યો હતો કે તેમનું જડબું તૂટી ગયું હતું. ઓપરેશન પછી તેમની જો લાઇન તો સારી થઈ ગઈ પણ તેમની ડાબી આંખ ખરાબ થઈ ગઈ હતી. તેમની આંખ પર આજે પણ ઈજાના નિશાન જોવા મળે છે.

જ્યારે બંનેના સંબંધ વિશે સંજયની વાઇફ જરીનને જાણ થઈ તો તેમણે ખૂબ જ હોબાળો કર્યો હતો. અંતે ઝીનત અને સંજયનો સંબંધ પૂરો થઈ ગયો હતો. પછી ઝીનતે એક્ટર મજહર ખાન સાથે લગ્ન કર્યાં હતાં, પણ બંને વચ્ચે ઘણાં ઝઘડાં થયાં હતાં. તે દરરોજ મારઝૂડ કરતો હતો. બંને દીકરા જહાન અને અજાન હોવા છતાં બંને લોકો વચ્ચે ઝઘડો ઓછો થયો નહોતો. મઝહરની કિડનીમાં ઇન્ફેક્શન થઈ ગયું અને તે બીમાર રહેવા લાગ્યો હતો. બીમારીને લીધે સંબંધોમાં દૂરી આવવા લાગી, જે પછી ઝીનતે છૂટાછે઼ડાની અરજી કરી હતી, પણ છૂટાછેડા પહેલાં મજહર દુનિયા છોડીને જતો રહ્યો હતો.

વર્ષ 1971માં તેમણે ‘હલચલ’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પછી ‘હંગામાં’ ફિલ્મ કરી હતી, પણ બંને ફિલ્મો ફ્લોપ રહી હતી. આ જોઈ ઝીનતને લાગ્યું કે, તે કદાચ ફિલ્મો માટે બની નથી અને તેમને પાછો જર્મની જવાનો નિર્ણય કરી લીધો, પણ આ દરમિયાન તેમને દેવઆનંદની ફિલ્મ ‘હરે રામા હરે કૃષ્ણા’માં કામ કરવાની તક મળી અને તેમની ફિલ્મ જિંદગીનો ટર્નિંગ પોઇન્ટ બની ગઈ.

વર્ષ 1978માં રાજકપૂરની ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’માં ઝીનત માટે એક મીલનો પત્થર માનવામાં આવે છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ કમાલ કરી શકી નહોતી, પણ ઝીનત અમાનના લુક અને એક્ટિંગની ખૂબ જ ચર્ચા થઈ હતી.

આગળ જતાં જીનતે બોલિવૂડની ફેમશ સેક્સ સિમ્બોલ તરીકે ઓળખ ઉભી કરી. 70ના દશકમાં જીનતની પોપ્યુલારિટી એટલી વધી ગઈ હતી કે તે લગભગ દરેક ફિલ્મી મેગેઝિનના કવર પેજ પર જોવા મળી હતી. પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઇમરાન ખાન સાથે પણ ઝીનત અમાનનું નામ જોડાયું હતું.

ઝીનત અમાને હીરા પન્ના, પ્રેમ શસ્ત્ર, વોરંટ, ડાર્લિંગ, કલાબાઝ, ડોન, ધરમવીર, છલિયા બાબૂ, ધી ગ્રેટ ગેમ્બલર, કુર્બાની, અલીબાબા ઔર ચાલીશ ચોર, દોસ્તાના, લાવારિસ,. સહિતની હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. થોડાં મહિના પહેલાં આવેલી ફિલ્મ પાણીપતમાં તેઓ ઘણાં સમય પછી જોવા મળ્યાં હતાં.

You cannot copy content of this page