Only Gujarat

Bollywood FEATURED

નવા ટપુનું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરવુ હતું સપનું, કેવી રીતે થયું પૂરું?

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના નવા એપિસોડ આજકાલ ટેલિકાસ્ટ થતા નથી. ઉલ્લેખનિય છે, લોકડાઉનના કારણે બધા જ શોનું શૂટિંગ બંધ છે. ટીવી પર શોઝના જૂના એપિસોડ બતાવવામાં આવે છે. શો જ્યારથી શરૂ થયો ત્યારથી ઘણા કલાકારો તેનાથી ફેમસ થયા છે. જેઠાલાલ, દયાબેન સિવાય કેરેક્ટર બહાર કોઇ ફેમસ થયું હોય તો તે છે ટપુ. મોટા ટપુનો રોલ આજકાલ રાજ નિભાવી રહ્યો છે. શોનું ટેલિકાસ્ટ ભલે અત્યારે બંધ હોય પરંતુ તેમણે યાદો શેર કરી છે.

રાજે જણાવ્યું છે, જ્યારે ઘરવાળાંએ પહેલી વાર તેને ટીવી પર જોયો ત્યારે તેમનું રિએક્શન કેવું હતું. ટેલીચક્કર સાથેની વાતચીત દરમિયાન રાજે કહ્યું, “મારી માં પહેલાંથી જ મને ઓન સ્ક્રીન ટીવી પર જોવા ઇચ્છતી હતી. તે મને ઘણાં ઓડિશન્સમાં લઈ જતી હતી. મારી જર્ની અહીંથી જ શરૂ થઈ હતી.”

રાજે કહ્યું, જ્યારે ઘરવાળાંએ મને પહેલીવાર ટીવી પર જોયો ત્યારે તેમની સૌની આંખમાં આંસુ હતાં. એકવાર મેં એમજ કહ્યું હતું કે, હું તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં કામ કરીશ. જ્યારે મારાં ઘરવાળાંએ મને પહેલીવાર ટીવી પર જોયો ત્યારે તેમની સૌની આંખમાં આંસુ હતાં. આ એક યાદગાર પળ હતી.

ઉલ્લેખનિય છે કે, તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં રાજ જેઠાલાલના દીકરાનો રોલ કરી રહ્યો છે. ટપુનો આ રોલ પહેલાં ભવ્ય ગાંધી કરી રહ્યો હતો. તે બાળપણથી મોટો થયો ત્યાં સુધી ટપુનો રોલ ભવ્ય ગાંધીએ જ કર્યો હતો. કહેવાય છે કે, ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા માટે ટપુએ આ શો છોડ્યો હતો અને ત્યારબાદ રાજની શોમાં એન્ટ્રી થઈ હતી.

રાજે પહેલાં શોમાં કેમિયો રોલ માટે ઓડિશન આપ્યું હતું
આ પહેલાં રાજે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, મેં શરૂઆતમાં કેમિયો રોલ માટે ઓડિશન આપ્યું હતું. હું અને મારાં પેરેન્ટ્સ આ શોનાં ફેન છીએ. મેં શોમાં એક કેરેક્ટર રોલ માટે ઓડિશન આપ્યું હતું. શોના સેટ પર મે દિશા વાકાણી સહિત ઘણાં સ્ટાર્સનાં જોયાં હતાં. જોકે કોઇની સાથે સેલ્ફી ન લઈ શક્યો. તેનાથી મારી માં બહુ નિરાશ થઈ હતી. માએ જ્યારે સેલ્ફી ન લેવાનું કારણ પૂછ્યું ત્યારે મેં કહ્યું હતું કે, હું એકદિવસ એ લોકો સાથે કામ કરીશ. અને ફાઇનલી હું અત્યારે શોનો ભાગ છું.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page