Only Gujarat

FEATURED Religion

59 વર્ષ બાદ ગુરુ-શનિનો દુર્લભ યોગ, 5 મહિના દેશ અને દુનિયા માટે ભારે!

અમદાવાદઃ ગુરુ ગ્રહ 20 નવેમ્બરના રોજ મકર રાશિમાં પ્રવેશી ચૂક્યો છે. આ ગ્રહ અત્યાર સુધી વક્રી અવસ્થામાં ધન રાશિમાં હતો. મકર રાશિમાં ગુરુ ઘણો જ નબળો માનવામાં આવે છએ. બીજું, આ રાશિમાં ગુરુની સાથે સાથે શનિ પણ છે. દેશ દુનિયામાં આ ગોચરની ઊંડી અસર પડી શકે છે. ગુરુના આ ગોચર શનિને કારણે વધુ મહત્ત્વપૂર્ણ બની ગયું છે. શનિ તથા ગુરુનો આવો સંયોગ આ પહેલા 59 વર્ષ સર્જાયો હતો.


મકર રાશિમાં શનિ-ગુરુ એક સાથેઃ શનિ-ગુરુનો આ સંયોગ પણ સારો સાબિત થયો નહોતો અને આ વખતે પણ સારો સાબિત થશે નહીં. ગુરુ તથા શનિનો આ સંબંધ વિશ્વભરમાં અસ્થિરતા ઉત્પન્ન કરી શકે છે. યુદ્ધ, રાજનૈતિક અસ્થિરતા તથા મંદી જેવી પરિસ્થિતિ બનશે. ભારતની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે. રાહુ પર ગુરુની દૃષ્ટિને કારણે બહુ બધી બાબતોમાં નિયંત્રણ રહેશે. ઉલ્લેખનીય છે કે 59 વર્ષ પહેલા 1961નો સમય હતો અને ભારત-ચીન વચ્ચે યુદ્ધ થયું હતું. (સીનો-ઈન્ડિયા વૉર)


મેષઃ કરિયર તથા વેપારમાં સારું રહેશે. ધન સંપત્તિમાં લાભના યોગ બનશે. આર્થિક સ્થિતિમાં ઘણો જ સુધારો થશે. પૂજા ઉપાસના પર વિશેષ ધ્યાન આપવાથી લાભ થઈ શકે છે.


વૃષભઃ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. રૂપિયા-પૈસા સંબંધીત બાબતો ધીમે ધીમે સુધરશે. દર ગુરુવારે કેળાનું દાન કરશે.


મિથુનઃ સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી. મહામારીના સમયમાં પોતાની તથા પરિવારની દેખરેખ રાખવી. કરિયરમાં થોડી અડચણ આવી શકે છે. ભગવાનની ઉપાસના કરવાથી સમસ્યા હળવી થશે.


કર્કઃ કરિયર તથા આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નોકરી-વેપારમાં પ્રગતિ મળશે. સ્વાસ્થ્યની સમસ્યા હળવી થશે. વિવાહ તથા પ્રેમ સંબંધોમાં વાત આગળ ચાલશે.


સિંહઃ કરિયરમાં પરિવર્તન તથા લાભના યોગ છે. નવી નોકરી અથવા કારોબારમાં સફળતા મળશે. સ્વાસ્થ્યમાં સમસ્યા સર્જાઈ શકે છે. ખાવા-પીવામાં તથા જીવનમાં સાત્વિકતા રાખવી.


કન્યાઃ આ સમયે સંબંધોમાં ખાસ ધ્યાન રાખવું. શિક્ષણ તથા કરિયરની સ્થિતિ સારી રહેશે. સારા પરિણામો મળવાના યોગ છે. રોજ સવારે ગુરુના મંત્રનો જાપ કરવો.


તુલાઃ કરિયર તથા જીવનમાં પરિવર્તન યોગ છે. લાઈફસ્ટાઈલ પહેલા કરતાં વધુ સારી બનશે. સ્વાસ્થ્ય અંગે સાવધાની રાખવી. ગુરુવારે પીળી વસ્તુઓનું દાન કરવું.


વૃશ્ચિકઃ કરિયરમાં સહેજ પણ બેજવાબદાર બનવું નહીં. નોકરી તથા પરીક્ષાની તૈયારીમાં એકાગ્રતાની ઊણપ ના આવે. તબિયત ધીમે ધીમે સુધરશે. આ સમયે પહેલી આંગળીમાં સોનાની વીંટી પહેરવી.


ધનઃ કરિયરમાં ફેરફાર થશે અને આર્થિક સુધારના યોગ છે. નોકરી વેપારમાં લાભ મળી શકે છે. પરિવાર તથા સાસરિયાના સંબંધોમાં મુશ્કેલી સર્જાય શકે છે. જ્યોતિષ સલાહ પ્રમાણે પીળા પોખરાજનો નંગ ધારણ કરવો.


મકરઃ આ સમયે કરિયર ઊંચાઈ પર પહોંચી શકે છે. મહેનતી લોકો માટે આ સમય સારો છે. પેટ તથા લિવરની સમસ્યામાં ધ્યાન આપવું. રોજ સવારે ગુરુનો મંત્રજાપ કરવો.


કુંભઃ પૈસા ખર્ચ કરવામાં તથા મેનેજમેન્ટ પર ધ્યાન આપવું. રોકાણ કરવા માટે સારો સમય નથી. વિદેશમાંથી લાભના યોગ. આ સમયે વધુમાં વધુ ભગવાનની ઉપાસના કરવી.


મીનઃ કરિયરમાં લાભના ઉત્તમ યોગ છે. નોકરીમાં સારી તક મળી શકે છે. પ્રેમ સંબંધ તથા લગ્નજીવનમાં સમસ્યા આવી શકે છે. સલાહ લઈને પીળો પોખરાજ ધારણ કરવો.

You cannot copy content of this page