Only Gujarat

Sports TOP STORIES

સાનિયા મિર્ઝાએ ચાર મહિનામાં જ 26 કિલો વજન ઉતાર્યું, તસવીર જોઈને લોકો ચોંકી ગયા

મુંબઈ: માતા બન્યા બાદ ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા ફરી એકવાર ચર્ચામાં આવ્યાં છે. સાનિયા મિર્ઝાએ હાલમાં જ એક તસવીરો શેર કરી છે. જે જોતાં એવું લાગે છે કે તે બહુ જલ્દી કોર્ટમાં પરત ફરશે. ચાર મહિના પહેલા તેણે નક્કી કરી દીધું હતું કે, તે ફરી એકવાર કોર્ટમાં પરત ફરશે. આ બોડી છતાં પણ સાનિયા મિર્ઝા કોર્ટમાં ફરત ફરજે દરેક લોકો માટે ચર્ચાનો વિષય તો બને છે. પરંતુ હાલમા જ સાનિયાએ એક તસવીર પોસ્ટ કરી હતી તે જોતાં એવું લાગે છે કે સાનિયાએ ઘણું શરીર ઉતારી દીધું છે. માતા બન્યા બાદ વધી ગયેલું વજન તેણે ઉતારી દીધું છે. (Image Source)

સાનિયા મિર્ઝાએ પોતાના પ્રથમ બાળકને જન્મ આપ્યો ત્યાર બાદ સાનિયાનું વજન બહુ જ વધી ગયું હતું. તેનું અંદાજે વજન 90 કિલો સુધી પહોંચી ગયું હતું પરંતુ ત્યાર બાદ તેણે ફિટનેસ મેળવવા માટે બહુ જ મહેનત કરી હતી અને હાલમાં તેણે 26 કિલો વજન ઉતારી દીધું છે. એટલે હાલ સાનિયાનું વજન અંદાજે વજન 63 કિલો છે. (Image Source)

સોમવારે સાનિયાએ પોતાના ચાહકો બે ખાસ તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યાં હતાં. એક તસવીર નવી અને એક તસવીર જૂની. પહેલી તસવીર તે છે જ્યારે સાનિયા માતા બન્યા પછીની છે અને બીજી તસવીર વજન ઉતાર્યું છે તે છે. સોમવારે સાનિયા તસવીર પોસ્ટ કરી છે. (Image Source)

નવી તસવીરમાં તે એટલી ફિટ જોવા મળે છે કે, આટલું ફિટનેસ તો ટેનિસ રમતી હતી ત્યારે જોવા મળતું હતું. જોકે સાનિયાએ એક્સરસાઈઝ કરીને પોતાની ફિટનેસ ફરી એકવાર પહેલા જેવી બનાવી દીધી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી બંને તસવીરો દ્વારા સાનિયાએ પોતાના ફેન્સને ફિટનેસ પ્રત્યે પ્રેરીત પણ કર્યાં છે. (Image Source)

સાનિયાએ તસવીર શેર કરીતાની સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, જો હું આ કરી શકું છું તો કોઈ પણ વ્યક્તિ તમે તે કરી શકે છે. આ તસવીરો સાથે સાનિયાએ કેપ્શનની શરૂઆત 89 કિલો વિ. 63 કિલો લખીને કરી છે.

સાનિયાએ વધુમાં લખ્યું છે કે, આપણાં બધાં પાસે ગોલ હોવો જોઈએ. જેમાં ટૂંકા ગાળાના અને લાંબા ગાળાનો ગોલ હોય છે. તે માટે પ્રત્યેકને ગર્વ છે. મને ગોલ મેળવવા ચાર મહિના લાગ્યા છે. હું માતા બન્યા બાદ ફરીથી સ્વસ્થ અને ફિટ થવા ઈચ્છતી હતી. (Image Source)

સાનિયાએ કહ્યું હતું કે, મને લાગી રહ્યું છે કે કમબેક કરતાં અને ફિટનેસ મેળવતા મને લાંબો સમય લાગ્યો છે. તમારા સપનાઓને જીવો. લોકો તમને કહેશે કે તારાથી આ નહીં થાય પરંતુ તેનો કોઈ મતલબ નથી. જો હું આ કરી શકું છું તો કોઈ પણ તેને કરી શકે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page