Only Gujarat

Bollywood FEATURED

MS ધોનીએ સુશાંત સિંહ રાજપૂતને કહ્યું હતું કે, તું ઘણાં સવાલો પૂછે છે? પછી…..

મહેન્દ્ર સિંહ ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. તેઓએ ઇંસ્ટાગ્રામના પોતાના પોસ્ટની મદદથી એક વાતની જાણકારી આપી બધાં ફેન્સને ચોંકાવી દીધા છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ઇંસ્ટાગ્રામ પર લખ્યું છે. તમારા પ્રેમ અને સહયોગ માટે ધન્યવાદ, રાતે 7-29 વાગ્યાથી મને રિટાયર સમજવામાં આવે. તેઓએ પોતાની આ પોસ્ટમાં પોતાના કરિયરના તમામ ઉતાર ચઢાવને ‘મેં પલ દો પલ કા શાયર હું’ ગીતથી સુંદર અંદાજમાં દેખાડ્યું. ઉલ્લેખનીય છે કે ધોનીની બાયોપિકમાં સુશાંત સિંહ રાજપૂતે મુખ્ય ભુમિકા નીભાવી હતી.

મહેન્દ્ર સિંહ ધોનીને ક્રિકેટ પ્રેમી પ્રેમથી માહી બોલાવે છે. તેઓએ આ વાત માટે પણ જાણીવામાં આવે છે કે સફળતાની ટોચ પર પહોંચ્યા બાદ પણ તેઓએ પોતાનું ધૈર્ય ન ગુમાવ્યું હંમેશા શાંત જ દેખાયા. પરદા પર ધોની બનવા માટે સુશાંત સિંહ રાજપૂતે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે પાસે એક વર્ષ સુધી ટ્રેનિંગ લીધી. કિરણે તેઓને શીખવાડ્યું કે એક વિકેટકીપર કેવી રીતે વિચારે છે અને તેની મૂવમેન્ટ કેવી હોય છે.

કેવી રીતે પોતાને ફિટ રાખે છે અને કેવી બોલીંગની સાથે સમન્વય બનાવે છે. એકદમ ક્રિકેટરની જેમ જ તેઓએ સુશાંતને ટ્રેનિંગ આપી. એક વીડિયો એનાલિસ્ટે તેઓને ધોનીના દરેક શોટની ઝીણવટ સમજાવી જેશે ક્યા બોલને કેવી રીતે રમવાનો છે તે સુશાંતને સમજાવી શકાય.

આગળ વધીને શોટ લગાવવાથી લઇને કેવી રીતે બેટ પકડવું છે. આ બધુ વીડિયો એનાલિસ્ટની મદદથી સુશાંતે આ રોલને નિભાવવા માટે સમજ્યું. સુશાંતને ધોનીના ફેમસ હેલિકોપ્ટર શોટને છ ફ્રેમમાં દેખાડવામાં આવ્યો. પછી બોલિંગ મશીનની મદદથી સુશાંતને બોલ ફેંક્વામાં આવ્યા. સુશાંત એક દિવસમાં ત્રણસોથી વધુ વખત હેલિકોપ્ટર શોટની પ્રેક્ટિસ કરતાં હતા જેશી સ્ક્રિન પર તેનો શોટ બનાવટી ન લાગે.

ધોની બનવાની એક વર્ષની ટ્રેનિંગ દરમિયાન સુશાંત ત્રણ વખત ધોનીને મળ્યા હતા. પ્રથમ મુલાકાતમાં સુશાંતે ધોનીના મોઢેથી તેની સફળતાની કહાની સાંભળી. બીજી મુલાકાતમાં સુશાંતની પાસે ધોનીને પુછવા અનેક સવાલ હતા. જ્યારે ધોનીએ સુશાંતને કહ્યું કે, તું સવાલ ઘણા પુછે છે તો સુશાંતનો જવાબ હતો કે, ફેન્સ તમને મારામાં શોધશે આથી મારે તમને સમજવા જરૂરી છે.

ક્રિકેટની દુનિયામાં ધોનીને પોતાની ફિટનેસ માટે ઓળખવામાં આવે છે આથી સુશાંતને એવા ક્રિકેટરની ભુમિકા નિભાવવા માટે કઠોર મહેનત કરવી પડી હતી. પહેલા ચરણમાં તેઓએ સારીરિક ક્ષમતાનું પરીક્ષણ કર્યું. આ ચરણમાં તેઓને વ્યાયામ, બોક્સિંગ, ટ્રેકિંગ જેવી વીસ શારીરિક ગતિવિધિ કરવી પડી. બીજા ચરણમાં સુશાંતને બેલેટ ડાંસિંગની ટ્રેનિંગ લેવી પડી. ત્રીજા ચરણમાં સુશાંતને જીમમાં મશીનની મદદથી પરસેવો પાડવો પડ્યો. આ સિવાય સાયકલિંગ અને ફૂટબોલ પણ રમવું પડ્યું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page