Only Gujarat

Bollywood FEATURED

નેહા કક્કર પતિ સાથે આ હોટલમાં માણે છે હનીમૂન, એક દિવસનું ભાડું સાંભળીને લાગશે નવાઈ

દુબઈઃ બોલિવૂડ સિંગર નેહા કક્કર પતિ રોહન પ્રીત સાથે દુબઈમાં હનીમૂન મનાવી રહી છે. બંનેએ 24 ઓક્ટોબરના રોજ દિલ્હીમાં લગ્ન કર્યા હતા. નેહા લગ્ન બાદ હવે હનીમૂનની તસવીરો પણ શૅર કરી રહી છે. નેહા દુબઈની જે તસવીરો શૅર કરે છે, તેમાં તે એટલાન્ટિસ ધ પામ હોટલ જરૂરથી ટૅગ કરે છે. આ હોટલમાં રોકાવવા માટે નેહા રોજના એક લાખ રૂપિયા ખર્ચી રહી છે.

રોહન પ્રીત તથા નેહાએ સોશિયલ મીડિયામાં એટલાન્ટિસની અનેક તસવીરો શૅર કરી છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ પ્રમાણે, ધ પામમાં બે લાકોને રહેવા માટેની સૌથી ઓછી રકમ 26, 834 રૂપિયા છે. આ એક દિવસના રૂમનું ભાડું છે. જ્યારે સૌથી વધુ કિંમત પ્રેસિડેન્શિયલ સૂઈટની છે, જે 3, 21, 414 છે. બાકીના રૂમ રોજના 60 હજારથી એક લાખ રૂપિયાની વચ્ચે હોય છે.

નેહા-રોહન આ સૂઈટમાં છેઃ માનવામાં આવે છે કે નેહા તથા રોહન રીગલ સૂઈટ ક્લબમાં રોકાયા છે. એટલાન્ટિસની ઓફિશિયલ વેબસાઈટ પ્રમાણે રીગલ સૂઈટમાં એક રાત રોકાવવાના પૈસા 72, 403 રૂપિયા છે. જો તમે બ્રેકફાસ્ટ કરો છો તો કિંમત વધીને 89,370 રૂપિયા અને ડિનર પણ કરો તો 1,10, 813 રૂપિયા જેટલી થઈ જાય છે.

હોટલે ખાસ વ્યવસ્થા કરી હતીઃ નેહાએ લક્ઝૂરિયસ હોટલે કરેલી ખાસ વ્યવસ્થાની તસવીરો શૅર કરી હતી, જેમાં બંને હોટલના પ્રાઈવેટ બીચ પર જોવા મળ્યા હતા. નેહા તથા રોહન હોટલમાં આવ્યા ત્યારે તેમના માનમાં તેમને ચોકલેટ્સ, કેક તથા અન્ય લક્ઝૂરિયસ ફેસિલિટી આપવામાં આવી હતી.

You cannot copy content of this page