Only Gujarat

Bollywood FEATURED

કરિશ્માની લાડલીને છે ખરાબ ટેવ, કરીનાને અંદર ને અંદર કોરી ખાય છે આ ચિંતા

મુંબઈઃ દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. લોકો અને સેલેબ્સ પોતોના કામથી ઘરની બહાર નીકળી રહ્યાં છે. એવામાં કેટલાક સ્ટાર્સ સાથે જોડાયેલા કિસ્સા સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યાં છે. જેમાં કરીના કપૂરની ભાણી અને કરિશ્મા કપૂરની સમાયરા કપૂરનો એક કિસ્સો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ કિસ્સામાં માસી કરીનાએ તેમની ભાણીને એક ખરાબ આદતને લીધે ચિંતા વ્યક્ત કરી અને બહેન કરિશ્માને સલાહ પણ આપી. આજની વાત કરીએ તો કરીના અત્યારે હિમાચલ પ્રદેશમાં તૈમૂર સાથે સમય પસાર કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, સૈફ અલી ખાન ફિલ્મ ‘ભૂત-પોલીસ’નું શૂટિંગ કરી રહ્યાં છે.

આમ તો કરીના અત્યારે પ્રેગ્નન્ટ છે. પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમૂર અલી ખાન સાથે હિમાચલ પ્રદેશમાં એન્જોય કરી રહી છે. કરીના સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે અને દીકરા સાથેના ફોટો શેર કરી રહી છે.

કરીના પોતાની પ્રોફેશનલ લાઇફમાં ભલે ગમે એટલી વ્યસ્ત હોય, પણ પરિવાર માટે સમય કાઢી લે છે. કરીના ઘણીવાર પરિવાર સાથે ટ્રિપ પર જાય છે. તે ન માત્ર સારી એક્ટ્રસ છે આ ઉપરાંત તે સારી મા, પત્ની, દીકરી, બહેન અને માસી પણ છે. કરીના પોતાની ભાણી સમાયરાની ખૂબ જ નજીક છે અને તેને ખૂબ જ પ્રેમ કરે છે.

જોકે, સમાયરાની એક આદત તેમને પસંદ નથી તે ઇચ્છે છે કે, સમાયરા તેના પર ધ્યાન આપે. એટલું જ નહીં, કરીનાએ આ વિશે કરિશ્માને વાત પણ કરી અને તેમની દીકરી પર ધ્યાન રાખવાની સલાહ આપી.

એક શૉ દરમિયાન કરીના પોતાની બહેનની દીકરી અને પોતાના રિલેશન વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ‘તેમની બહેન કરિશ્માની દીકરી સમાયરાને એક ખૂબ જ ખરાબ આદત લાગી છે તે આદત ફોનની છે, જેને લીધે તે ફોનમાં વ્યસ્ત રહે છે.’

તેમણે કહ્યું હતું, ‘મારી ભાણી માત્ર 14 વર્ષની છે. તે આખો દિવસ સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહે છે.’

કરીનાએ કહ્યું કે, ‘મેં લોલોને કહ્યું કે, સમાયરા સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, કેમ કે જ્યારે તમે આખો દિવસ સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહો છો તો તમે બીજુ કંઈ કરી શકતાં નથી. ન તમે પુસ્તક વાંચો, ના તમે પરિવાર અને ફ્રેન્ડને સમય આપી શકો.’

કરીનાએ કહ્યું કે, ‘સમાયરા દિવસભર મોબાઇલનો ઉપયોગ કરશે તો એક દિવસ બધાને ભૂલી જશે. આવું ચાલતું રહ્યું તો સમાયરા બહારની ભૂલી જશે.’

ઉલ્લેખનીય છે કે, ‘સમાયરા, કરિશ્મા અને બિઝનેસમેન સંજય કપૂરની દીકરી છે. પેરેન્ટ્સના છૂટાછેડા થયા પછી સમાયરા મમ્મી સાથે રહે છે. જોકે, તે પિતાની પણ ખૂબ જ નજીક છે અને તેમને ઘણીવાર મળવા પણ જાય છે.’

સમાયરા અત્યારે સ્ટડી કરી રહી છે. કરિશ્માએ દીકરીના ફ્યૂચર અંગે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ‘તે જે પ્રોફેશનમાં જવા માગે તે જઈ શકે છે, તે તેનો પૂરો સાથ આપશે.’

You cannot copy content of this page