Only Gujarat

FEATURED National

એક બે લાખ નહીં પણ પાંચ કરોડનું સિંહાસન મહેલમાંથી રાતોરાત થયું ગાયબ

લખનઉઃ આઝાદી પહેલા ભારત અનેક રજવાડામાં વહેંચાયેલું હતું. 1947 બાદ રાજવાડાનો યુગ તો સમાપ્ત થઇ ગયો પરંતુ રાજ પરિવારની સપંત્તિને લઇને ચાલતી લડાઇનો હજુ અંત નથી આવ્યો. આવો જ એક મામલો ઉત્તર પ્રદેશના રામપુરમાં સામે આવ્યો છે. અહીંના છેલ્લા નવાબ રજ્જા અલીખાનની સંપત્તિને લઇને કેસના પક્ષકાર અને તેમના દીકરા કાઝિમ અલીખાન ઉર્ફે નવેદ મિયાંએ હિરાથી જડેલું સિંહાસન ગાયબ કરી દેવાનો આરોપ લગાવ્યો છે. નવેદ મિયાના જણાવ્યાં મુજબ સિંહાસની બજારમાં કિંમત 5 કરોડ છે.

નવેદ મિયાંએ રામપુરનું સિંહાસન ગાયબ થવાના મુદ્દાને ઉઠાવતા જણાવ્યું હતું કે તેમની કિંમત પક્ષકારો પાસેથી વસૂલવામાં આવશે, જેના કબ્જામાં નવાબનો મહેલ ખાસ બાગ પેલેસ હતો. આ તસવીર અને પ્રાપ્ત સૂચના મુજબ સિંહાસનની કિંમત પાંચ કરોડ આંકવામાં આવી છે.

આ સંદર્ભે નવેદ મિયાંએ જણાવ્યું હતું કે બે સિંહાસન હતાં, એક હામિદ મંજિલમાં દરબાર હોલમાં રાખવામાં આવતું હતું અને બીજું સિંહાસન હામિદ મંજિલમાં રહેતું હતુ, જે ચાંદીનું હતું. 1949માં મર્જર બાદ બંને સિંહાસન ખાસબાગ લાવવામાં આવ્યાં હતા.

વર્ષ 1982માં નવાબ રજા અલી ખાનનું નિધન થઇ ગયું ત્યારબાદ આ બંને સિંહાસન ખાસ બાગમાં હતા. આ બંને સિંહાસનમાંથી હાલ ચાંદીથી મઢેલું સિંહાસન ગાયબ છે. નવેદ મિયાંએ સિંહાસન ચોરી થવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે નવાબના મોત બાદ ચાંદીવાળું સિંહાસન ગાયબ થઇ ગયું છે. તેમણે જણાવ્યું હતું કે આ સિંહાસનને કાં તો વેચી દેવાયું છે અથવા દીકરીના ઘરે મોકલી દેવાયું છે કે બીજે ક્યાં છે તે તેમને ખબર નથી.

સિંહાસન ગાયબ થતાં નવેદ મિયાંએ જણાવ્યું કે આ માત્ર તેમના પરિવારની ધરોહર નહોતી પરંતુ રાષ્ટ્રની સંપત્તિ છે અને દેશનો વારસો છે. જો સિંહાસન રિકવર નહીં થાય તો સિંહાસનની જે કિંમત છે, તે કિંમત કોર્ટ ભાગીદારોના શેર દ્વારા વસૂલશે, તેમણે જણાવ્યું હતું કે વકીલો સાથે પણ વાત કરવી પડશે. હાલ સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ છે, તે સ્થાનિય તંત્રે અમલી કરવાનું રહેશે છે.

You cannot copy content of this page