Only Gujarat

Bollywood

જ્હોન અબ્રાહમ છે વિશ્વાસઘાતી, એક જ સમયે બબ્બે છોકરીને ફેરવતો!

મુંબઈઃ જૉન અબ્રાહમ 48 વર્ષનો થઈ ગયો છે. 17 ડિસેમ્બર, 1972માં કોચ્ચિમાં જન્મેલા જૉને પોતાના કરિયરની શરૂઆત મોડેલિંગથી કરી હતી. જોકે, પછી તે મોડેલિંગથી ફિલ્મોમાં આવી ગયા અને તેમની પહેલી ફિલ્મ 2003માં આવેલી ફિલ્મ ‘જિસ્મ’ છે. જેમાં તેમને બિપાશા બસુ સાથે કામ કર્યું હતું. બિપાશા બસુ સાથે ફિલ્મ કર્યાં પછી બંને વચ્ચે અફેર શરૂ થયું હતું જે લગભગ 9 વર્ષ સુધી બંને લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યાં હતાં. જોકે, જૉન અબ્રાહમે બિપાશાને પ્રેમમાં દગો દિધો. જેને લીધે તેમનો સંબંધ ટૂટી ગયો. એક ભૂલને લીધે જૉનની ખબર પડી ગઈ હતી.

2014માં ન્યૂ યરના અવસરે જૉન અબ્રાહમે ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં તેમણે ન્યૂ યરમાં પોતાના ફેન્સને વિશ કરતાં લખ્યું કે, ‘આ વર્ષે તમારા દરેકના જીવનમાં પ્રેમ અને ખૂબ જ ખુશી આવે. લવ જૉન પ્રિયા અબ્રાહમ.’ ખરેખર આ ટ્વીટ જૉને ભૂલથી કરી દીધું હતું અને તેમાં તેમણે તેમની એનઆરઆઈ ગર્લફ્રેન્ડ પ્રિયા રુંચાલનું નામ લખ્યું હતું.

જૉનના આ ટ્વીટને વાંચ્યા પછી બિપાશાને જાણ થઈ ગઈ કે જૉન તેમની સાથે પ્રિય રુંચાલને પણ ડેટ કરી રહ્યો છે. તેમને અહેસાસ થયો કે જૉન તેમને દગો દઈ રહ્યો છે. આ પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

એક ઇન્ટરવ્યૂમાં બિપાશા બસુએ કહ્યું હતું, ‘મારે આ આઘાતમાંથી નીળકવામાં ઘણાં મહિના થયાં હતાં. મારા માટે વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે મારો અને જૉનનો સંબંધ ટૂટી ગયો છે.’

બિપાશાએ કહ્યું હતું, ‘જૉનને લીધે મેં લોકોને મળવાનું બંધ કરી દીધું હતું. હું મારો સમય માત્ર જૉનને આપતી હતી. ફિલ્મો કરવાની પણ બંધ કરી દીધી હતી.’

‘પછી હું જૉન અબ્રાહમે 3, જાન્યુઆરી, 2014માં એનઆરઆઈ ફાઇનેન્શિયલ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર પ્રિયા રુંચાલ સાથે છુપી રીતે લૉસ એન્જલસમાં લગ્ન કરી લીધા હતાં.’

ઉલ્લેખનીય છે કે, પ્રિયા રુંચાલ સાથે જૉ અબ્રાહમની મુલાકાત જિમમાં એક કૉમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી અને જિમમાં બિપાશા અને જૉન સાથે વર્કઆઉટ કરતાં હતાં. બિપાશાને બંનેના અફેરની જાણ પણ નહોતી.

તો બિપાશા બસુ પણ જૉન અબ્રાહમના લગ્નના બે વર્ષ પછી 30 એપ્રિલ, 2016માં એક્ટર કરણસિંહ ગ્રોવર સાથે લગ્ન કરી લીધા હતાં. કરણની સાથે બિપાશાને ફિલ્મ અલોનમાં કામ કર્યું હતું.

જૉ અબ્રાહમે ‘સાયા‘, ‘પાપ’, ‘ધૂમ’, ‘એલાન’, ‘કાલ’, ‘ગરમ મસાલા’, ‘જિંદા’, ‘દોસ્તાના’, ‘ન્યૂયોર્ક’, ‘ફોર્સ’, ‘દેશી બોય્સ’, ‘હાઉસફુલ 2’, ‘મદ્રાસ કેફે’, ‘સત્યમેવ જયતે’, ‘બાટલા હાઉસ’, ‘પાગલપંતી’ સહિતની ફિલ્મોમાં કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, તેમની અપકમિંગ ફિલ્મ ‘મુંબઈ સાગા’, ‘અટેક’ અને ‘સત્યમેવ જયતે 2’ છે.

You cannot copy content of this page