Only Gujarat

Sports

એક સમયે ‘જેઠાલાલ’ માત્ર 50 રૂપિયા કમાતા, આજે લાખો રૂપિયામાં આળોટે છે

મુંબઈઃ ફેમશ સિરિયલ ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ની ફેન ફોલોઇંગ વિશે દરેક લોકો પરિચિત છે. સિરિયલના કેરેક્ટર્સ પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. જેઠાલાલાનો રોલ પ્લે કરનારા દીલિપ જોષીને ફેન્સનો ખૂબ જ પ્રેમ મળે છે. દિલીપ જોષી સિરિયલની શરૂઆતથી જ છે. દિલીપ જોષીએ સલમાન ખાન સાથે પણ કામ કર્યું છે, પણ તેમને ઓળખ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’થી મળી. આજે દિલીપ જોષીનું નામ ખૂબ જ મોટું છે પણ એક સમય એવો હતો જ્યારે તેમની પાસે કામ નહોતું.

મુંબઈમાં જન્મઃ વાત જેઠાલાલ એટલે કે દિલીપ જોષીનો જન્મ 26 મે 1968ના રોજ મુંબઈમાં થયો હતો. દિલીપ જોષી મૂળ પોરબંદરના ગોસા ગામ તેમનું વતન થાય છે. તેમણે એન એમ કોલેજ ઓફ કોમર્સમાંથી બી કોમની ડિગ્રી લીધી હતી.

કોલેજ દરમિયાન બેવાર અવોર્ડ મળ્યોઃ કોલેજ દરમિયાન દિલીપ જોષીને આઈએનટી (ઈન્ડિયન નેશનલ થિયેટર)માં તેમને બેવાર બેસ્ટ એક્ટરનો અવોર્ડ આપવામાં આવ્યો હતો.

દિલીપ જોષીનો પરિવાર: દિલીપ જોષીના પરિવારમાં પત્ની, દીકરી નિયતી જોષી તથા દીકરો ઋત્વિક જોષી છે. દિલીપ જોષીની દીકરી પિતાની જેમ એક્ટિંગ ફીલ્ડમાં આવી નથી. દીકરો ભવિષ્યમાં એક્ટિંગ ફીલ્ડમાં આવશે કે નહીં, તે તો આગામી સમયમાં જ ખબર પડશે.

એક ઇન્ટરવ્યૂમાં દિલીપ જોષીએ તેમના સ્ટ્રગલના દિવસોની વાત કરી હતી. દિલીપ જોષીએ કહ્યું કે, ‘મેં બેકસ્ટેજ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. કોઈ પણ મને રોલ આપવા માટે તૈયાર નહોતું. મને પ્રતિ રોલ 50 રૂપિયા મળતાં હતાં, પણ થિએટર કરવાનું જુનૂન હતું.’

‘જો બેકસ્ટેજ રોલ પણ હતો એની પણ મેં ચિંતા કરી નહીં. હું થિએટર સાથે રહેવા માગતો હતો. જનતાનું લાઇવ રિએક્શન અમૂલ્ય છે. તમારા જોક્સ પર એક સાથે 800-1000 લોકોની તાળી અને હસવું અનમોલ હોય છે.’

ઉલ્લેખનીય છે કે, દિલીપ જોષીએ વર્ષ 1989માં આવેલી સલમાન ખાનની ડેબ્યુ ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’થી પોતાની એક્ટિંગ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં તે એક નોકરના રોલમાં જોવા મળ્યાં હતાં. જેનું નામ રામૂ હતું.

દિલીપ જોષીએ થોડાં વર્ષ પછી ફરી સલમાન ખાન સાથે ફિલ્મમાં કામ કર્યું. આ ફિલ્મ રાજશ્રી પ્રોડક્શનની સુપરહિટ ફિલ્મ ‘હમ આપકે હૈ કોન’ હતી. વર્ષ 1994માં આવેલી ફિલ્મ ‘હમ આપકે હૈ કોન’માં દિલીપ જોષીએ ભોલા પ્રસાદનો રોલ પ્લે કર્યો હતો.

ટીવી જ નહીં, ફિલ્મ્સમાં પણ કર્યું છે કામઃ

આજે લોકો દિલીપ જોશીને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ તરીકે ઓળખે છે પણ તેમણે ‘મૈને પ્યાર કિયા'(1989),’ હમ આપકે હૈ કૌન'(1998),’ ફિરભી દિલ હૈ હિન્દુસ્તાની ‘(2000) ,’હમરાઝ'(2002) અને ‘ફિરાક'(2002) જેવી લગભગ 10 ફિલ્મ્સમાં કામ કરી ચુક્યા છે.

મહત્વપૂર્ણ ટીવી સીરિયલ્સઃ

ગલતનામા(1994), ‘દાલ મેં કાલા'(1998), ‘હમ સબ એક હૈ'(1998-2001), ‘હમ સબ બારાતી’ (2004), ‘FIR (2008) અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'(2008- ચાલુ).

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page