Only Gujarat

Bollywood FEATURED

અનુરાગ કશ્યપે સુશાંત સિંહ રાજપૂત અંગે એવી વાત કે ચાહકો ને ચોક્કસથી નહીં ગમે એ નક્કી!

મુંબઈઃ અનુરાગ કશ્યપે હાલમાં જ સુશાંત સિંહ રાજપૂતના મેનેજર સાથે થયેલી વોટ્સએપ ચેટ જાહેર કરી છે. જેમાં અનુરાગ કશ્યપ કહી રહ્યો છે કે, ‘તે સુશાંત સાથે કામ કરવા માગતો નથી કેમ તે સમસ્યા ઊભી કરી છે.’ આ પહેલાં અનુરાગે સુશાંત સાથે બે પ્રોજેક્ટ પર વાત કરી હતી પણ, એક્ટરે કોઈ કારણે તે ફિલ્મ કરી નહીં. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં અનુરાગે આ અંગે વાત કરી છે.

અનુરાગ કશ્યપે વર્ષ 2014માં ફિલ્મ ‘હસી તો ફસી’ માટે સુશાંત સાથે વાત કરી હતી. એક ઇન્ટરવ્યૂમાં અનુરાગે કહ્યું છે કે, ‘હસી તો ફસી’ માટે સુશાંતનું નામ અમારી સામે હતું. અમે એક એક્ટ્રસ શોધી રહ્યાં હતાં અને પરિણીતિ ચોપરા સાથે વાત કરી હતી. પરિણીતિએ કહ્યું કે, ‘તે ટેલીવિઝનના એક્ટર સાથે કામ કરવા માગતી નથી. ત્યારે અમે તેને જણાવ્યું કે, સુશાંત કોણ છે. તેને ફિલ્મ ‘કાય પો છે’ કરી છે, તેને ‘પીકે’ કરી છે અને હવે તે ‘હસી તો ફસી’ કરશે. તે માત્ર એક ટેલીવિઝન એક્ટર નથી.’

અનુરાગે વધુમાં જણાવ્યું કે, ‘પરિણીતિ તે સમયે ફિલ્મ ‘શુદ્ધ દેશી રોમાન્સ’ કરી રહી હતી. તે યશરાજ ફિલ્મ્સ પાસે ગઈ અને તેને વાત કરી. યશરાજ ફિલ્મ્સે સુશાંતને બોલાવ્યો અને કહ્યું કે કેમ નથી આવતો અને તે ફિલ્મ તે ફિલ્મ ઉપરાંત ‘શુદ્ધ દેશી રોમાન્સ’ કરતો. આ પછી સુશાંતે અમારો કોઈ સંપર્ક કર્યો નહીં અને ગાયબ થઈ ગયો.’

અનુરાગે વધુમાં કહ્યું કે, ‘દરેકને સમજાઈ રહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂત માટે યશરાજ ફિલ્મ્સ એક સારી ડીલ છે. સુશાંતે પરિણીતિ સાથે ફિલ્મ ‘શુદ્ધ દેશી રોમાન્સ’ કરી જ્યારે ‘હસી તો ફસી’માં સિદ્ધાર્થ મલ્હોત્રા હતો.

આ ઇન્ટરવ્યૂમાં અનુરાગ કશ્યપે રવિકિશન અંગે વાત કરતાં કહ્યું કે, ‘તે ખૂબ જ ગાંજો પીતો હતો.’ અનુરાગ કશ્યપે કહ્યું કે, ‘રવિકિશને તેમની છેલ્લી ફિલ્મ ‘મુક્કાબાઝ’માં કામ કર્યું અને તેમનો દિવસ જય શિવ શંકર, જય બમ ભોલે કહેવાથી શરૂ થતો હતો. તે જય શિવ શંભુ બોલતો હતો અને તે લોકોમાંથી હતો જે ખૂબ ગાંજો પીતો હતો.

આ વાત દરેક લોકો જાણે છે. આખી દુનિયા જાણે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવો કોઈ માણસ નહીં હોય જેને ખબર ના હોય કે રવિકિશન ગાંજો પીવે છે. શક્ય છે કે, તેમણે હવે છોડી દીધો હોય.’

એક ઇન્ટરવ્યૂમાં રવિકિશને કહ્યું કે, ‘હું અનુરાગ કશ્યપ સાથે આવા શબ્દોની આશા કરતો નથી. એ છુપાયેલું નથી કે હું શિવ ભક્ત છું અને તેમનું નામ જપું છું. હું દુખી છું કે ડ્રગ્સ વિરુદ્ધની લડાઈમાં તે મારું સમર્થન કરશે નહીં અને તેમણે કહ્યું કે મેં સ્મોકિંગ કર્યું છે અને હવે ચોખ્ખો છું કેમ કે હું મંત્રી છું. જો કે હું મંત્રી નથી’

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page