Only Gujarat

FEATURED Sports

ઈન્ડિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ છે માત્ર 12 પાસ તો વડોદરાના હાર્દિકે તો દસમું પણ નથી કર્યું પાસ

નવી દિલ્હીઃ હિન્દીમાં એક કહેવત છે કે,‘પઢોંગે-લિખોંગે તો બનોંગે નવાબ, ખેલોંગે-કૂદોગે તો હોગે ખરાબ.’ આ કહેવત અહીં રજૂ કરવાનું કારણ CBSEએ સોમવારે અચાનક પરિણામ જાહેર કર્યા હતા. આ પરિણામ અગાઉ કરતા સારા હતા પરંતુ ઘણા વિદ્યાર્થીઓ પરિણામથી નિરાશ પણ થયા હતા. આવા વિદ્યાર્થીએ નિરાશ થવાના બદલે ટીમ ઈન્ડિયાના ક્રિકેટર્સ તરફ જોવું જોઈએ જેમણે સખત મહેનત, શિસ્ત, જુસ્સા અને ઈચ્છા શક્તિના દમ પર સફળતા મેળવી હતી. ટીમ ઈન્ડિયાના ઘણા ક્રિકેટર્સ કોલેજ નથી જઈ શક્યા પરંતુ તેઓ આજે સફળતાની ટોચ પર છે અને પોતાની સ્કિલ્સ વડે ક્રિકેટ જગતમાં નામના મેળવી રહ્યાં છે.

વિરાટ કોહલીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનો જન્મ 5 નવેમ્બર 1988ના દિલ્હીના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. 3 ભાઈ-બહેનમાં સૌથી નાના એવા વિરાટે વિશાલ ભારતી પબ્લિક સ્કૂલથી અભ્યાસ કર્યો, જે પછી ક્રિકેટ કરિયરને સુધારવાની વાતને ધ્યાને લેતા તેને પશ્ચિમ વિહારના સેવિયર કૉન્વેન્ટ સ્કૂલમાં શિફ્ટ કરવામાં આવ્યો, જે વિરાટ કોહલીનો સિક્કો વિશ્વભરમાં ચાલે છે તે માત્ર 12 પાસ જ છે. ક્રિકેટ કરિયરના કારણે તે કોલેજનો અભ્યાસ કરી શક્યો નથી.

મહેન્દ્રસિંહ ધોનીઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ધોનીએ ડીએવી જવાહર વિદ્યા મંદીર, રાંચીથી સ્કૂલ શિક્ષણ મેળવ્યું. સ્કૂલ બાદ તેને ક્રિકેટમાં રસ વધ્યો તો સેન્ટ ઝેવિયર્સ કોલેજ, રાંચીમાં એડમિશન મેળવ્યું. પરંતુ, રમતના કારણે અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો. વર્ષ 2011માં વર્લ્ડ કપ જીત્યા બાદ ઝેવિયર્સ કોલેજે ધોનીને ઑનરરી ડિગ્રી એનાયત કરી હતી.

રોહિત શર્માઃ લિમિટેડ ઓવર્સમાં ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન અને ‘હિટમેન’ તરીકે લોકપ્રિય રોહિત શર્મા પણ ક્યારેય કોલેજ જઈ શક્યો નથી. લેડી ઑફ વેલંકન્ની હાઈ સ્કૂલથી પ્રાયમરીનો અભ્યાસ કર્યા બાદ હિટમેન રોહિત શર્માનું સિલેકશન હાયર સેકેન્ડરી દરમિયાન જ ઈન્ટરનેશનલ ક્રિકેટ માટે થઈ ગયું. એટલે કે રોહિત શર્મા પણ માત્ર 12મું પાસ છે.

શિખર ધવનઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શિખર ધવને પણ ક્રિકેટને વધુ મહત્ત્વ આપ્યું. દિલ્હીના પશ્ચિમ વિહારમાં સેન્ટ માર્ક્સ સિનિયર સેકન્ડરી સ્કૂલથી ગબ્બરે 12માં સુધીનો અભ્યાસ કર્યો અને પછી ક્રિકેટમાં જ આગળ વધવાનો નિર્ણય કર્યો.

હાર્દિક પંડ્યાઃ 11 ઓક્ટોબર 1993ના ગુજરાતના સુરતમાં હાર્દિક પંડ્યાનો જન્મ થયો હતો. પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી છતાં પિતાએ પોતાના બંને દીકરા ક્રૃણાલ અને હાર્દિકને ક્રિકેટની ટ્રેનિંગ અપાવી. બરોડાના એમકે હાઈસ્કૂલમાં નવમાં ધોરણમાં નાપાસ થયા બાદ હાર્દિકે અભ્યાસ છોડી દીધો હતો. આજે હાર્દિક વિશ્વના ટોચના ઓલરાઉન્ડર્સની લિસ્ટમાં સામેલ છે.

જસપ્રિત બુમરાહઃ વિશ્વનો નંબર-1 બોલર જસપ્રિત બુમરાહ પોતાની વિચિત્ર એક્શન અને શાનદાર બોલિંગના કારણે ફેમસ છે. ઘણા ઓછા સમયમાં વિશ્વમાં છવાય ગયેલા ગુજરાતી બોલરે પણ 12માં સુધીનો જ અભ્યાસ કર્યો હતો. તે પછી બુમરાહ પણ માત્ર ક્રિકેટ પર જ ધ્યાન આપવા લાગ્યો હતો.

અજિંક્ય રહાણેઃ ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન અને મિડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્ય રહાણે શાંત સ્વભાવ માટે જાણીતો છે. મહારાષ્ટ્રના આ ખેલાડીએ મુંબઈ યુનિવર્સિટીથી કોમર્સમાં બેચલર્સ ડિગ્રી મેળવી હતી.

લોકેશ રાહુલઃ કર્ણાટકના લોકેશ રાહુલે NITK ઈંગ્લિશ મીડિયમ સ્કૂલથી અભ્યાસ કર્યો છે. સેન્ટ એલૉયસિસ કોલેજમાં પ્રી-યુનિવર્સિટી અભ્યાસ કર્યો. માત્ર 10 વર્ષની વયે હાથમાં બેટ પકડનારા રાહુલે ક્રિકેટની સાથે અભ્યાસ પણ ચાલુ રાખ્યો અને શ્રીભગવાન મહાવીર જૈન કોલેજથી બીકોમનો અભ્યાસ કર્યો.

યુઝવેન્દ્ર ચહલઃ ઝિમ્બાબ્વે વિરુદ્ધની ટી-20 મેચથી પોતાનું ઈન્ટરનેશનલ કરિયર શરૂ કરનાર યુઝવેન્દ્ર ચહલ ક્રિકેટ અગાઉ ચેસ રમતો હતો. ઘણા ઓછા લોકોને ખબર હશે કે તે ચેસમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. હરિયાણાના જીંદના રહેવાસી ચહલે DAV પબ્લિક સ્કૂલથી પ્રારંભિક શિક્ષણ મેળવ્યું છે.

કુલદીપ યાદવઃ ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં જન્મેલા કુલદીપ યાદવના પિતા ઈંટની ભટ્ટી ચલાવે છે. મેમોરિયલ એકેડમી વર્લ્ડ સ્કૂલ, કાનપુરથી અભ્યાસ કર્યા બાદ આ ચાઈનામેન બોલર ક્યારેય કોલેજ જઈ શક્યો નથી.

You cannot copy content of this page