Only Gujarat

International

પુતિનનો વધુ એક સિક્રેટ સંબંધ આવ્યો સામે, સફાઈ કર્મચારી સાથે સંબંધો, બંનેને એક દીકરી પણ છે

રશિયન મીડિયા Proektના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને એક મહિલા સફાઈ કર્મચારી સાથે સંબંધ હતા. આજે આ મહિલા 700 કરોડ રૂપિયાથી વધુ માલકણ બની ચૂકી છે. જોકે હજી આ રિપોર્ટની પુષ્ટી થઈ નથી.

Proekt (Project)મીડિયાના રિપોર્ટ મુજબ સફાઈ કર્મચારી સાથે પુતિનના સંબંધથી એક પુત્રીનો પણ જન્મ થયો હતો. હવે આ પુત્રી 17 વર્ષની થઈ ચૂકી છે. આ રિપોર્ટને ‘ધ મોસ્કો ટાઇમ્સ’એ પણ પબ્લિશ કર્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 68 વર્ષના પુતિનના સંબંધ સ્વેતલાના ક્રિવોનોગિખ નામની મહિલા સાથે હતા. આ મહિલા રશિયાના સેન્ટ પીટર્સબર્ગના પૉશ વિસ્તારમાં રહે છે, જે પુતિનના નજીકના લોકો માટે સેફ વિસ્તાર ગણવામાં આવે છે.

રશિયાના મીડિયાએ 17 વર્ષની એલિજાવેટા ક્રિવોનોગિખને પુતિનની સિક્રેટ પુત્રી ગણાવી છે. સગીર હોવાના કારણે એલિજાવેટાનો ફેસ બ્લર કરીને તસવીરો પબ્લિશ કરવામાં આવી છે. Proektએ ફેસ રિકૉગ્નિશન એક્સપર્ટના હવાલાથી કહ્યું છે કે પુતિન અને તેની દીકરીનો ચહેરો 70 ટકા મળતો આવે છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે એલિજાવેટાનો જન્મ 2003માં થયો હતો. જોકે ત્યારે પુતિન લ્યૂડમિલા શક્રેબનેવા સાથે લગ્નથી જોડાયેલા હતા. બાદમાં બંને વચ્ચે ડિવોર્સ થઈ ગયા હતા.

Proekt મીડિયાને દાવો કર્યો છે કે એલિજાવેટાના જન્મના ડૉક્યુમેન્ટમાં પિતાનું નામ નથી ફક્ત Vladimirovna લખ્યું છે. એલિજાવેટા નામ બદલાવીને વર્ષોથી રહી રહી છે.

એલિજાવેટાની માં અને પુતિનની સિક્રેટ પ્રેમિકા સ્વેતલાના ક્રિવોનોગિખની ઉંમર 45 વર્ષની છે. પહેલાં તે સફાઈ કર્મચારી તરીકે કામ કરતી હતી. બાદમાં એક કંપનીની તે માલકિન બની ગઈ છે. આ કંપનીના કેટલાક શેર પુતિન સાથે જોડાયેલી Rossiya Bankમાં પણ છે. સાથે જ ઘણા શહેરોમાં સ્વેતલાનાના નામે મકાન પણ છે.

ફ્લાઈટ ડેટાથી એ પણ સામે આવ્યું છે કે સ્વેતલાના ક્રિવોનોગિખ તે ફ્લાઈટ્સમાં સફર કરતી હતી જેમાં પુતિન સવાર થતા હતા. રિપોર્ટ મુજબ બંને વચ્ચે રિલેશન છેલ્લાં દશકના અંતમાં તૂટી ગયા હતા.

બીજી તરફ પુતિનના પ્રવક્તાએ કથિત સંબંધોના દાવાને પૂરી રીતે ખારીજ કરી દીધો હતો. રિપોર્ટર્સે જ્યારે પુત્રી એલિજાવેટા સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો તેણે તરત સોશ્યલ મીડિયામાંથી પોતાની તસવીરો હટાવી દીધી હતી. (તમામ તસવીરો સોશ્યલ મીડિયા)

You cannot copy content of this page