Only Gujarat

Bollywood FEATURED

નેહા કક્કરે પહેલી કિસની વાત આવતા જ કરી એવી હરકત કે…..

મુંબઈઃ લગ્ન પછી ભલે નેહા કક્કડે પોતાની સરનેમ બદલી દીધી હોય, પણ પહેલાંની જેમ તે સોશિયલ મીડિયા પર અત્યારે એક્ટિવ છે. નેહા ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. હાલમાં જ નેહા કક્કડે તેમના ફેન્સ સાથે એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે ફર્સ્ટ કિસનો ઉલ્લેખ કરતી જોવા મળી હતી. આ ફર્સ્ટ કિસ રેપર હની સિંહના ગીત ફર્સ્ટ કીસની વાત છે. જેના પર નેહા લિપ સિંક કરતી જોવા મળી હતી. આ દરમિયાન નેહા કક્કડના એક્સપ્રેશન જોવા લાયક હતાં. નેહાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, નેહા કક્કડ પતિ રોહનપ્રીત સિંહ સાથે લગ્ન પછી હનીમૂન માટે દુબઈ ગઈ હતી. અહીંથી બંનેનો એક ફોટો સામે આવ્યો હતો. જેમાં નેહા પતિ રોહનપ્રીતને કિસ કરતી જોવા મળી હતી.

નેહા અને રોહનપ્રીતે 24 ઑક્ટોબરે દિલ્હીના એક ગુરુદ્વારામાં લગ્ન કર્યાં હતાં. લગ્નની રશમ પછી પતિ-પત્ની એરોસિટી સ્થિત હોટેલ જે ડબ્લ્યુ મેરિયટમાં પહોચ્યાં હતાં. જ્યાં બંનેના નજીકના સંબંધી અને ફ્રેન્ડે તેમને શુભેચ્છા આપી હતી.

નેહા કક્કડે લગ્નના 12 દિવસ પછી પોતાની પહેલી કરવાચોથ ઉજવી હતી. આ દરમિયાન નેહા કક્કડ લાલ રંગના શૂટ, સુહાગનો ચૂડો, ખુલ્લા વાળ અને હાથમાં પૂજાની થાળી સાથે જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, રોહનપ્રીત ઉંમરમાં નેહા કક્કડ કરતાં 8 વર્ષ નાનો છે. નેહા અને રોહનપ્રીત અંગે કહેવામાં આવે છે કે, બંનેની મુલાકાત 6 મહિના પહેલાં જ કોરોનાકાળમાં ચંદીગઢમાં થઈ હતી.

બંને કોઈ ઇવેન્ટમાં સામેલ થયાં હતાં. અહીંથી ધીરે-ધીરે તેમની મુલાકાતો વધવા લાગી અને વાત લગ્ન સુધી પહોંચી ગઈ. આ પછી કોરોના મહામારીમાં બંનેના આ સંબંધોને નવું નામ આપી લગ્નના બંધનમાં બંધાવવાનો નિર્ણય કર્યો હતો.

You cannot copy content of this page