Only Gujarat

International TOP STORIES

કોરોના કાળ બાદ હવે વિશ્વ યુદ્ધ ત્રણ થશે? ખોબા જેવડા દેશે ચીનનું નાક કાપ્યું!

તાઈપેઈઃ કોરોના કાળમાં દુનિયાના અનેક દેશોની સામે વિસ્તાર વાદી નીતિ અપનાવીને ચીને વિવાદ ઉભો કર્યો છે. ચીનનો આ સમયે ભારત સિવાય સૌથી મોટો વિવાદ તાઈવાન સાથે થઈ રહ્યો છે. એવામાં એક મોટા સમાચાર સામે આવ્યા કે તાઈવાને ચીનના એક ફાઈટર જેટને તોડી પાડ્યું છે.

જો કે ચીને આ વાતનો ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેનું એક પણ ફાઈટર જેટ તોડવામાં આવ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તાઈવાનની સીમામાં ઘુસ્યા બાદ ચીનના સુખોઈ 35 વિમાનને તોડી પાડવામાં આવ્યું છે. વિમાનમાં આગ લાગતી જોવા મળી રહી છે અને કેટલીક દૂર એક ઘાયલ પાયલટ પણ છે, જેની પાસે કેટલાક લોકો ઉભા છે.

સોશિયલ મીડિયા પર એવી પણ જાણકારી આપવામાં આવી છે કે, ચીને એ વાતથી સાફ ઈન્કાર કર્યો છે કે તાઈવાને તેનું કોઈ વિમાન તોડી પાડ્યું છે. ચીનનું કહેવું છે કે વિમાન ટેક્નિકલ ખામીના કારણે ક્રેશ થયું છે. જો કે અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે તાઈવાને THAAD મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરીને વિમાનને તોડી પાડ્યું છે.

જાણકારોનું કહેવું છે કે, જો આ વાત સાચી છે તો ચીન અને તાઈવાન વચ્ચેની સ્થિતિ આગામી દિવસોમાં વધારે ખરાબ થઈ શકે છે. કારણ કે બેઈજિંગ સ્પષ્ટ કહી ચુક્યું છે કે તાઈવાન તેનો ભાગ છે અને તેને પામવા માટે બળપ્રયોગ કરવાથી પણ નહીં ખચકાય. જ્યારે તાઈવાન પોતાને એક અલગ રાષ્ટ્ર જાહેર કરી ચુક્યું છે. તેણે પોતાના પાસપોર્ટથી રિપબ્લિક ઑફ ચાઈના પણ હટાવી દીધું છે.

તાઈવાનને આ તાકાત અમેરિકાએ કરેલા સમર્થન બાદ મળી છે. જ્યારથી ચીને આખી દુનિયામાં કોરોના ફેલાવ્યો છે, ત્યારથી ટ્રમ્પે તેની સામે મોરચો ખોલ્યો છે. એટલું જ નહીં ચીન દક્ષિણ ચીન સાગર પર પણ પોતાનો કબજો હોવાનો દાવો કરે છે, જેની સામે પણ યૂએસે વાંધો ઉઠાવ્યો છે. યૂએસે સાફ કહ્યું છે કે જો ચીન કોઈ પણ દેશ સામે કાર્યવાહી કરશે તો તે તેનો જવાબ આપશે.

You cannot copy content of this page