Only Gujarat

Sports

પોતાના પુત્ર અને પત્ની નતાશા સાથે હાર્દિક પંડ્યા આ રીતે કરે છે ટાઈમ સ્પેન્ડ

ગુજરાતી ક્રિકેકટ હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 સીરીઝ રમીને ઘરે પરત ફર્યો હતો. આ સીરિઝમાં હાર્દિક પંડ્યાની મહત્વની ભૂમિકા રહી હતી. ત્યારે આજકાલ હાર્દિક પંડ્યા પોતાના પુત્ર અગસ્ત્યને રમાડવામાં વ્યસ્ત છે. હાર્દિ પંડ્યા પોતાના પુત્રને 4 મહિના બાદ મળ્યો હતો ત્યારે તે બહુ જ ઈમોશનલ જોવા મળ્યો હતો. હાર્દિકે પોતાના સોશિયલ મીડિયા પેજ પર પોતાના પુત્રને એક તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરો ચાહકોને બહુ જ પસંદ આવી હતી.


ઓસ્ટ્રેલિયા સામે ટી20 સીરિઝ રમ્યા બાદ હાર્દિક પંડ્યા ઘરે પરત ફર્યો છે ત્યારે હાલ હાર્દિક પોતાની પત્ની નતાશા સાથે સમય વિતાવી રહ્યો છે. હાર્દિક પંડ્યા પોતાની પત્ની સાથે હોટલમાં ડિનર માટે પહોંચ્યો હતો જેની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે જે લોકોને બહુ જ ગમી હતી અને ચાહકો લાઈક અને કમેન્ટ્સ કરી રહ્યાં છે.


પોતાના પુત્રને 4 મહિના બાદ મળ્યાં બાદ હાર્દિક ખૂબ જ ઈમોશનલ જોવા મળ્યો હતો. હાર્દિકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પુત્ર અગત્સ્ય સાથેની એક તસવીર શેર કરી હતી. હવે હાર્દિક પોતાના પુત્ર અગસ્ત્ય અને પોતાની પત્ની નતાશા સાથે સમય વિતાવી રહ્યો છે. આ દરમિયાન નતાશા અને હાર્દિકની ડિનર ડેટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.


તાજેતરમાં નતાશા સ્ટેનકોવિકે પોતાના સોશિયલ મીડિયા પેજ પર ઘણી તસવીરો પોસ્ટ કરી હતી. જેમાં પતિ હાર્દિક અને તે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતાં જોવા મળ્યા હતાં. નતાશાએ હાર્દિકના ફોટોને પોતાની સ્ટોરી પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે, ‘માય ડિનર ડેટ’. નતાશાની આ પોસ્ટને હાર્દિકે પણ પોતાની સ્ટોરી પર શેર કરી હતી.


નોંધનીય છે કે, અગસ્ત્યના જન્મના એક મહિના બાદ જ હાર્દિક પંડ્યા આઈપીએલ રમવા માટે દુબઈ જતો રહ્યો હતો. જ્યાં પાંચમી વાર જીતનાર મુંબઈ ઈન્ડીયન્સ ટીમનો ભાગ રહ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચ રમનાર ભારતીય ટીમમાં સામેલ હતો.

You cannot copy content of this page