Only Gujarat

Bollywood FEATURED

‘બજરંગી ભાઈજાન’ની ‘મુન્ની’ હવે દેખાય છે આવી, પાંચ વર્ષમાં આટલી બદલાઈ ગઈ

મુંબઈઃ સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’માં જોવા મળેલી મુન્ની એટલે કે હર્ષાલી મલ્હોત્રા હવે ખૂબ જ મોટી થઈ ગઈ છે. આ ફિલ્મમાં મુન્નીની માસૂમિયત અને હાથ ઊંચો કરી વાત કહેવાની રીત દરેક લોકોને ખૂબ જ પસંદ આવી હતી. ‘બજરંગી ભાઈજાન’માં સલમાન ખાન પછી સૌથી વધારે વાત મુન્નીની થઈ હતી.

ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’ની મુન્ની હવે 12 વર્ષની થઈ ગઈ છે. અત્યારે ચાર વર્ષમાં તેમના લુકમાં ઘણો બદલાવ પણ આવ્યો છે. જે સમયે તે આ ફિલ્મનું શૂટિંગ કરતી હતી તે સમયે તે માત્ર 7 વર્ષની હતી. સલમાન ખાનની મુન્ની હવે ખૂબ જ સ્ટાઇલિશ થઈ ગઈ છે, અને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

‘બજરંગી ભાઈજાન’ ફિલ્મ પહેલાં હર્ષાલી ઘણી ટીવી સિરિયલ્સમાં જોવા મળી છે. આ સિરિયલ્સમાં ‘કબૂલ હૈ’, ‘લૌટ આઓ તૃષા’ અને ‘સાવધાન ઇન્ડિયા’ સામેલ છે. મળતી માહિતી મુજબ હર્ષાલી જલદી જ ફિલ્મ ‘નાસ્તિક’માં જોવા મળી શકે છે.

ફિલ્મ ‘નાસ્તિક’ હર્ષાલીની બીજી ફિલ્મ હશે. ‘બજરંગી ભાઈજાન’ ફિલ્મ માટે હર્ષાલીના ખૂબ જ વખાણ થયાં હતાં. આ સાથે જ સ્ક્રીન એવોર્ડ ફોર બેસ્ટ ચાઇલ્ડ આર્ટિસ્ટનો એવોર્ડ જીત્યો હતો.

‘બજરંગી ભાઈજાન’ ફિલ્મને કબીર ખાને ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન અને હર્ષાલી ઉપરાંત કરીના કપૂર ખાન પણ હતાં. આ ફિલ્મમાં દેખાડવામાં આવે છે કે, સલમાન ખાન નાની મુન્નીને તેના માતા-પિતાને મળાવવા પાકિસ્તાન લઈને જાય છે.

You cannot copy content of this page