Only Gujarat

Bollywood

15 વર્ષની રેખાને બમણી ઉંમરના એક્ટરે 5 મિનિટ સુધી જકડી રાખીને જબરજસ્તી કરી હતી કિસ

મુંબઈઃ 10 ઑક્ટોબરે રેખા 65 વર્ષની થઈ ગઈ છે. તેમના જીવનમાં ઘણાં ઊતાર-ચઢાવ રહ્યાં છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રેખાને 54 વર્ષ થઈ ગયા છે, પણ તેમની સફર પણ સરળ રહી નથી. ઇન્ડસ્ટ્રીમાં બાળકલાકાર તરીકે રેખાએ 11 વર્ષની ઉંમરમાં એન્ટ્રી કરી હતી. આ પછી રેખા 15 વર્ષની ઉંમરમાં ફિલ્મ ‘અંજાના સફર’માં પણ જોવા મળી હતી. આ ફિલ્મ સાથે જોડાયેલો એક કિસ્સો આજે પણ ફૅમશ છે.

વિશ્વજીતે કરી હતી જબરદસ્તી કિસ
ફિલ્મના સેટ પર થયેલી એક ઘટનાને લીધે રેખા ભાંગી પડી હતી. આ ઘટનાનો ઉલ્લેખ તેમની બાયોગ્રાફી ‘રેખાઃ ધી અનટોલ્ટ સ્ટોરી’માં પણ કરવામાં આવ્યો છે. યાસેર ઉસ્માને લખેલા આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે, વર્ષ 1969માં આવેલી ફિલ્મ ‘અંજાના સફર’નું શૂટિંગ મુંબઈના મહેબૂબ સ્ટૂડિયોમાં ચાલી રહ્યું હતું. રાજા નવાથે ડિરેક્ટર અને સિનેમેટોગ્રાફર હતાં. એક દિવસ ફિલ્મના હીરો વિશ્વજીત અને હીરોઈન રેખા પર એક રોમેન્ટિક સીન ફિલ્માવવાનો હતો.

યૂનિટના લોકો સીટી વગાડતાં હતાં.
સીનના શૂટિંગ પહેલાં આ અંગે સ્ટ્રેટજી બનાવવામાં આવી હતી. જેવું જ ડિરેક્ટરે એક્શન કહ્યું, વિશ્વજીતે રેખાને બાહોમાં લઈ કિસ કરવાની શરૂ કરી. આ જોઈ રેખા સ્તબ્ધ થઈ ગઈ. તેમને સીનમાં આ કિસ વિશે પહેલાંથી કોઈ માહિતી નહોતી. કેમેરો ચાલતો રહ્યો, ના ડિરેક્ટરે કટ કહ્યું અને ન તો વિશ્વજીતે કિસ કરવાનું બંધ કર્યું. સતત પાંચ મિનિટ સુધી તે રેખાને કિસ કરતાં રહ્યાં. યૂનિટના મેમ્બર્સ આ જોઈ સીટી વગાડતાં હતાં. રેખાની આંખો બંધ હતી અને તેમાં આસું ભરાયેલાં હતાં.

વિશ્વજીતે સ્પષ્ટતાં કરી હતી
આ ઘટના વિશે વિશ્વજીતને પછીથી કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, ‘આ ડિરેક્ટરનો આઇડિયા હતો. તેમની કોઈ ભૂલ નહોતી તે ડિરેક્ટરના નિર્દેશનું પાલન કરતાં હતાં. આ એન્જોયમેન્ટ માટે નહોતું, પણ સીનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હતો.’

રેખા આ સીન પછી પોતાનાની સાથે દગો થયો હોવાનું અનુભવી રહી હતી અને ખૂબ જ ગુસ્સે પણ હતી. આ ઘટનાએ તેમને ખૂબ જ ડરાવી દીધા હતાં.

You cannot copy content of this page