શાહુરખ-સૈફ અલી ખાનના સંતાનો કેટલું ભણેલા છે? કઈ ડિગ્રી છે તેમની પાસે?

બોલિવૂડ સ્ટાર્સના બાળકો અંગે સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થાય છે. સ્ટાર્સના ફેન્સ તેમના કિડ્સ વિશે પણ વધુમાં વધુ જાણવા માગે છે. તેમની લાઇફસ્ટાઇલથી એજ્યુકેશન સુધીની વાત ફેન્સને જાણવી હોય છે. તો અમે તમને જણાવીએ કે, તમારા ફેવરિટ બોલિવૂડ સ્ટાર્સના બાળકો ક્યાં સ્ટડી કરી રહ્યા છે અને તેમની પાસે કઈ ડિગ્રી છે.

આર્યન ખાન
શાહરૂખ ખાનના મોટા દીકરા આર્યન ખાન એક્ટર નહીં પણ ફિલ્મ મેકિંગમાં જવા માગે છે. તેમણે લંડનની સેવન ઓક્સ સ્કૂલથી ગ્રેજ્યુએશન કર્યું છે. તે યુનિવર્સિટી ઓફ સાઉથર્ન કેલિફોર્નિયાની ફિલ્મ મેકિંગનો કોર્સ કરી રહ્યા છે.

સુહાના ખાન
શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને ગ્રેજ્યુએશન લંડનની આર્ડિગલી કોલેજથી કર્યું છે. તે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણી છે.

નાયસા દેવગન
અજય દેવગન અને કાજોલની દીકરી નાયસા સિંગાપુરમાં સ્ટડી કરે છે. તે અહીં યુનાઇટેડ વર્લ્ડ કોલેજથી ગ્રેજ્યુએશન કરી રહી છે. ગત લોકડાઉનમાં કાજોલ તેમની પાસે રહેવા માટે સિંગાપુર ગઈ હતી.

નવ્યા નવેલી નંદા
અમિતાભ બચ્ચનની ભાણી નવ્યા નવેલી પણ લંડનની સેવન ઓક્સ સ્કૂલથી ગ્રેજ્યુએશન કરી રહી છે. હવે તે હાયર એજ્યુકેશન માટે ન્યૂયોર્કના ફોર્ડહમ યુનિવર્સિટીમાં સ્ટડી કરી રહી છે.

ઇબ્રાહિમ અલી ખાન
સૈફ અલી ખાનના દીકરા ઇબ્રાહિમ અલી ખાને પણ સુહાનાની જેમ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલથી સ્કૂલિંગ કર્યું છે. તેમણે ગ્રેજ્યુએશન કોલંબિયા યુનિવર્સિટીથી કર્યું છે. હવે તે લંડનમાં હાયર એજ્યુકેશન લઈ રહ્યો છે.

આલિયા કશ્યપ
ફિલ્મમેકર અનુરાગ કશ્યપની દીકરી આલિયા કશ્યપ પોતાનું ગ્રેજ્યુએશન કેલિફોર્નિયાની ચેમ્પિયન યુનિવર્સિટીથી કરી રહી છે.

અહાન શેટ્ટી
સુનીલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટી અમેરિકાની યૂનાઈટેડ સ્ટેટસ યુનિવર્સિટીથી ફિલ્મ મેકિંગ અને એક્ટિંગનો કોર્સ કરી રહ્યો છે. તેમનું બોલિવૂડમાં ડેબ્યુ પણ થવાનું છે.

અલાવિયા જાફરી
એક્ટર જાવેદ જાફરીની દીકરી અલાવિયા જાફરી ન્યૂયોર્કના ફેશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીથી ગ્રેજ્યુએશન કરી રહી છે.

સારા અલી ખાન
સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન હવે ફિલ્મોમાં વ્યસ્ત થઈ ગઈ છે. જોકે, સારાએ પોતાનું ગ્રેજ્યુએશન કોલંબિયા યુનિવર્સિટીથી કર્યું છે.

જાહ્નવી કપૂર
બોની કપૂરની મોટી દીકરી જાહ્નવી કપૂર પણ ફિલ્મોમાં કાર્યરત છે. તેમણે ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલથી સ્ટડી કરી છે અને અમેરિકાના એક ઇન્સ્ટિટ્યૂટથી એક્ટિંગનો કોર્સ કર્યો છે.

You cannot copy content of this page