Only Gujarat

Bollywood TOP STORIES

આ છે ચિરંજીવીની ભત્રીજી, ઉદેપુરની આ હોટલમાં ફર્યાં સાત ફેરા

ઉદયપુર: તેલુગુ એક્ટ્રેસ અને મેગાસ્ટાર ચિરંજીવીની ભત્રીજી નિહારિકા કોનિડેલાએ 9 ડિસેમ્બરે ઉદયપુરમાં જેવી ચૈતન્ય જોનાલડેડા સાથે લગ્ન કર્યા. સોશિયલ મીડિયા પર નિહારિકાનો બ્રાઈડલ લૂક સામે આવ્યો છે. જેમાં તે રેડ-ગોલ્ડન સાડીમાં ખૂબ જ ખૂબસૂરત લાગી રહી છે. નિહારિકાએ માંગ ટીકા, હેવી નેકલેસ, નથ અને મોટા-મોટા ઈયરરિંગ્સથી પોતાના લૂકને કમ્પલીટ કર્યો. નિહારિકાના લગ્નમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન પણ પત્ની સ્નેહા રેડ્ડી સાથે પહોંચ્યા હતા.

બહેન નિહારિકાના લગ્નમાં પત્ની સ્નેહા સાથે આવી રીતે નજર આવ્યા અલ્લુ અર્જુન.

આ દિવસ પહેલા નિહારિકા અને ચૈતન્યની હલ્દી સેરેમની થઈ, જેની તસવીરો સામે આવી છે. જેમાં કપલને હલ્દી લગાવવામાં આવી રહી છે. આ દરમિયાન કપલ પીળા કપડામાં નજર આવ્યું.

નિહારિકા અને ચૈતન્ય પર પાણીનો વરસાદ કરવામાં આવ્યો. આ દરમિયાન બંને વિધિનો આનંદ લેતા જોવા મળ્યા.

લગ્ન દરમિયાન વિધિ પુરી કરતી નિહારિકા કોનિડેલા. બીજી તરફ ભત્રીજીના લગ્નમાં કાંઈક આવી રીતે નજર આવ્યા પાવર સ્ટાર પવન કલ્યાણ.

નિહારિકા તમિલ એક્ટર નાગેન્દ્ર બાબૂના દિકરી છે. તો બિઝનેસમેન ચૈતન્ય ગુંટૂરના આઈજી પ્રભાકરના દિકરા છે. કપલે પોતાની વેડિંગ માટે લેક સિટી ઉદયપુરની પસંદગી કરી છે. તેમના લગ્ન ઉદય વિલાસ હોટેલમાં થયા.

લગ્ન દરમિયાન વિધિ પુરી કરતી નિહારિકા. બીજી તરફ પત્ની સાથે નિહારિકાના કાકા ચિરંજીવી.

લગ્ન દરમિયાન વિધિઓ પુરી કરતા નિહારિકા અને તેના દુલ્હા ચૈતન્ય. સોશિયલ મીડિયા પર કપલના લગ્નને નિશ્ચય વેડિંગ નામ આપવામાં આવ્યું.

કોવિડ-19 ના દરમિયાન ઉદયપુરમાં થનારા આ બીજા હાઈપ્રોફાઈલ લગ્ન છે. જે પહેલા કંગનાના ભાઈના લગ્ન અહીં થયા હતા. લેક સિટી ડેસ્ટિનેશન વેડિંગ માટે હવે બોલીવુડ બાદ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સિતારાઓની પણ પસંદ બની રહ્યું છે.

બહેનના લગ્નમાં અલ્લુ અર્જુનના નાના ભાઈ અલ્લુ શિરીષ.

બહેન નિહારિકાના લગ્નમાં પત્ની ઉપાસના સાથે પહોંચ્યા ચિરંજીવીના દિકરા રામચરણ તેજા.

આ પહેલા નિહારિકાની મહેંદી સેરેમનીના ફોટોસ પણ સામે આવ્યા હતા. જેમાં તે માંગ ટીકા, હેવી ઈયરરિંગ્સ અને નેકલેસ સાથે પિંક કલરના લહેંગામાં ખૂબ જ ખૂબસૂરત લાગી રહી છે. આ દરમિયાન તેની ખુશી દેખાઈ રહી હતી.

લગ્નમાંથી સામે આવેલી તસવીરમાં રામ ચરણ પોતાના થનારા બનેવી અને પરિવાર સાથે એક જ ફ્રેમમાં નજર આવી રહ્યા છે.

નિહારિકાના લગ્નમાં ચિરંજીવીના નાના ભાઈ પવન કલ્યાણ પણ પહોંચ્યા. એટલું જ નહીં મહેંદી સેરેમનીમાં ભાવિ જમાઈને તેઓ વધામણી દેતા પણ જોવા મળ્યા.

બહેનની પ્રી-વેડિંગ સેરેમનીમાં અલ્લૂ અર્જુન અને રામ ચરણે ખૂબ જ ડાન્સ કર્યો. લગ્નમાં સામેલ થવા માટે ચિરંજીવી, રામ ચરન અને અલ્લૂ અર્જુન ઉદયપુર પહોંચ્યા.

બહેનની સંગીત સેરેમનીમાં અલ્લૂ અર્જુને બ્લેક કલરનો કુર્તો પહેર્યો હતો, જેમાં તે પોઝ આપતા જોવા મળ્યા. તસવીરોમાં રામ ચરન અને અલ્લૂ અર્જુન થનારા દુલ્હા-દુલ્હન સાથે મસ્તી કરતા નજર આવ્યા.

તસવીરોમાં રામ ચરન અને અલ્લૂ અર્જુન થનારા દુલ્હા-દુલ્હન સાથે મસ્તી કરતા નજર આવ્યા.

સોમવારે એક પ્રાઈવેટ જેટથી તમામ પરિવારના લોકો ઉદયપુર પહોંચ્યા હતા, જેની તસવીર નિહારિકાએ સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

જણાવી દઈએ કે, નિહારિકા એક્ટર અને પ્રોડ્યૂસર નાગેન્દ્ર બાબૂની દિકરી છે, જે ચિરંજીવીના ભાઈ છે.

મેરેજ ફંક્શનની તસવીર

You cannot copy content of this page