Only Gujarat

FEATURED Religion

શનિ થશે વક્રી, કોરોનાના કપરા કાળમાં આ ત્રણ રાશિઓના જીવનમાં આવશે મુશ્કેલીઓ

અમદાવાદઃ શનિદેવ 11 મે, 2020 થી વર્ક્રી થઈ રહ્યા છે. એટલે આ તારીખ બાદ શનિની ચાલ ઊંધી થઈ જશે. શનિ સોમવારે સવારે 9 વાગે 27 મિનિટે પોતાના પિતા સૂર્યના નક્ષત્ર ઉત્તરાશાઢાના ચોથા ચરણમાં અને પોતાની જ રાશિ મકરમાં વક્રી થશે. મિથુન, કર્ક અને કુંભ રાશિ માટે શનિની આ ઊંધી ચાલ ખૂબ જ અશુભ સંકેત આપી રહી છે. શનિની ઊંધી ચાલ 29 સપ્ટેબર સુધી એટલે કે, 142 દિવસ ચાલશે. અહીં જુઓ 12 રાશિઓ પર કેવી અસર થશે તેની.

મેષ – કામમાં ઉપરીઓ તમારાથી ખુશ રહેશે. જોકે મે, જૂન અને જુલાઇ મહિનામાં થોડો સંઘર્ષ કરવો પડી શકે છે. આ દરમિયાન ખર્ચ સમજી-વિચારીને કરવો અને પોતાની સાથે ઘરવાળાંના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું. શનિદેવ મેષના 10મા ઘરમાં છે. કુંડળીમાં 10મું ઘર કરિયરનું હોય છે. એટલે આ દરમિયાન શનિ તમારા કરિયર માટે ખૂબજ ફાયદાકારક સાબિત થઈ શકે છે. શનિની ઊંધી ચાલ શરૂ થયા બાદ ઓગષ્ટની આસ-પાસ તમને પ્રમોશન મળવાની શક્યતા પણ છે.

વૃષભ: ધન, વ્યાપાર અને નોકરીની બાબતમાં ફાયદાકારક છે. પિતૃઓના આશીર્વાદથી સ્વાસ્થ્ય સારું રહેશે, કરિયર બાબતે નસીબ ચમકી ઊઠશે. વક્રી શનિ વૃષભ રાશિના 9મા ઘરમાં રહેશે. 9મા ઘરમાં બેસેલ શનિ હંમેશાં મુશ્કેલીઓનું કારણ બને છે. જોકે વડીલો અને ઘરડાંની સેવા કરવાથી વક્રી શનિ ઊંધો લાભ આપી શકે છે. પૈતૃક સંપત્તિમાં લાભ મળે છે.

મિથુન: સંબંધોની બાબતમાં શનિની ઊંધી ચાલ તમારા માટે ખૂબજ અશૂભ છે. પતિ-પત્નીના સંબંધો ખરાબ થઈ શકે છે. લગ્નમાં અડચણો આવી શકે છે. લાંબા સમયથી ચાલતા સંબંધોમાં ખટાશ આવી શકે છે. મિથુન રાશિના લોકો માટે વક્રી શનિ 8મા ભાવમાં રહેશે. અહીં સ્થિતિ થોડી ખરાબ થઈ શકે છે. રસ્તા પર વાહન ચલાવવામાં અને કોર્ટ કચેરીની બાબતમાં થોડું સાચવવું. લગભગ 4 મહિના સાસરી પક્ષમાં પણ મુશ્કેલી આવી શકે છે.

કર્ક: વ્યાપાર અને ધનની બાબતમાં વક્રી શનિ તમને લાભ આપશે. આ સમયમાં કરેલ રોકાણ તમને લાંબા સમય માટે લાભ આપશે. મે, જૂનમાં થોડો સંઘર્ષ કરવો પડી શકે છે અને જુલાઇમાં બધુ ઠીક થઈ જશે.કર્ક રાશિના જાતકો માટે શનિની ઊંધી ચાલ ખૂબજ ખાસ રહેશે. શનિ તમારી રાશિના 7મા ભાવમાં વક્રી થશે. તમને ઘણી બાબતોમાં મોટું નુકસાન થઈ શકે છે. ગુસ્સો વધશે. લગ્નમાં અડચણો આવશે. સ્વાસ્થ્યની બાબતમાં થોડી ગડબડ થઈ શકે છે. એટલે સાચવવું.

સિંહ: જૂના રોગોથી છૂટકારો મળશે. લાંબા સમયથી ચાલી આવતી બીમારીઓ મટી જશે. નોકરીમાં સ્થિરતા આવશે. આર્થિક પક્ષ સામાન્ય રહેશે. ખર્ચ પણ નહીં વધે. કોઇ મોટા નુકસાનની પણ શક્યતા નથી.રાશિના છઠ્ઠા ઘરમાં શનિ વક્રી થશે. શનિની ચાલ બદલ્યા બાદ શત્રુ ખતમ થશે. રોગથી છૂટકારો મળશે. જીવનમાં વિકાસ થશે. ઓગષ્ટ-સપ્ટેબર મહિના વચ્ચે પ્રમોશન મળશે.

