પિત્ઝા કંપનીમાં મેનેજરની જોબ છોડી રસ્તા પર વેચે છે વડાંપાઉ, આજે કરે છે અધધ કમાણી

આજના પોઝીટીવ સમાચાર મુંબઈના ગૌરવ લોઢાની છે. ગૌરવ દરરોજ સાંજે છ વાગ્યે ઓફિસમાંથી શિફ્ટ પુરી કર્યા પછી નીકળતો હતો અને રાત્રે 9 વાગ્યે ઘરે પહોંચતો હતો. આ ત્રણ કલાકમાં તેને ભૂખ અને તરસ લાગતી હતી. મનમાં આવતુ હતુકે, કાશ કારમાં જ કંઈક ગરમાગરમ ખાવાનું મળી જાય.

તે એક પીત્ઝા કંપનીમાં કામ કરતા હતા. પહેલાં ડિલિવરી બોય, પછી મેનેજર તરીકે બઢતી મળી હતી. તેમ છતાં, ગૌરવના મનમાં કંઇક પોતાનું કરવાનો વિચાર હંમેશા ચાલતો જ રહ્યો હતો. તે ગયા વર્ષે નવેમ્બરની વાત છે. તેણે અચાનક જ નોકરી છોડી દીધી. ઘરમાં પત્ની અને માતા છે.

બંનેએ ઠપકો આપ્યો અને સમજાવ્યું કે, બેટા કામ કરવું જોઈએ. પરંતુ, ગૌરવ તેની જીદ પર અડગ હતો. તેણે પરિવારને કહ્યું કે હું ટ્રાફિક સિગ્નલ પર વડા પાવનું વેચવાનું કામ શરૂ કરવાનો છું. પત્નીએ કહ્યું કે, અત્યારે તમને 32 હજાર રૂપિયા પગાર મળે છે.

જોબ પણ સારી રીતે ચાલે છે, તો તમે આ નકામું કામ કેમ કરવા માંગો છો. આમ પણ સિગ્રનલ પર કોઈ વડાપાવ ખરીદશે નહીં. આ આઈડિયા સાંભળીને મિત્રોએ પણ તેની મજાક ઉડાવી. પરંતુ ગૌરવે કોઈનું સાંભળ્યું નહીં. તેને એક રસોઇયો શોધી લીધો. 6 છોકરાઓ પણ હાયર કર્યા. તેમણે કહ્યું કે સાંજના 5 થી 10 વાગ્યા સુધી સિગ્નલ ઉપર વડા-પાવ વેચવાનાં છે અને તેના બદલામાં તમને દરરોજ બસો રૂપિયા મળશે.

ગૌરવ કહે છે, વડાપાવ તો મુંબઈમાં દરેક જગ્યાએ મળે છે, પરંતુ મારે કંઈક અલગ કરવું હતું. તેથી મેં તેનું પેકિંગ બર્ગર બોક્સની જેમ કરાવ્યુ હતુ. બોક્સમાં વડા પાવ સાથે ચટની, લીલા મરચા અને 200 મિલી પાણીની બોટલ પેક કરવાની યોજના બનાવી. ડિલિવરી બોય માટે ઓરેંજ ટીશર્ટ ફરજિયાત કર્યુ.

અમે વિચાર્યું કે જે પણ વાહનો સિગ્નલ પર રોકાય છે, અમે તેમને વડા પાવ વેચીશું. પરંતુ શરૂઆત સારી નહોતી. અમે બે સિગ્નલ પર જઈ રહ્યા હતા. લોકો અમને જોઇને કારના કાચ બંધ કરી દેતા. ત્યારબાદ મેં લોકોને કહેવાનું શરૂ કર્યું કે ટ્રાફિક વડા-પાવ નામની એક કંપની છે, જે તેમના વડા-પાવ માટે રિવ્યૂ લઈ રહી છે. તમારે પૈસા નથી આપવાનાં, ફક્ત રિવ્યૂ કરવાનું છે. આ રીતે મફતમાં પેકેટોનું વિતરણ કરવાનું શરૂ કર્યું.

