Only Gujarat

Bollywood FEATURED

વરુણ ધવન અને શ્રદ્ધા કપૂરે ગુરુદ્વારામાં જઈને ભક્તોની કેમ કરી સેવા?

અભિનેતા વરુણ ધવન, શ્રદ્ધા કપૂર, નોરા ફતેહી અને પ્રભુદેવાની ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’ જલ્દી રીલિઝ થવા જઈ રહી છે. એવામાં ફિલ્મના સ્ટાર કાસ્ટ ફિલ્મનું પ્રમોશન કરવામાં વ્યસ્ત જોવા મળ્યાં હતાં. હાલમાં જ શ્રદ્ધા કપૂર અને વરૂણ ધવન દિલ્હીમાં આવેલા ગુરુદ્વારામાં દર્શન માટે પહોંચ્યા હતાં જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી તસવીરોમાં બન્ને સ્ટાર શિખ સ્ટાઈલમાં જોવા મળ્યાં હતાં. જ્યાં વરૂણ ધવને માથા પર રૂમાલ રાખ્યો હતો જ્યારે અભિનેત્રી માથાના ભાગે દુપટ્ટો બાંધેલો જોવા મળ્યો હતો.

આ સાથે બન્ને ગુરૂદ્વારામાં આવી રહેલા શ્રદ્ધાળુઓને હાથ ધોવડાવ્યા હતા અને તેમને પાણી પીવડાવ્યું હતું. વરૂણ અને શ્રદ્ધાની આ સેવા જોઈને સોશિયલ મીડિયા ચાહકો તેમના જોરદાર વખાણ કરી રહ્યાં હતાં.

તમને જણાવી દઈએ કે, ડીસૂજાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’ 24 જાન્યુઆરીએ રીલિઝ થશે. જેના માટે સ્ટાર કાસ્ટ પ્રમોશનમાં વ્યસ્ત છે.

આમાં શ્રદ્ધા, વરૂણ અને પ્રભુદેવાની વચ્ચે જબરદસ્ત ડાન્સ ટક્કર જોવા મળશે. આ સાથે વરૂણ શ્રદ્ધા અને નોરા ફતેહીની સાથે રોમાન્સ પણ કરતો જોવા મળશે.

આ ફિલ્મમાં વરૂણ શ્રદ્ધા અને નોરા સિવાય પ્રભુદેવા, રાઘવ જુયાલ, કોરિયોગરાફર શક્તિ મોહન પણ લીડ રોલ પ્લે કરતાં જોવા મળશે.

‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’ની બોક્સ ઓફિસ પર ટક્કર કંગના રનૌતની ફિલમ ‘પંગા’ની સાથે થશે. બન્ને ફિલ્મોમાં દેશભક્તિનો જબરદસ્ત ડોઝ છે. આમાં જોવાનું એ હશે કે બન્નેમાંથી કઈ ફિલ્મ કોને ટક્કર આપે છે.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page