Only Gujarat

FEATURED International

ધ્યાન આપો…કોરોના વધુ ત્રણ લક્ષણો આવ્યા સામે, જાણો ક્યા છે નવા લક્ષણો

અમેરિકામાં સ્વાસ્થ્ય મામલાની સર્વોચ્ચ સંસ્થા સીડીસી (સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન અથવા રોગ નિયંત્રણ તેમજ નિવારણ કેન્દ્ર)એ કોરોના વાયરસનાં લક્ષણોની યાદીમાં વધુ ત્રણ લક્ષણોને સામેલ કર્યા છે. અમેરિકન સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ વહેતા નાક (રનિંગ નોઝ)જીવ ઘબરાવો અને ડાયેરિયા અથવા ઝાળાને કોરોના વાયરસનાં લક્ષણોમાં સામેલ કર્યા છે. તેની સાથે જ એજન્સી અત્યાર સુધીમાં આ વાયરસનાં 12 નવા લક્ષણોની ઓળખ કરી ચૂકી છે.

વૈશ્વિક રોગચાળા કોરોના વાયરસના લક્ષણોની સૂચિમાં અત્યાર સુધી તાવ અથવા શરદી, ઉધરસ, શ્વસન સમસ્યાઓ, થાક, શરીર અથવા સ્નાયુમાં દુખાવો, માથાનો દુખાવો, સ્વાદ અથવા ગંધની ક્ષતિ અને ગળામાં ખારાશ જેવા લક્ષણો શામેલ છે. સીડીસી વેબસાઇટ અનુસાર, કોરોના વાયરસથી પીડાતા વ્યક્તિઓ વિવિધ લક્ષણો અનુભવી શકે છે અને વિભિન્ન મામલાઓમાં બીમારીનું ગંભીરતાનું સ્તર પણ અલગ-અલગ હોઈ શકે છે.

જો કે, સીડીસી જણાવે છે કે આ સૂચિમાં તમામ સંભવિત લક્ષણો આવરી લેવામાં આવ્યાં નથી. જેમ જેમ આપણે કોવિડ -19 વિશે વધુ શીખીશું, આ સૂચિ અપડેટ કરવામાં આવશે.

આ ઉપરાંત, ફેડરલ હેલ્થ એજન્સીએ ચેતવણી આપી છે કે વાયરસના સંપર્કમાં આવતા બેથી 14 દિવસ પછી લક્ષણો દેખાઈ શકે છે. જણાવી દઈએકે, આ વૈશ્વિક રોગચાળાની શરૂઆતમાં, લક્ષણોની સૂચિ તાવ, ઉધરસ અને શ્વસન સંબંધી સમસ્યાઓ સુધી મર્યાદિત હતી.

એપ્રિલમાં, સીડીસીએ રોગના લક્ષણોની સૂચિમાં છ નવા લક્ષણો ઉમેર્યા. આમાં શરદી, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં દુખાવો અને સ્વાદ અથવા ગંધની ક્ષમતામાં સમસ્યાઓનો સમાવેશ થાય છે.

જૉન્સ હોૉપકિન્સ યુનિવર્સિટી દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, વિશ્વભરમાં કોરોના વાયરસના 1 કરોડથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે છેલ્લા કેટલાક મહિનાઓમાં આ રોગચાળાને કારણે ચાર લાખ 97 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page