Only Gujarat

FEATURED National

પત્ની 15 વર્ષ નાના પ્રેમીના પ્રેમમાં ભૂલી સાનભાન, પતિ અડચણરૂપ થતાં બનાવ્યો ખતરનાક પ્લાન

હરિદ્વારઃ હરિદ્વારમાં એક મહિલાએ પોતાનાથી 15 વર્ષ નાના પ્રેમીની સાથે મળી પતિની હત્યા કરાવી દીધી. પતિને પત્નીના પ્રેમ સંબંધો વિશે જાણ થઇ ગઇ હતી, જેના કારણે પતિને રસ્તામાંથી હટાવવા માટે પત્નીએ ષડયંત્ર રચ્યું. પ્લાન પ્રમાણે મહિલાના પ્રેમીએ ચાકુથી હુમલો કરી પતિને મોતને ઘાટ ઉતારી દીધો. જોકે, પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી પ્રેમી અને મહિલાની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.

આ ઘટના હરિદ્વારના લક્સર થાના ક્ષેત્રની છે. અહીં ઝીંવરહેડી ગામમાં એક ટ્રક ડ્રાઇવર પ્રદીપ ઉર્ફ ભુરાની 26 જુનની મોડી રાતે ચાકુથી હુમલો કરી હત્યા કરી દેવામાં આવી હતી. જે સમયે ઘટનાને અંજામ આપવામાં આવ્યો ત્યારે પ્રદીપ પોતાના ઘરમાં ઉંઘી રહ્યો હતો અને તેની પત્ની બાળકો સાથે પિયર ગઇ હતી. પ્રદીપની નિર્મમ હત્યાથી ક્ષેત્રમાં હડકંપ મચી ગયો અને સૂચના મળતા જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.

લક્સર કોતવાલીમાં ઘટનાનો ખુલાસો કરતાં એસપી દેહાત એસકે સિંહે જણાવ્યું કે મૃતકની 40 વર્ષિય પત્ની મમતાના પ્રદીપની સાથે જ કામ કરતાં એક ટ્રક ડ્રાઇવર 25 વર્ષિય અમન સાથે આડા સંબંધ હતા. અમન સહારનપુર જિલ્લાના બેહટ ક્ષેત્રનો રહેવાસી છે. બંને વચ્ચે આડાસંબંધોની જાણ પ્રદીપને થઇ ગઇ હતી અને પ્રદીપે અમનને પત્ની સાથે રંગેહાથ પકડી લીધા બાદ ધમકી આપી હતી. ત્યારબાદ મમતા અને અમને પ્રદીપને રસ્તામાંથી હટાવવા માટે તેની હત્યાની યોજના બનાવી હતી.

યોજના પ્રમાણે 26 જૂનની રાતે અમન ઝીંવરહેડી ગામ પહોંચ્યો અને ધારદાર ચાકુથી પ્રદીપની નિર્મમ હત્યા કરી દીધી. ષડયંત્ર પ્રમાણે મમતા એ દિવસ પોતાના પિયર ગઇ હતી અને તેણે જ પ્રદીપ ઘરે હોવાની જાણ અમનને કરી હતી.

તપાસ દરમિયાન પોલીસે મૃતક પ્રદીપના ફોનની તપાસ કરી તો જાણવા મળ્યું કે પ્રદીપે પત્ની સાથે આડાસંબંધોને કારણે અમનને ફોન પર ખરું-ખોટું સંભળાવ્યું હતું. પોલીસે અમનની અટકાયત કરી કડકાઇથી પુછપરછ કરી તો તેણે સમગ્ર હકિકત જણાવી દીધી. અમને જણાવ્યું કે તેના પ્રેમમાં પાગલ મમતા તેને છોડવા તૈયાર ન હતી અને મમતાએ જ તેને પ્રદીપની હત્યા કરવા માટે તૈયાર કર્યો હતો.

You cannot copy content of this page