અમે વિચાર્યું કે જે પણ વાહનો સિગ્નલ પર રોકાય છે, અમે તેમને વડા પાવ વેચીશું. પરંતુ શરૂઆત સારી નહોતી. અમે બે સિગ્નલ પર જઈ રહ્યા હતા. લોકો અમને જોઇને કારના કાચ બંધ કરી દેતા. ત્યારબાદ મેં લોકોને કહેવાનું શરૂ કર્યું કે ટ્રાફિક વડા-પાવ નામની એક કંપની છે, જે તેમના વડા-પાવ માટે રિવ્યૂ લઈ રહી છે. તમારે પૈસા નથી આપવાનાં, ફક્ત રિવ્યૂ કરવાનું છે. આ રીતે મફતમાં પેકેટોનું વિતરણ કરવાનું શરૂ કર્યું.

નોકરી દરમિયાન, મેં જોયું કે ગ્રાહકનો પ્રતિસાદ ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી મારો નંબર બોક્સ પર જ છપાવ્યો હતો. લોકોએ અમને ફીડબેક આપવાનું શરૂ કર્યું. ઘણા લોકોએ અમારા ફોટા ક્લિક કર્યા અને તેમને તેમના ફેસબુક-ઇન્સ્ટાગ્રામ પર મૂકી દીધા. આના કારણે ઘણા લોકો અમને જાણતા થયા. બે મહિનામાં મને એટલો સારો પ્રતિસાદ મળ્યો કે મારી દૈનિક બચત બે હજાર રૂપિયા સુધીની શરૂ થઈ ગઈ.

આ વર્ષે ફેબ્રુઆરીમાં, મેં સિગ્નલની નજીક દુકાન ભાડે લીધી હતી, પરંતુ અમારું ધ્યાન સિગ્નલ પર વડા પાવ વેચવાનું જ છે. લોકડાઉન થયાના માત્ર આઠ દિવસ પહેલા કામ ફરી શરૂ થયું છે. હવે સમોસા અને ચા પણ વડાપાવની સાથે શરૂ કરવાનાં છે. હમણાં મારી પાસે ચાર છોકરાઓ છે, જેને મેં 10,000 રૂપિયાના વેતન પર રાખ્યા છે.

જરૂરિયાત વધી રહી છે તેથી હું વધુ છોકરાઓને રાખી રહ્યો છું. 15 છોકરાઓની ટીમ બનાવવાની છે. હું દરેકને 10 હજાર રૂપિયાના ફિક્સ પગાર પર રાખીશ. જેટલા છોકરાઓ વધારે હશે એટલું વધુ સેલ થશે. અને હવે અમે ફક્ત સાંજે જ નહીં, પણ સવારે પણ સર્વિસ આપવાનું શરૂ કર્યું છે. અમારું કાર્ય સવારે 7 થી બપોર 12 અને સાંજે 5 થી 10 સુધી ચાલુ રહે છે.

જ્યારે પણ કોઈ કામ શરૂ કરવા માંગે છે, ત્યારે હું તેને ફક્ત એટલું જ કહું છું કે, તમારા મગજમાં જે કંઇ છે, તેને જરૂર કરો. લોકો ફક્ત નેગેટિવ જ બોલે છે, પરંતુ જો આપણે દિલથી કાર્ય કરીએ તો આપણે ચોક્કસપણે સફળ થઈએ છીએ. હું મારા અનુભવ પરથી જ શીખ્યો છું. પહેલા હું સવારથી સાંજ સુધી કામ કરીને 32 હજાર રૂપિયામાં કામ કરતો હતો અને હવે લોકોને દસ હજાર રૂપિયાના પગાર પર નોકરી આપી રહ્યો છું.

જોહું હિંમત ન કરતો તો, કદાચ હજી પણ નોકરી જ કરતો. આ ધંધો શરૂ કરવામાં મેં 50 થી 60 હજાર રૂપિયા ખર્ચ્યા હતા, બધો સામાન બલ્કમાં ખરીદ્યો હતો. બધા પૈસા બે મહિનામાં નીકળી ગયા છે. હવે હું ફ્રેન્ચાઇઝી આપવા માટે પણ કામ કરી રહ્યો છું.