Only Gujarat

Bollywood

કાજોલનો ‘દિયર’ હવે લાગે છે કંઈક આવો, હવે જીવે છે ગુમનામી ભર્યું જીવન

મુંબઈઃ શાહરૂખ ખાન, કાજોલ, રિતિક રોશન, કરિના કપૂર, અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન સ્ટારર ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ને રિલિઝ થયે 19 વર્ષ થઈ ગયાં છે. કરણ જોહરના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ 14 ડિસેમ્બર, 2001માં રિલિઝ થઈ ગહતી. ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. ‘કભી ખુશી કભી ગમ’, ‘કુછ કુછ હોતા હૈ’ પછી કરણ જોહરના ડિરેક્શનમાં બનનારી બીજી ફિલ્મ હતી. આ ફિલ્મ 2001માં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી. આ ફિલ્મમાં એક ચાઇલ્ડ આર્ટિસ્ટે રિતિક રોશનના બાળપણનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં લડ્ડૂનો રોલ પ્લે કરનારા કાવિશ મજૂમદાર અત્યારે ગુમનામ જિંદગી જીવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં તે કાજોલનો દિયર બન્યો હતો.

2001માં આવેલી ‘કભી ખુશી કભી ગમે’ પોતાના નામે ઘણાં રેકોર્ડ કર્યાં હતાં. ફિલ્મને દર્શકોએ ખૂબ જ વખાણી હતી. એટલું જ નહીં ફિલ્મમાં ઘણાં ચાઇલ્ડ આર્ટિસ્ટ પણ જોવા મળ્યાં હતાં. આજે અમે તમને રિતિક રોશનના બાળપણનો રોલ પ્લે કરનાના લડ્ડૂ વિશે જણાવી રહ્યાં છીએ.

ફિલ્મમાં રોહન (લડ્ડૂ)નો રોલ પ્લે કરનારા ગોલૂ મોલૂ જેવો ચાઇલ્ડ આર્ટિસ્ટ હવે બિલકુલ બદલાઈ ગયો છે. આ રોલ પ્લે કરનારા એક્ટરનું નામ કવિશ મજૂમદાર છે.

આખી ફિલ્મમાં શાહરૂખ ખાન તેમની મજાક ઉડાવતો જોવા મળે છે. ફિલ્મમાં લડ્ડૂ અને કરીના કપૂરનો બાળપણ રોલ પ્લે કરનારી પૂજા વચ્ચે મીઠી મસ્તી દરેક દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી હતી.

શું તમે જાણો છો ઘણાં લોકોને વર્ષો સુધી એવું લાગતું હતું કે, લડ્ડૂનો રોલ તનમય ભટ્ટે પ્લે કર્યો હતો. બંનેના લુકને ઘણાં કમ્પેયર કરવામાં આવે છે. ઘણાં વર્ષ પછી આ કન્ફ્યૂઝન દૂર કરવામાં આવ્યું હતું.

કવિશને જોયા પછી દરેક લોકોને લાગતું હતું કે, આવનારા સમયમાં તે ઘણી ફિલ્મોમાં જોવા મળશે, પણ ઘણાં વર્ષોથી તે ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ છે.

ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે તેમને બીજી કોઈ ફિલ્મમાં કામ કર્યું નથી. કેટલાક વર્ષ પહેલાં કવિશ વરુણ ધવનની ફિલ્મ ‘મૈં તેરા હીરો’માં જોવા મળ્યો હતો. આ ઉપરાંત તે રિતેશ દેશમુખ સાથે ફિલ્મ ‘બેંકચોર’માં પણ જોવા મળ્યો હતો.

ઇમરાન ખાન અને શ્રુતિ હસનની ફિલ્મ ‘લક’માં પણ સોહમ શાહ સાથે કવિશે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ‘ગોરી તેરે પ્યાર’ની સાથે પણ કવિશ જોડાયેલો હતો.

આટલાં વર્ષોમાં કવિશના લુકમાં ઘણો બદલાવ આવી ગયો છે. કવિશ હવે હેન્ડસમ દેખાય છે. અને દરેક માટે ફિટનેસનું ઉદાહરણ પણ રજૂ કરે છે. જોકે, અત્યારે તે શું કરે છે તેની માહિતી નથી.

You cannot copy content of this page