Only Gujarat

Gujarat TOP STORIES

આ કાઠિયાવાડી યુવતીના હાથની બનેલી ચા પીશો તો ચુસકી જ મારતાં રહેશો!!!

રાજકોટ: આજના જમાનામાં છોકરી જાતે મહેનત કરીને કમાણી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે આવો જ કિસ્સો સૌરાષ્ટ્રના રાજકોટમાં જોવા મળ્યો હતો. રાજકોટની રૂકસાના હુસૈન ‘ધ ચાયવાલી’ નામથી ચાની કિટલી ખોલી છે. નોંધનીય છે કે, રૂકસાનાએ 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ તેણે સબરજિસ્ટા ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે જોબ શરૂ કરી હતી જોકે તેણે અચાનક નોકરી છોડી દીધી હતી ત્યાર બાદ ચાની કિટલી શરૂ કરી હતી. રૂકસાના જે ચા બનાવી રહી છે તેની ખાસિયત બીજા બધા ચા વાળા કરતાં અલગ છે. રૂકસાના તંદુરી ચા બનાવે છે અને હાલ 1000 રૂપિયાનું રોજનું કાઉન્ટર છે.

રુક્સાના સબ રજિસ્ટાર ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે જોબ કરતી હતી ત્યારે ત્યારે તેને માત્ર 4 હજાર રૂપિયા પગાર મળતો હતો. આ પગારમાં રુક્સાનાને ઘર ખર્ચ કાઢવો મુશ્કેલ હતો. ત્યારે હાલ ચાની કીટલી શરૂ કરીને રોજ 1 હજાર રૂપિયાનું કાઉન્ટર થાય છે. ચાની કીટલીમાં રુક્સાના રોજ 500 રૂપિયાનો ચોખ્ખો નફો કરી રહી છે. જેના કારણે રૂકસાના હાલ દર મહિને 15 હજાર કમાણી કરતી થઈ ગઈ છે.

રુક્સાનાએ એક ખાનગી ન્યુઝપેપર સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, ધોરણ 12 પાસ કર્યાં બાદ સબ-રજિસ્ટાર ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી શરૂ કરી હતી. જોકે ખૂબ નાની ઉંમરથી જ ઘરમાં ચા બનાવતી હતી અને મારી ચા પીનારા તમામ લોકો મારાં ભરપૂર વખાણ કરતા હતાં એટલે મનમાં એક સારી ચાની કિટલી ખોલવાનો વિચાર આવ્યો અને ચાની રેસ્ટોરન્ટ શરૂ કરવી હતી પરંતુ ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી આ શક્ય બને એમ નહતું જેના કારણે મારા હાલ રસ્તા પર કેબિન શરૂ કરવી પડી હતી.

મારા ચાની કિટલી શરૂ કરવાનો વિચાર ઘરના પરિવારજનો કહ્યો હતો તો પરિવારમાં જાણે ભૂંકપ આવ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો અને એવું કહેતા હતા કે છોકરીને લારીએ થોડુ બેસાય? તેમાં પણ ચાની લારી પર, કેવા-કેવા લોકો આવે તે ખબર પડે છે? જેવા અનેક સવાલો ઊઠ્યા હતા પરંતુ મારે ગમે તેમ કરીને મારં સ્વપ્ન સાકાર કરવું હતું જેને લઈને પરિવારજનોનો વિરોધ છતાં પણ મેં ચાની લારીની શરૂઆત કરી દીધી અને થોડા જ દિવસોમાં અણધારી સફળતા મેળવી હતી ત્યાર બાદ પરિવારજનો પણ મારા આ નિર્ણયની પ્રશંસા કરવા લાગ્યા હતાં તેવું રૂકસાનાએ જણાવ્યું હતું.

ચાયવાલી રુક્સાનાની ચા બનાવવાની ટિપ્સ વિશે વાત કરીએ તો રૂકસાના પોતાના સિક્રેટ મસાલા સાથેની ચા બનાવીને તૈયાર રાખે છે. જ્યારે કોઈ ગ્રાહક આવે ત્યારે કુલડીમાં એટલે માટીનું કોડિયુમાં ગરમ કરે છે. ત્યાર બાદ આ ગરમાગરમ કોડિયું એક પિત્તળના વાસણમાં મૂકવામાં આવે છે અને તેમાં ચા નાખતાં જ ઊભરાયને પિત્તળના વાસણમાં પડવા લાગે છે. આ પ્રક્રિયાને કારણે ચામાં માટીનો સ્વાદ અદભુત રીતે ભળી જાય છે જેને લઈ ચાનો સ્વાદ ટેસ્ટી બની જાય છે.

રાજકોટમાં મળી રહેલી આ તંદુરી ચા એક સ્મોકી ફ્લેવર આપે છે. સૌપ્રથમ ભઠ્ઠામાં માટીના કોડિયાં ગરમ કરવામાં આવે છે. ત્યાર બાદ ચાને ઉકાળીને એ કોડિયામાં નાખ્યા બાદ કસ્ટમરને આપવામાં આવે છે. આથી તેમાં સ્મોકી ફ્લેવર આવે છે.

રુક્સાનાએ બે વર્ષ પહેલાં દશેરાના શુભ દિવસથી જ હેમુ ગઢવી હોલ પાસે પોતાની નાનકડી ચાની કેબિન શરૂ કરી હતી અને માત્ર થોડા જ દિવસોમાં ચાયવાલી રુક્સાનાની ચાનો સ્વાદ માણવા લોકો દૂર-દૂરથી અહીં આવવા લાગ્યા હતાં. એટલું જ નહીં આ અદ્ભુત ચાનો સ્વાદ માણી ગ્રાહકો જ સોશિયલ મીડિયામાં ચાયવાલીની જાહેરાત પણ કરતા થયા છે. માટીની કુલડી અને પિત્તળનાં થોડાં વાસણો તેમજ પોતાના સિક્રેટ મસાલાની મદદથી રુક્સાના ચામાં એવો તો સ્વાદ લાવે છે કે ધીમે-ધીમે તેની ચા લોકોની દાઢે વળગવા લાગી છે.

રૂકસાનાએ ચાનો બિઝનેસ 2018માં શરૂ કર્યો છે. બિઝનેસ શરૂ કર્યો ત્યારે પરિવારનો કોઈ જ સપોર્ટ મળ્યો નહતો. પરિવારજનો મને આ બિઝનેસ કરવાની ચોખ્ખી ના જ પાડતાં હતાં. હું પહેલાં જોબ કરતી હતી એટલે મને ના પાડતા હતા પરંતુ ધીમે ધીમે પરિવારને મારું કામ ગમવા લાગ્યું અને થોડા દિવસોમાં તેઓ રાજી થઈ ગયા હતાં. લોકડાઉન પછી તો ભારે ભીડ થવા લાગી છે. રોજ એક હજાર જેવું કાઉન્ટર થાય છે. રુક્સાનાને પહેલેથી જ ચાની કીટલી ખોલવાનો શોખ હતો.

You cannot copy content of this page