કન્યા: સાઇન્ટિફિક ક્ષેત્રો સાથે જોડાયેલા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. નવા વેપાર કે બિઝનેસમાં હાથ અજમાવતાં પહેલાં પાર્ટનર કે શુભચિંતકોની સલાહ ચોક્કસથી લેવી.શનિ કન્યા રાશિના પાંચમા ભાવમાં વક્રી થશે. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે. નોકરી, વ્યાપાર કે ધનની બાબતમાં મોટી ઉપલબ્ધિઓ મળશે. જોકે સ્વાસ્થ્ય અને સંબંધોની બાબતોમાં થોડા સાવધાન રહેવું.

તુલા: ચોથા ઘરમાં શનિની ઊંધી ચાલ તમારા માટે ગુસ્સાનું કારણ બની શકે છે. ગુસ્સાથી તમને મોટું નુકસાન થઈ શકે છે. આ સિવાય નોકરીમાં ફાયદાની શક્યતાઓ રહેશે. આર્થિક પક્ષ ઠીક રહેશે.તુલા રાશિના જાતકોના ચોથા ભાવમાં શનિની ઊંધી ચાલ શરૂ થશે. ગાડી, બંગલો અને આવકની બાબતમાં વિકાસ થઈ શકે છે. માતા-પિતા અને તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ઘરમાં શાંતિ રહેશે.

વૃશ્ચિક: આવકની બાબતોમાં ફાયદો થશે. કમાણીના નવા સ્ત્રોત સામે આવી શકે છે. લાંબા સમયથી ચાલી આવતી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. વિરોધીઓની હાર થશે. તમારી રણનીતિ કામ કરશે.વૃશ્ચિક રાશિના જાતકોના ત્રીજા ભાવમાં શનિ વક્રી થશે. શનિની ઊંધી ચાલ વૃશ્ચિકના જાતકોને સૌથી વધારે ફાયદો આપશે. પરાક્રમ વધશે. ગમતી જગ્યાએ ગમતું પસ્ટિંગ મળશે. ભાઇ-પિતાના સહયોગની સાથે-સાથે કાર્ય-કુશળતાથી પોતાના દમ પર મોટી ઉપલબ્ધિ મેળવી શકો છો.

ધન: રોકાણ કરવાથી લાંબા સમય સુધી ફાયદો મળશે. પ્રોપર્ટીની બાબતમાં પણ ફાયદો થશે. પત્ની અને સાસરી પક્ષ સાથે સંબંધો બગડી શકે છે.ધન રાશિના જાતકોના બીજા ભાવમાં શનિ વક્રી થશે. શનિની સાડાસાતી તમને બહુ વધારે નુકસાન કરી શકે છે. જોકે વાણી પર નિયંત્રણ રાખવાથી તમે આગામી બધાં જ નુકસાનોથી બચી શકો છો. આગામી 5 મહિનામાં કોઇપણ પ્રકારનું ધન સંકટ નહીં આવે.

મકર: આર્થિક બાબતોમાં બહુ લાભ મળશે. જોકે લગ્નમાં અડચણો આવી શકે છે. ઘરવાળાં સાથે નાની-મોટી બાબતે થયેલ અણબનાવથી ઘરની સુખ-શાંતિ બગડી શકે છે.શનિ પોતાની જ રાશિમાં બેઠો છે. પોતાની જ રાશિમાં શનિની ઊંધી ચાલ મકર રાશિના જાતકોને બહુ ફાયદો આપશે. મનોબળ વધશે, મહત્વાકાંક્ષા વધશે અને નવા વ્યાપાર-ધંધામાં વિકાસ થવાની શક્યતા છે.

કુંભ: પડોશીઓ સાથેના સંબંધો ખરાબ રહેશે. ઘરમાં પિતા કે કોઇ વડિલ વ્યક્તિને બીમારીઓ ઘેરી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં પણ નુકસાન થઈ શકે છે.શનિની ઊંધી ચાલ કુંભ રાશિના 12મા ઘરમાં હશે, જેથી ખર્ચાઓમાં બહુ ઝડપથી વધારો થશે. રૂપિયાની બાબતમાં વધારે નુકસાન થઈ શકે છે. કોઇપણ અજાણી વ્યક્તિને ઉધાર ના આપવા. ક્યાંય રોકાણ ના કરવું. ગુસ્સો વધશે. તમે જબરદસ્તી લોકો સાથે વિવાદમાં પડશો.

મીન: આવકના નવા સ્ત્રોત ઊભા થશે. ભરપૂર વિકાસ થશે. જીવનમાં સારા અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે. માતા-પિતાનો સહયોગ મળશે. સ્વાસ્થ્ય પણ સારુ રહેશે.મીન રાશિના 11મા ભાવમાં શનિની ઊંધી ચાલ શરૂ થશે. શનિ ઊંધો ચાલવાથી 10મા ઘર તરફ અગ્રેસર થવાનો પ્રયત્ન કરશે. આવી સ્થિતિમાં કર્મક્ષેત્રમાં લાભની સ્થિતિ બની શકે છે. ધન-વૈભવ વધશે. સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page