Only Gujarat

Sports TOP STORIES

MS ધોની માટે આ નંબર રહ્યો લક્કી? ક્રિકેટની દુનિયામાં ધોની કેવી રીતે થયો ફેમસ?

રાંચીની શેરીઓમાંથી નીકળી એક યુવક જેણે પોતાના એક હેલિકોપ્ટર શોટથી સમગ્ર દુનિયાને પોતાની ફેન્સ બનાવી દીધી. તે મહેન્દ્ર સિંહ ધોની હવે ક્યારે બ્લૂ ટી-શર્ટમાં ક્રિકેટના મેદાન પર જોવા નહીં મળે. દેશ જ્યારે આઝાદીના દિવસની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે ધોનીએ ઇન્ટરનેશલ ક્રિકેટના બંધનોમાંથી પોતાને આઝાદ કરી દીધો. મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમ ઇન્ડિયાને દરેક ટાઇટલ જીતાડ્યું. જેને ક્રિકેટની દુનિયામાં સર્વશ્રેષ્ઠ કહેવામાં આવે છે. ધોનીના નામે અનેક એવા રેકોર્ડ પણ રહ્યાં જેઓએ માહીને અન્યથી અલગ કરી દીધા. ધોનીનો લકી નંબર 7 રહ્યો છે. એવામાં તેમના સાત ખાસ રેકોર્ડ પણ જાણવા જેવા છે.

1. 7માં નંબર પર બેટિંગ કરી બે સદી ફટકારી
કરિયરની શરૂઆતમાં ધોની ટોચના ક્રમે બેટિંગ કરતાં હતા પરંતુ જ્યારે કેપ્ટન બન્યા ત્યારબાદથી તેઓ નીચલા ક્રમમાં બેટિંગ કરવા લાગ્યા. 7માં નંબર પર બેટિંગ કરતી વખતે ધોનીના નામે સૌથી વધુ વન ડે સદી લગાવવાનો રેકોર્ડ છે. તેઓએ આ ક્રમે બે સદી ફટકારી છે. એક 2012માં પાકિસ્તાન વિરુદ્ધ અને બીજી એશિયા ઇલેવન તરફથી આફ્રિકા ઇલેવન વિરુદ્ધ.

2. સિક્સ ફટકારનાર ખેલાડી
મેદાન પર લાંબા લાંબા છક્કા મારવાની ક્ષમતા હંમેશા ધોનની શક્તિ રહી છે. ધોનીએ કુલ 359 છક્કા માર્યા છે. જેમાંથી 229 છક્કા તો વન ડેમાં જ ફટકાર્યા છે. ધોની વનડેમાં સૌથી વધુ છક્કા મારનારા ભારતીયોમાંથી એક છે. ઘણી એવી પણ તક આવી જ્યારે તેઓએ સિક્સ મારી મેચ ખતમ પણ કર્યા છે. 2011માં વર્લ્ડ કપ ફાઇનલની સિક્સ કોઇ ભૂલી શકે તેમ નથી.

3. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સ્ટંપિંગ
ધોની જેટલા ચતુર બેટ્સમેન છે વિકટની પાછળ પણ તેમની સ્ફૂર્તી પણ એટલી જ દેખાઇ છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ધોનીના નામે 195 સ્ટંપિંગનો રેકોર્ડ છે. તો કુલ શિકારની વાત કરીએ તો ધોનીએ કુલ 829 કેચ-સ્ટંપિંગ કર્યા છે.

4. વિકેટકીપર તરીકે એક ઇનિંગમાં સૌથી વધુ રન
એક વિકેટકીપર તરીકે એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ ધોનીના નામે છે. ધોની 2005માં જયપુરમાં શ્રીલંકા વિરુદ્ધ 183 રન બનાવ્યા હતા. આ ધોનીના વનડેમાં સર્વશ્રેષ્ઠ સ્કોર પણ હતો. આ સિવાય ટેસ્ટમાં તેઓએ એક ડબલ સેન્ચુરી પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ફટકારી.

5. તુફાની ખેલાડીના નામે માત્ર બે જ અર્ધશતક
ઝડપી બેટિંગ કરવા માટે ફેમશ થનારા ધોનીના નામે એક અનોખો રેકોર્ડ પણ છે. તેઓ કુલ 98 ટી-20 રમ્યા છે જેમાંથી 1617થી વધુ રન બનાવ્યા છે પરંતુ તેમાં ફિફ્ટી માત્ર બે જ છે. ટી-20 મેચમાં ઘણીવાર ધીમી બેટિંક માટે ધોનીની ઘણાવાર આલોચના પણ થઇ હતી.

6. ઇન્ટરનેશનલ ટી-20 મેચમાં સૌથી વધુ જીત
એક કેપ્ટન તરીકે મહેન્દ્ર સિંહ ધોનીના નામે અનેક રેકોર્ડ છે. જેમાંથી એક સૌથી વધુ ટી-20 જીતનો છે. ધોનીએ 72 ટી-20માં કેપ્ટનશિંપ કરી અને 41 મેચ જીત્યા. ભારતે વનડેમાંસૌથી વધુ મેચ ધોનની કેપ્ટનશિપમાં જ જીત્યા છે.

7. વિકેટકીપર હોવા છતા બોલિંગ કરવાનો રેકોર્ડ
આ રેકોર્ડ થોડોક અનોખો છે. વિકેટકીપર હોવા છતા ધોનીએ અત્યાર સુધીમાં 9 મેચમાં બોલિંગ કરી છે. આ પહેલા ભારત તરફથી સૈયદ કિરમાનીએ પણ ત્રણ વખત બોલિંગ કરી હતી.

આ સિવાય પણ એક કેપ્ટન તરીકે તમામ આઇસીસી ટ્રોફી જીતવી, ભારતને નંબર 1 ટીમ બનાવવી, અનેક મેચમાં ટીમને હારના મુહમાથી કાઢી જીત અપાવવી જેવા અનેક કારનામાં ધોનીના નામે છે. ભારતીય ક્રિકેટ ટીમના હાલના કેપ્ટન વિરાટ કોહલી હંમેશા કહેતા આવે છે કે ધોની મારા હંમેશા કેપ્ટન રહેશે. અલવીદા માહી…

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page