Only Gujarat

FEATURED National

ઘરમાં પાલતુ કૂતરો હોવા છતાંય થઈ ઘાતકી હત્યાઓ પછી જે ડોગીએ જે કર્યું તે અચરજભરેલું હતું

મુરાદાબાદઃ ઉત્તરપ્રદેશના જનપદ મુરાદાબાદના ઠાકુરદ્વારા થાના વિસ્તારમાં એ સમયે હડકંપ મચી ગયો જ્યારે ગીચ વસ્તીમાં આવેલા એક મકાનમાં લૂંટારૂઓએ પૂર્વ સ્વતંત્રતા સંગ્રામ સેનાનીના ડિશ સંચાલક પુત્ર અને તેની પત્નીની હત્યા કરી દીધી. આ મામલે ચોંકાવનારી વાત તો એ છે કે આ હત્યાકાંડની જાણ ત્યારે થઇ જ્યારે ઘરમાં પાલતું ડોગીએ નજીકમાં જ રહેતા તેના સંબંધીઓને ત્યાં જઇ જોર જોરથી ભસવાનું શરૂ કર્યું હતું.

સ્વતંત્રતા સંગ્રામ સેનાની જગદીશ શરણનો પુત્ર મોહીત અને તેની પત્ની મોના બંનેની મોડી રાતે હત્યા કરી દેવામાં આવી. મોહિતના ગળા પર ધારદાર હથિયારથી વાર કરવામાં આવ્યો હતો જ્યારે મોનાનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું. જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. પ્રાથમિક તપાસ બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ અધિકારીઓનું કહેવું હતું કે 5 ટીમ બનાવવામાં આવી છે. ઘટનાની જાણ વિશે જાણ મૃતકના પાલતુ ડોગીની મદદથી થઈ હતી.

30 વર્ષિય મોહીત વર્માના લગ્ન થોડા વર્ષ પહેલા જ મોના વર્મા સાથે થયા હતા. લગ્ન બાદ બંને પતિ-પત્ની શાંતિથી મુરાદાબાદના ઠાકુરદ્વારામાં રહેતા હતા. મોહીતના મકાનની થોડે દૂર તેનો ભાઇ સંજય પરિવાર સાથે રહે છે.

સોમવાર (29 જૂન) મોડી રાતે મોહીતનો પાલતુ ડોગી જિંગર એકલો જ ભાઇ સંજયના ઘરે પહોંચ્યો અને ત્યાં જઇને જોર જોરથી અવાજ કરવા લાગ્યો, જેને જોઇને સંજય અને તેનો પરિવાર દંગ રહી ગયો વિચારમાં પડી ગયા કે પહેલીવાર ડોગી જીંજર એકલો તેના ઘરે કેમ આવ્યો.

સંજયે મોહીતને કોલ કર્યો જ્યારે તેનો મોબાઇલ રીસિવ ન થયો તો તેના પુત્રને મોહીતના ઘરે મોકલ્યો. સંજયનો પુત્ર મોહીતના ઘરે પહોંચ્યો અને જોયું કે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને અંદર મોહીત અને તેની પત્ની લોહીથી લથપથ પડેલા હતાં. પછી મોહીતની ફોઈ જયવતીને પણ કંઈક બન્યું હોવાની આશંકા થઈ હતી અને તેઓ ભત્રીજાના ઘરે આવ્યા હતાં. જોકે, આ પહેલાં બધાને જાણ થઇ ગઇ હતી અને હડકંપ મચી ગયો હતો.

ભીડ જમા થતા પાડોશીઓએ પોલીસને ડબલ મર્ડરની સૂચના આપી હતી. જાણ થતા જ મુરાદાબાદ ઝોનના આઇજી રમિત શર્મા તથા એસએસપી મુરાદાબાદ અમિત પાઠક પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. પૂછપરછ કરવા છતા હજુ સુધી હત્યા પાછળનું કોઇ કારણ સામે આવ્યું નથી. એસએસપી મુરાદાબાદ અમિત પાઠકના જણાવ્યા પ્રમાણે ઘરની અંદરનો સામાન અસ્ત વ્યક્ત હતો. બંને પતિ-પત્નીની હત્યા કરવામાં આવી છે. હાલ ફોરેન્સિક ટીમને બોલાવી પુરાવા એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી હતી.

You cannot copy content of this page