Only Gujarat

FEATURED TOP STORIES

નીતા અંબાણી દીકરીને શીખવવા માગતા હતા આ એક વાત પણ લાડલી તો મુંબઈના ટ્રાફિકમાં એવી અટવાઈ કે….

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન તથઆ મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી સાથે જોડાયેલી તમામ વાતો લોકોને જાણવી હોય છે. એશિયાના સૌથી અમીર વ્યક્તિમાંથી એક મુકેશ અંબાણી કેવું જીવન જીવે છે, તે જાણવામાં લોકોને રસ હોય છે. મુકેશ તથા નીતા અંબાણીએ પોતાના જીવનની અનેક વાતો ઈન્ટરવ્યૂમાં કહે છે. ઈશા અંબાણીના લગ્ન બે વર્ષ પહેલા જ થયા છે. તેણે પીરામલ ગ્રુપના આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા છે. આ લગ્નમાં દેશ-વિદેશથી અનેક વ્યક્તિઓ હાજર રહ્યા હતા.

નીતા અંબાણી ભરતનાટ્યમ ડાન્સ છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ઈશાને ભરતનાટ્યમ શીખવવા માટે ઘરની નજીક ડાન્સ ક્લાસ જોઈન કરાવ્યા હતા. આ સમયે ઈશા માત્ર પાંચ વર્ષની હતી.

નીતા અંબાણીએ કહ્યું હતું કે એક દિવસ પાંચ વર્ષની ઈશાને રસ્તો યાદ રહી જાય તે માટે એકલી જ ડાન્સ ક્લાસ મોકલી હતી. જોકે, ઈશા રસ્તો ભૂલી ગઈ હતી. સામાન્ય રીતે ઈશા કોઈકને કોઈકની સાથે જતી હતી પરંતુ તે દિવસે તેને એકલી મોકલી હતી.

વધુમાં નીતા અંબાણીએ કહ્યું હતું કે રસ્તો ભૂલી જવાને કારણે ઈશા રોડની એકબાજુ બેસીને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી હતી. તેને મનમાં ડર હતો કે હવે તે ઘરે કેવી રીતે જશે. તે એ હદે ડરી ગઈ કે ત્યારબાદ તેણે ડાન્સ ક્લાસ જવાનું તથા ડાન્સ કરવાનું જ મૂકી દીધું હતું.

ઉલ્લેખનીય છે કે ઈશા તથા આનંદ એકબીજાને નાનપણથી ઓળખે છે. આનંદે જ્યારે ઈશાને પ્રપોઝ કર્યું ત્યારે તેણે જવાબ આપવાને બદલે કહ્યું હતું કે તે પોતાની માતાને પૂછીને જ જવાબ આપશે. આ દિવસ બાદથી આનંદ હંમેશાં ઈશાને એમ કહીને ચિડવે છે કે તે મમ્મીને પૂછ્યા વગર કંઈ જ કરતી નથી.

2008માં 16 વર્ષની ઉંમરમાં ઈશા ચર્ચામાં આવી હતી. ત્યારે ફોર્બ્સના લિસ્ટમાં પૈસાદાર વારસદારોની યાદીમાં તે બીજા નંબર પર હતી.

સ્કૂલના દિવસોમાં ઈશા સ્ટૂડન્ટ કાઉન્સિલની પ્રેસિડન્ટ તથા ફૂટબોલ ટીમની મેમ્બર હતી. આ ઉપરાંત ઈશા ટ્રેઈન્ડ પિયાનો આર્ટિસ્ટ છે. 2013માં તેણે યેલ યુનિવર્સિટીમાંથી સાઈકોલોજી તથા સાઉથ એશિયલ સ્ટડીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. રિલાયન્સ જોઈન કર્યા પહેલા ઈશાએ અમેરિકામાં ગ્લોબલ કન્સલન્ટન્સ ફર્મ મેકેંજીમાં કામ કર્યું હતું.

2015માં ઈશાએ ફેમિના મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટ એન્ટેલિયામાં કરવામાં આવ્યું હતું. બોલિવૂડના જાણીતા મેકઅપ આર્ટિસ્ટ મિક્કી કોન્ટ્રાક્ટરે ઈશાનો મેકઅપ કર્યો હતો.

You cannot copy content of this page