Only Gujarat

Bollywood

ગુજરાતી એક્ટર સાથે આ જાણીતી ડિવોર્સી એક્ટ્રેસનું થયું હતું બ્રેકઅપ, થઈ એવી હાલાત કે…

મુંબઈઃ કામ્યા પંજાબી અને શલભ ડાંગના લગ્નને 4 મહિનાથી વધુ સમય થઈ ગયો છે. બંને પોતાના લગ્નજીવનમાં ખુશ છે. જોકે, એક સમય એવો પણ હતો જ્યારે કામ્યા ખૂબ જ તણાવમાં હતી. લગ્ન પહેલા કામ્યા પંજાબી ‘યે હૈ મોહબ્બતે’ના અભિનેતા કરણ પટેલ સાથે રિલેશનમાં હતી. લાંબા સમય સુધી બંનેએ એક-બીજાને ડેટ કર્યા હતા. બાદમાં તેમનું બ્રેકઅપ થઈ ગયું હતું.

હાલમાં જ કામ્યા પંજાબીએ પોતાની વીતિ ગયેલી જિંદગીને લઈને વાત કરી, આમ તો કામ્યા કરણ પટેલ સાથેના બ્રેકઅપને લઈને અનેક વાર ખુલાસા કરી ચુકી છે. કામ્યાના પ્રમાણે, કરણ સાથેના બ્રેકઅપના દર્દથી અંદરથી તે તૂટી ગઈ હતી. આ દર્દમાંથી બહાર આવવા માટે તેને અઢી વર્ષ લાગ્યા હતા. કહેવામાં આવે છે કે કરણ પટેલ એ સમયે કામ્યાની સાથે સાથે અંકિતા ભાર્ગવની પણ નજીક આવી ગયા હતા. જે હાલ કરણની પત્ની છે.

કામ્યાના પ્રમાણે, બ્રેકઅપ બાદ હું છુપાઈ ગઈ હતી, હું જમતી નહોતી અને સુતી પણ નહોતી. મને કાંઈ જ કરવાનું મન નહોતું થતું. હું ખૂબ જ તણાવમાં હતી. પછી મે કાઉન્સલિંગ કરાવ્યું. જોકે, હવે હું તેમાંથી બહાર આવી ગઈ છું. ફરીથી એ સમયને યાદ નથી કરવા માંગતી.

2015માં કામ્યા અને કરણનું બ્રેકઅપ થઈ ગયું હતું અને તે બાદ કરણે અંકિતા ભાર્ગવ સાથે લગ્ન કરી લીધા હતા. લગ્નના કેટલાક મહિના બાદ કામ્યાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મારા માટે પ્રેમ મોસમની જેમ નથી બદલતો. હું કરણને પ્રેમ કરું છું અને કરતી રહીશ.

કામ્યાએ કહ્યું હતું કે, હું અલગ થવાનું કારણ નથી જણાવવા માંગતી, ન તો ભવિષ્યમાં ક્યારેય આ વિશે કાંઈ બોલીશ. હું હજી પણ તેને પ્રેમ કરું છું. પરંતુ તેને મારી લાઈફમાં પાછો નથી ઈચ્છતી. હું એ દર્દને નથી ભૂલી શકું, જે એના કારણે મને મળ્યું છે. એ માટે હું ક્યારેય તેને માફ નહીં કરું.

કામ્યાના લગ્ન પહેલા બંટી નેગી સાથે થયા હતા. પરંતુ 2013માં તેમના છૂટાછેડા થઈ ગયા. બંનેની એક દીકરી છે. જે કામ્યા સાથે રહે છે. તો, કામ્યાના પતિ શલભ ડાંગ દિલ્લીના છે અને હેલ્થકેર ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. શલભના પણ છૂટાછેડા થયેલા છે અને તેનો પહેલેથી એક દીકરો છે.

કામ્યા લગભગ 16 વર્ષથી નાના પડદા પર કામ કરી રહી છે. હાલ તે ‘શક્તિ’ સીરિયલમાં પ્રીતોને કિરદાર નિભાવે છે. સાથે જ ‘કૉમેડી સર્કસ’, ‘બિગ બૉસ સિઝન-7’, ‘બનૂં મે તેરી દુલ્હન’, ‘બૉક્સ ક્રિકેટ લીગ’ જેવા શોનો ભાગ પણ રહી ચુકી છે.

You cannot copy content of this page