Only Gujarat

Bollywood FEATURED

કરીના કપૂરની સાવકી પુત્રીનું સુશાંત સિંહ રાજપૂત સાથે છે આ કનેક્શન

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના સમાચારથી સમગ્ર બોલીવૂડ આઘાતમાં સરી પડ્યું છે. કોઇપણ સુશાંતના આ રીતે જવાની વાત પર હજુ સુધી વિશ્વાસ કરી રહ્યું નથી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર સુશાંત સાથે જોડાયેલા અનેક વીડિયો વાયરસ થઇ રહ્યો છે. હાલમાં જ કરીના કપૂરનો એક થ્રોબેક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કરીના પોતાની મિત્ર અમૃતા અરોડા સાથે નજર આવી રહી છે. આ દરમિયાન કરીનાને પુછવામાં આવ્યું કે સારા અલી ખાનને શું ડેટિંગ એડવાઇઝ આપવી જોઇએ ?

અમૃતા અરોડાના આ સવાલના જવાબમાં કરીના કપૂર કહે છે કે હું તો સારાને એક જ સલાહ આપું છું કે પોતાના પ્રથમ હિરોને ક્યારેય ડેટ ન કરવો. ત્યારબાદ કરીના જોર જોરથી હસવા લાગે છે.

ઉલ્લેખનીય છે કે સારા અલી ખાને ફિલ્મ કેદારનાથથી સુશાંત સિંહ રાજપૂત સાથે બોલીવૂડમાં ડેબ્યુ કર્યું હતું. કરીના કપૂરે ઇશાર-ઇશારામાં સુશાંત સિંહ રાજપૂતને લઇને આ વાત કરી હતી. જે હાલ વાયરલ થઇ રહી છે.

કરીના પોતાની સોતેલી પુત્રી સારા અલીને આવી સલાહ સ્ટોરી નાઇટ 2 શો દરમિયાન આપી હતી. જો કે હવે આ વીડિયોને જોઇને સોશિયલ મીડિયા યૂઝર્સ કરીનાને આડેહાથ લઇ રહ્યાં છે.

એક શખ્સે કોમેન્ટ કરતાં લખ્યું કે કરીના ! તમને શરમ આવવી જોઇએ. તમારું શિક્ષણ વ્યર્થ છે. કારણ કે મેનર્સનો કોઇ આઇડિયા જ નથી. તો અન્ય એક યૂઝર્સે લખ્યું કે લગભગ અભિષેકને ડેટ કરી હતી આથી જ આવું બોલી રહી છે.

ઉલ્લેખનીય છે કે કરીના કપૂર પોતાની સોતેલી પુત્રી સારા અલી ખાન સાથે ક્લોઝ બોન્ડિંગ શેર કરે છે. થોડા વર્ષો પહેલા સારા પોતાની સોતેલી માતા કરીના કપૂરના ચેટ શોમાં સામેલ થઇ હતી. આ દરમિયાન કરીનાએ સારાને કેટલાક નોટી સવાલ પણ પુછ્યા હતા જેના સારાએ શરમાઇને જવાબ આપ્યા હતા.

આ દરમિયાન કરીનાએ સારાને નોટી મેસેજ અને વન નાઇટ સ્ટેન્ડને લઇને સવાલ કર્યા હતા. જેના પર સારાએ કહ્યું કે તેણીએ મજાકીયા મેસેજ મોકલ્યા છે પરંતુ વન નાઇટ સ્ટેન્ડ પર શરમાઇને નામાં જવાબ આપ્યા હતા.

સારા બાળપણથી જ કરીના કપૂરની ફેન રહી છે. ફિલ્મફેરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જ્યારે સારાને પુછવામાં આવ્યું કે તમે તમારી સોતેલી માતા કરીના માટે શું કહેવા માગો છો તો જવાબમાં સારાએ કહ્યું હતું કે હું હંમેશાથી જ કરીનાની ફેન રહી છું. આ મારા માટે સરપ્રાઇઝ હતું કે કભી ખુશી કભી ગમની પુ મારી સોતેલી માતા છે.

સારાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે પોતાના પિતા સૈફ અલી ખાનની સાથે કેમ નથી રહેતી તો સારાએ કહ્યું કે મારી માતાએ મને બાળપણથી ઉછેરી છે. ભાઇ ઇબ્રાહિમના જન્મ પછી માતાએ અમને સંપૂર્ણ સમય આપ્યો. અમારી ઉછેર માટે તેઓએ પોતાનું કરિયર પણ છોડી દીધું અને જે ઘરમાં એક સાથે મારા માતા-પિતા ખુશ નથી એ ઘરમાં હું રહી શકું નહીં.

ઉલ્લેખનીય છે કે સારા, અમૃતા સિંહ અને સૈફ અલી ખાનની પુત્રી છે. સૈફ અને અમૃતાએ 2004માં તલાક લઇ લીધા હતા. ત્યારબાદ 2012માં સૈફે કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા હતા. અમૃતા-સૈફનો એક પુત્ર-પુત્રી છે જેનું નામ સારા અને ઇબ્રાહિમ છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page