Only Gujarat

Bollywood

પતિના ઈશારે નાચે છે હિરો-હિરોઈન, મળો આ કોરિયોગ્રાફરની બ્યૂટીફૂલ પત્નીઓને

મુંબઈઃ બોલિવૂડના સફળ કોરિયોગ્રાફર રેમો ડિસોઝા, ગણેશ આચાર્ય, અહમદ ખાન, ગણેશ હેગડેએ તેમના ક્ષેત્રમાં સારી નામના મેળવી છે. આ તમામ કોરિયોગ્રાફરની કોરિયોગ્રાફી કાબિલે તારીફ રહી છે. ફેમસ ફિલ્મોના સોન્ગની અનોખા અંદાજમાં કોરિયોગ્રાફી કરીને તેમણે પોતાની આગવી પ્રતિભાનો પરિચય આપ્યો છે. આ તમામ કોરિયોગ્રાફર તેમના ડાન્સિંગની કલાને કારણે બોલિવૂડ જગતમાં છવાઇ ગયા છે. રિયાલિટી શોમાં પણ તેમનો દબદબો જોવા મળે છે. જો કે આ ફેમસ, સફળ કોરિયોગ્રાફરની પત્નીઓ બોલિવૂડની ઝાકમઝાળ અને લાઇમલાઇટથી દૂર રહેવાનુ જ પસંદ કરે છે.

બોલિવૂડના સૌથી સફળ કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ લિઝેલ સાથે લગ્ન કર્યાં છે. લિઝેલ ફેશન ડિઝાઇનર છે. તેમણે રિયાલિટી શો ‘ડાન્સ પ્લસ’ માટે રેમોના શુઝથી માંડીને કપડાં ડિઝાઇન કર્યાં હતા. લિઝેલ તેમના વર્ક આઉટની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તે તેમની સેલ્ફી પણ ઇન્ટાગ્રામ પર શેર કરતી રહે છે.


છેલ્લા એક દશકથી બોલિવૂડને તેમના ઇશારે નચાવનાર ગણેશ આચાર્યની પત્નીનું નામ વિધિ આચાર્ય છે. ગણેશ બોલીવૂડમાં અનેક ફેમસ ગીતો પર કોરિયોગ્રાફી કરી ચૂક્યાં છે. ફિલ્મ ‘પદ્માવતી’ના ‘ખલી બલી’ સોન્ગની કોરિયોગ્રાફી પણ તેમને જ કરી હતી. કોરિયોગ્રાફર ગણેશનું નામ સામે આવતા જ ભારે ભરખમ મેદસ્વી શરીરવાળી તેમની ઇમેજ નજર સામે આવે છે. જો કે તેમણે 85 કિલ્લો વજન ઓછું કરીને લોકોને ચોંકાવી દીધા છે. આ ફેમસ કોરિયોગ્રાફરની પત્ની વિધિ પણ લાઇટથી દૂર રહવાનું જ પસંદ કરે છે.


ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કરી ચૂકેલા અહમદ ખાને મોડલ સાયરા ખાન સાથે લગ્ન કર્યાં છે. અહમદ ખાન એક એક્ટર, પ્રોડ્યૂસર અને બહુ જાણીતા કોરિયોગ્રાફર છે. તેમની વાઇફ સાયરા પણ પ્રોડ્યુસર છે.

ગણેશ હેગડેએ 2011માં સુનન્યા સાથે લગ્ન કર્યાં હતા. ગણેશ બોલિવૂડ સિવાય કેટલાક રિયાલિટી શોમા જજ પણ રહી ચૂક્યા છે. ગણેશ ડાન્સરની સાથે સિંગર પણ છે.

You cannot copy content of this page