Only Gujarat

FEATURED National

કેવી રીતે મળશે PM મોદીની ‘ડિજિટલ હેલ્થ મિશન’ યોજનાનો લાભ? જાણો ક્લિક કરીને

74માં સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ડિઝિટલ હેલ્થ મિશનની શરૂઆત કરી. હવે લોકો પોતાનો હેલ્થ રેકોર્ડ યાદ રાખવા, તપાસના પહોંચની સાચવણીથી મુક્તિ મળશે. તમને સ્વાસ્થ્યથી જોડાયેલી દરેક ડિઝિટલ હેલ્થ કાર્ડમાં દાખલ હશે. દેશમાં ક્યાંય પણ સારવાર કરાવવા માટે બસ તમારે તમારો યુનિક આઇડી જણાવવી પડશે. જાણો શું છે નેશનલ ડિઝિટલ હેલ્થ મિશન અને તેનો ફાયદો કેવી રીતે લેવો.

1- શું છે હેલ્થ કાર્ડ યોજના ? આ યોજના પ્રમાણે દેશના દરેક નાગરિકના સ્વાસ્થ્યની જાણકારી એક કાર્ડમાં દાખલ થશે. તેમના હેલ્થ કાર્ડ કહેવાશે. જેમાં વ્યક્તિ દરેક પ્રકારની ટ્રીટમેન્ટ અનેત તપાસના લેખાજોખા હશે. જે ક્યારેય પણ ક્યાંય પણ જોઇ શકાશે.

2- કેવી રીતે બનશે ડિઝિટલ રેકોર્ડ ? દર્દીના હેલ્થ ડેટા રાખવા માટે ડોક્ટર, હોસ્પિટલ અને ક્લિનિક એક સેન્ટ્રલ સર્વર સાથે ક્નેક્ટ રહેશે. આ યોજના દેશના નાગરિકો અને હોસ્પિટલો માટે ખુબ જ સારી રહેથે. એટલે કે યોજનામાં કોઇપણ પોતાની ઇચ્છાથી સામેલ થઇ શકશે. જેમાં તેની પ્રાઇવેસીનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. કાર્ડને બનાવવા પર તમને એક સિંગલ યુનિક આઇડી મળશે. આ આઇડીથી તમે લોગિન કરશો. કાર્ડ કેવી રીતે બનશે તેની જાણકારી હજુ જાહેર કરવામાં આવી નથી.

3- યોજનાની ખાસિયત શું શું છે ? આ યોજનાને ચાર ફિચરની સાથે શરૂ કરવામાં આવશે. જેમાં હેલ્થ આઇડી, હેલ્થ રેકોર્ડ્સ, ડિઝિ ડોક્ટર અને હેલ્થ ફેસિલિટી મળશે. આ યોજનામાં ઇ-ફાર્મેસી અને ટેલિમેડિસિનની સુવિધા પણ મળશે.

પર્સનલ હેલ્થ રેકોર્ડઃ આ કાર્ડથી કોઇપણ બીમારીની સારવાર કરતી વખતે સંબંધિત ડોક્ટરને તમારી હેલ્થ હિસ્ટ્રી ખબર તેના સંબંધિત એપ પર મળી જશે. તેનાથી ડોક્ટરોને વધુ સારવાર કરવી સરળ રહેશે. જો કોઇ દવા તમને નુકશાન કરી શકે છે તો તે આ હેલ્થ હિસ્ટ્રીથી જાણી શકાશે.

ડિજી ડોક્ટરઃ આ સુનિધાની મદદથી આ દેશભરના ખાનગી અને સરકારી ડોક્ટર ખુદને રજિસ્ટર્ડ કરાવી શકે.
ટેલિમેડિસિનઃ તેના મદદથી તમે આ પ્લેટફોર્મ પર રજિસ્ટર્ડ કોઇપણ ડોક્ટરથી ઓનલાઇન સારવાર કરાવી શકશે.
ઇ-ફાર્મેસીઃ જેની મદદથી તમે કાર્ડમાંથી ઓનલાઇન દવા મંગાવી શકશો.
ફીઃ પૈસા જમા કરાવવા હોય, હોસ્પિટલમાં પરચી બનાવવાની ભાગદોડ હોય, આ મુશ્કેલીઓથી રાહત મળશે. આ બધુ એક ડિઝિટલ કાર્ડથી શક્ય બની જશે.

4 – કેવા કેવા કામ કરશે તમારું હેલ્થ કાર્ડ ? જ્યારે પણ તમે ડોક્ટર્સ પાસે અથવા હોસ્પિટલમાં જશો તો અગાઉની સારવાર સાથે જોડાયેલી રિસીપ અને તપાસના રિપોર્ટ સાથે લઇ જવાની જરૂર નહીં પડે. દેશમાં ક્યાય પણ સારવાર થઇ શકશે. તમારે ડોક્ટરને બસ પોતાની યુનિક આઇડી બતાવવાની રહેશે અને તે દૂરથી પણ બેસી તમારા તમામ મેડિકલ રેકોર્ડ જોઇ શકશે. તેનાથી તમને ડોક્ટરો અને મેડિકલ ટેસ્ટના તમામ ચેક કરવાની જંજટથી મુશ્તી મળી જશે.

5 – ક્યાં સુધીમાં મળશે આ યોજનાનો લાભ ? યોજનાના શરૂઆતમાં હેલ્થ આઇડી, પર્સનલ હેલ્થ રેકોર્ડ્સ, ડિઝિ ડોક્ટર અને હેલ્થ ફેસિલિટી રજિસ્ટ્રીની સુવિધા મળશે. ટેલિમેડિસિન અને ઇ-ફાર્મેસીની સુવિધાઓ બાદમાં જોડવામાં આવશે.

લોકોને હજુ આ યોજનાનો લાભ મળવવા માટે થોડી રાહ જોવાની રહેશે. સરકારે તેનું નામ, લોકો અને ટેગલાઇન માટે લોકો પાસેથી સલાહ માગી છે. 6 ઓગસ્ટ સુધી આ સલાહ આપવાની હતી. 2604 લોકોએ સલાહ પણ આપી છે. જેના વિજેતાને 25 હજાર રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવશે.

ડિઝિટલ હેલ્થ મિશન યોજનાની પાંચ મુખ્ય વાતો

  • – એક હેલ્થ કાર્ડમાં સંપૂર્ણ સ્વાસ્થ્ય રેકોર્ડ હશે
  • – તપાસના રિપોર્ટ સંભાળીને રાખવાની જંજટમાંથી મુક્તિ, બધુ ઓનલાઇન હશે
  • – ડોક્ટરોને બસ તમારો યુનિક આઇડી જણાવવાનો રહેશે.
  • – ડોક્ટર ક્યાંય પણ બેસી તમારો તમામ હેલ્થ રેકોર્ડ જોઇ શકશે.઼
  • – હેલ્થ કાર્ડની મદદથી ઘર બેઠા દવા મંગાવી શકશે.

દરેક ભારતીયને હેલ્થ આઇડી આપવામાં આવશે, જે સ્વાસ્થ્ય ખાતા જેવું જ હશે. તમારા દરેક ટેસ્ટ, દરેક બીમારીનો તેમાં ઉલ્લેખ હશે. ક્યા ડોક્ટરે કઇ કઇ દવા આપી અને ડાયગ્નોસિસ શું હતું એ પણ જાણી શકાશે. – નરેન્દ્ર મોદી, લાલ કિલ્લાથી

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page