Only Gujarat

Bollywood FEATURED

આ છે 90ના જમાનાની સૌથી બોલ્ડ એક્ટ્રસ, આજે પણ આ એક્ટ્રસનું પહેલા નંબરે લેવામાં આવે છે નામ

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રસનું ફિલ્મી કરિયર ખૂબ જ નાનુ હોય છે. સમયની સાથે સુંદર ચહેરાવાળી આ દિગ્ગજ હીરોઈનનો લુક પણ બદલાઈ જાય છે, પણ તેમના દ્વારા નિભાવવામાં આવેલાં રોલ આજે પણ યાદ કરવામાં આવે છે. હિન્દી સિનેમામાં એવી ઘણી એક્ટ્રસ છે જેમણે પોતાના સમયમાં બોલ્ડ રોલ પ્લે કર્યો છે. તો અમે તમને પહેલાંના જમાનામાં બોલ્ડ રોલ પ્લે કરનારી હીરોઈન વિશે જણાવીએ.

સિમી ગ્રેવાલ- ‘મેરા નામ જોકર’
રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’માં રિશી કપૂરે રાજ કપૂરનાં બાળપણનો રોલ પ્લે કર્યો હતો. આ ફિલ્મમાં એક સીન હતો જેમાં ટીચર કપડાં બદલતી હોય છે અને રિશી કપૂર તેમને જોતા રહે છે. આ ટીચરનો રોલ સિમીએ પ્લે કર્યો હતો.

વૈજયંતી માલા- ‘સંગમ’
રાજ કપૂરની ફિલ્મ ‘સંગમ’માં વૈજયંતી માલા પહેલીવાર બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી. વૈજયંતી માલાએ પહેલીવાર આ ફિલ્મમાં બિકીની પહેરી હતી. પાણીની અંદરનો આ સીન ખૂબ જ ફૅમશ થયો હતો. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી.

જીનત અમાન- ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’
વર્ષ 1978માં આવેલી રાજ કપૂરની ફિલ્મ ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’ પણ ખૂબ જ બોલ્ડ હતી. આ ફિલ્મમાં જીનત અમાને શરૂઆતથી અંત સુધી બોલ્ડ કપડાં પહેર્યા હતાં અને બોલ્ડ સીન પણ આપ્યા હતાં. ખાસ તો જીનત અમાનનું શશિ કપૂર સાથે ફિલ્માવવામાં આવેલું ટાઇટલ ટ્રેક ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. આ ફિલ્મના ટાઇટલ ટ્રેકમાં જીનત અને શશિ કપૂરે ખૂબ જ ઇન્ટીમેટ સીન આપ્યાં હતાં.

મંદાકિની- ‘રામ તેરી ગંગા મૈલી’
ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’થી લીડ એક્ટ્રસ મંદાકિનીએ બોલિવૂડમાં ડેબ્યું કર્યું હતું. આ ફિલ્મમાં મંદાકિનીએ જબરદસ્ત બોલ્ડ સીન આપ્યાં હતાં. ખાસ તો ઝરણા નીચેવાળો સીન. આ સીનમાં મંદાકિનીએ માત્ર સફેદ રંગની પારદર્શક સાડી પહેરી હતી જેમાં તે ઝરણાં નીચે ઊભા હતાં. આ સીન માટે મંદાકિનીને આજે પણ લોકો યાદ કરે છે.

You cannot copy content of this page