Only Gujarat

FEATURED International

આ લોકો થઈ જજો સાવધાન! કોરોના વાયરસને લઈને IIT રિસર્ચમાં થયો મોટો ખુલાસો

આઇઆઇટી જોધપુરના વૈજ્ઞાનિકોના એક રિસર્ચ પ્રમાણે ધુમ્રપાન કરનારા લોકોને કોરોના વાયરસનો સૌથી વધુ ખતરો છે. આ દાવો એ વાત પર કરવામાં આવી રહ્યો છે કે કોરોના સૌથી પહેલા નર્વસ સિસ્ટમને પ્રભાવિત કરે છે. આ અધ્યયને એવા લોકોને પણ ચેતવણી આપી છે કે જેમનામાં કોવિડ-19 લક્ષણ નજર નથી આવી રહ્યાં પરંતુ તેમની સુંઘવાની ક્ષમતા ઘટી ગઈ અને જમતી વખતે સ્વાદ આવતો ઓછો થઇ ગયો છે.

અમેરિકન કેમિકલ સોસાઇટી દ્વારા પ્રકાશિત જર્નલમાં કોવિડ-19 મહામારીની ન્યૂરોલોજીકલ અંતદ્રષ્ટિ શીર્ષકવાળા અધ્યયન પ્રમાણે સંક્રમિત લોકોની સુંઘવાની અને સ્વાદની ક્ષમતા ઓછી થવા લાગે છે. અધ્યયન ટીમનું નેતૃત્વ સુરજીત ઘોષે કર્યું છે જે આઈઆઈટી જોધપુરમાં પ્રાધ્યાપક છે.

રિસર્ચમાં એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે કોરોના વાયરસ એક ખાસ વ્યક્તિ રિસેપ્ટર એચએસીઇ2 (હ્યુમન એન્જીયોટેન્સીન-કંવર્ટિંગ એઝાઇમ-2)ના સંપર્કમાં આવે છે જે વાયરસના પ્રવેશ બિંદુ પર પણ હોય છે અને મોટાભાગે માનવ અંગોમાં ફેફસાથી લઇને શ્વાસનળી સુધી તેની લગભગ દરેક જગ્યાએ ઉપસ્થિતિ હોય છે.

ઘોષે કહ્યું કોવિડ-19 રોગીઓનું ન્યૂરોલોજીકલ સંક્રમણ થવું ધ્રૂમ્રપાન જેવી વસ્તુથી વધી શકે છે. એ પ્રાયોગિક અધ્યયન પ્રમાણે ધુમ્રપાન માનવ રિસેપ્ટર અને નિકોટિનિક રિસેપ્ટર વચ્ચે સંપર્કના કારણે કોવિડ-19ના સંક્રમણનો ખતરો વધી શકે છે.

અધ્યયનમાં કહેવામાં આવ્યું કે જ્યારે કોવિડ-19 રોગીના મસ્તિષ્કની તપાસ થાય છે ત્યારે મોટી ઉંમરના વ્યક્તિ અને પહેલાથી કોઇ બીમારીથી ગ્રસિત વ્યક્તિ પર ધ્રૂમ્રપાનથી થતા પ્રભાવોનું વિષ્લેષણ કરવામાં આવે છે. ત્યારે ખબર પડે છે ધુમ્રપાનથી વધુ ખતરો છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page