Only Gujarat

Bollywood FEATURED

કોરોનાની બીજી લહેરની વચ્ચે પ્રેગ્નન્ટ અનુષ્કા શર્મા કરી રહી છે કામ, જાય છે સાતમો મહિનો

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા ફરીથી કામ પર પરત ફરી છે. અનુષ્કા જાન્યુઆરી મહિનામાં પ્રથમ બાળકને જન્મ આપશે. બાળકને જન્મ આપ્યા પહેલા અનુષ્કા તમામ પેન્ડિંગ કામો પૂરા કરવા માગે છે. અનુષ્કાએ હાલમાં જ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટનું શૂટિંગ કર્યું હતું.

અનુષ્કા મુંબઈમાં સતત સાત દિવસ સુધી અલગ અલગ સ્ટૂડિયોમાં બ્રાન્ડ એન્ડોર્સમેન્ટના શૂટિંગ કરશે. અનુષ્કા શર્માને હાલમાં સાતમો મહિનો જાય છે. ગ્રીન આઉટફિટમાં અનુષ્કા ઘણી જ સુંદર લાગતી હતી.


અનુષ્કા પ્રેગ્નન્ટ હોવાથી સેટ પર તમામ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. માનવામાં આવે છે કે અનુષ્કા આવતા વર્ષે મે મહિનામાં એટલે કે એક્ટ્રેસનું બાળક ચાર મહિનાનું થશે પછી તે કામ પર પરત ફરશે. તે માત્ર ચાર મહિનાની મેટરનિટી લીવ લેવાની છે.

સેટ પર કોવિડ 19ની તમામ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે છે. આટલું જ નહીં અનુષ્કા સાથે જોડાયેલી કાસ્ટ તથા ક્રૂના કોરોના રિપોર્ટ કરાવવામાં આવે છે અને ટીમને ક્વોરન્ટીન પણ કરવામાં આવે છે.

અનુષ્કા પતિ વિરાટ કોહલી સાથે દુબઈમાં હતી. અહીંયા આઈપીલએલની મેચ રમાઈ હતી. હાલમાં વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં છે. વિરાટ જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયાથી ભારત પરત ફરશે. અનુષ્કા પેરેન્ટ્સ સાથે સમય પસાર કરી રહી છે.

You cannot copy content of this page