‘પત્ની’ બેભાન થતાં જ કપિલ શર્માના ઉડ્યા હોશ

કરવાચોથ પર કપિલે શાર્માને તો જલસા પડી ગયા. કપિલ શર્મા છે જ એવો કે, તેના માટે એક નહીં પણ બે-બે મહિલાઓએ વ્રત રાખ્યું. કરવાચોથ પર કપિલની પત્નીની સાથે-સાથે તેની ગર્લફ્રેન્ડે પણ ઉપવાસ રાખ્યો. પૂજા સમયે કપિલ શર્મા આ બંને વચ્ચે બરાબરનો ફસાયો અને અંતે કોમેડિયનની પત્ની બેભાન થઈ ગઈ.

પત્ની કે ગર્લફ્રેન્ડ, કોને પસંદ કરશે કપિલ?
તમે ચોંકી જાઓ એ પહેલાં જણાવી દઈએ કે, અહીં અમે કપિલની રિયલ પત્નીની નહીં, તેની ઑનસ્ક્રીન પત્નીની વાત કરી રહ્યા છીએ. કરવા ચોથ પર કપિલના પત્ની ગિન્ની ચતરથ સાથેના સુંદર ફોટોઝ તો તમે જોયા જ હશે. બંનેની આ સુંદર જોડીને કોઈની નજર ન લાગે. તેની રિયલ લાઈફમાં બધુ એકદમ સરસ ચાલી રહ્યું છે. પરંતુ આપણા કપ્પૂ શર્મા બરાબરના ફસાયા છે. તે પોતાની પત્ની બિંદૂ અને ગર્લફ્રેન્ડ ગઝલ વચ્ચે કરવાચોથની આરતી દરમિયાન સ્ટ્રગલ કરતા જોવા મળ્યા. કોમેડી શો ધ કપિલ શર્માનો નવો પ્રોમો સામે આવ્યો છે, જેમાં કપ્પૂની હાલત જોઈને તમને બહુ હસવું આવશે.

કેમ બેભાન થઈ સુમોના?
આમાં તમે જોઈ શકો છો કે બિંદૂ (સુમોના ચક્રવર્તી) અને ગઝલ (સૃષ્ટિ રોડે) ચાંદ નીકળ્યા બાદ કપ્પૂ શાર્માની આરતી કરી રહી હતી. બંનેની વચ્ચે કપિલ ઊભો હતો અને ક્યારેક પત્નીનો ચંદ્ર બનતો તો ક્યારેક ગર્લફ્રેન્ડનો. આ દરમિયાન બિંદૂ કપિલને બોલાવે છે પરંતુ કલિપ ગજલ પાસે જતો રહે છે.. પછી અચાનક કઈંક એવું થાય છે કે, બધાં ચોંકી જાય છે.

બિંદૂ અચાનક બેભાન થઈ જાય છે અને તેની કરવાચોથની પૂજાની થાળી નીચે પડી જાય છે. પત્નીને આમ બેભાન જોઈ કપિલના હોશ ઊડી જાય છે. આગળ કહાનીમાં શું ટ્વિસ્ટ આવશે તે આગામી વીકેન્ડમાં જાણવા મળશે. બિંદૂ અને ગઝલ બંનેમાંથી કપ્પૂ કોને પસંદ કરશે, એ જાણવા માટે તમારે જરૂર છે બસ થોડી જ રાહ જોવાની.

કપિલ શર્મા શોનો આ પ્રોમો ખરેખર બહુ રસપ્રદ છે. કરવાચોથ સ્પેશિયલ એપિસોડમાં ટ્રેડિશનલ લુકમાં કપિલ હેન્ડસમ લાગી રહ્યો છે અને લાલ સાડીમાં તૈયાર થયેલ સુમોના પણ ખૂબજ સુંદર લાગી રહી છે. તો પિંક સૂડમાં સૃષ્ટિ રોડેનાં તો જેટલાં વખાણ કરીએ એટલાં ઓછાં ગણાશે. ફેન્સ આ એપિસોડને જોવા માટે બહુ એક્સાઈટેડ છે. તમે જ વિચારો, જ્યારે પ્રોમો જ આટલો રસપ્રદ છે તો શો કેટલો દમદાર હશે, સાચું જ કહ્યું ને?

About Rohit Patel

Rohit Patel is our Senior Most Content Writer in tech, entertainment and sports. He experience in digital Platforms from 5 years.

View all posts by Rohit Patel →