Only Gujarat

Bollywood FEATURED

‘સિંઘમ’ ગર્લ લગ્ન કરીને તરત જ રહેવા ગઈ નવા ઘરમાં, પતિ સાથે કર્યો હતો હવન

ન્યૂલીવેડ કપલ કાજલ અગ્રવાલ અને ગૌતમ કિચલૂએ લગ્ન બાદ તરત જ પોતાના પહેલા કરવા ચૌથ વ્રતની ઉજવણી કરી હતી. કરવા ચૌથ માટે તમામ તૈયારીઓ શેર કરવામાં આવેલી તસવીરોમાં સ્પષ્ટ જોવા મળતી હતી. તસવીરમાં કાજલના પતિ ગૌતમ કિચલૂ હાથમાં મહેંદી મુકાવતો જોવા મળ્યો હતો.

તસવીરમાં કાજલની બહેન નિશા અગ્રવાલ ગૌતમ અને હાથમાં મહેંદી મુકતી જોવા મળી હતી. જ્યારે કાજલ પણ ગૌતમની પાસે બેસી હતી જેની તસવીર કેમેરામાં કેદ થઈ હતી. આ તસવીરમાં કાજલ હસતી જોવા મળી હતી. કાજલે પોતાના પતિને પહેલા કરવા ચૌથનું વિશ પણ કર્યું હતું.

અભિનેત્રીએ મહેંદી લાગેલા હાથોની તસવીરની સાતે પોતાનો એક ફોટો શેર કર્યો હતો. તેમાં તે લાલ શૂટની સાથે મેચિંગ માસ્ક પહેરીને ગાડીમાં બેઠેલી જોવા મળી હતી. લગ્ન બાદ કાજલ સોશિયલ મીડિયા પર સતત પોતાના પ્રી-વેડિંગ તસવીર પોસ્ટ કરી રહી છે.

લગ્ન બાદ કાજલ અને ગૌતમ પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ ગયા છે. ગૌતમે ગૃહપ્રવેશ પૂજાની તસવીરો પણ શેર કરી હતી. તેણે લખ્યુ હતું કે, નવી શરૂઆતનું જશ્ન. ગયા અઠવાડિયા બધાનાં આશિર્વાદ માટે ધન્યવાદ, મારી ઈનક્રેડિબલ વાઈફ અને અમારું નવું ઘર.

તસવીર સિવાય તેણે લગ્ન બાદ પોતાની ફીલિંગ્સ પણ શેર કરી હતી. તેણે પોસ્ટમાં જણાવ્યું હતું કે, લગ્ન બાદ જીવનમાં કેવી રીતનો બદલાવ ઈચ્છે છે અને જે કોરોના મહામારીથી દૂનિયા પ્રભાવિત છે તેને લઈને તેની પ્રતિક્રિયા શું છે.

અભિનેત્રીએ પોસ્ટમાં લખ્યું હતું કે, મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે આપણે બધાંએ સાથે મળીને આ વાયરસને મ્હાત આપીએ. હવે સમય આવી ગયો છે કે આપણે આ વાયરસને જોરદાર જવાબ આપીએ. આજે અમે જે નિર્ણય લઈશું તે આગળનું અમારું ભવિષ્ય નક્કી કરશે. વાયરસને આવ્યાના 11 મહિના બાદ તો નિશ્ચિત થયું છે કે અમે તેનાથી બચવા માટે સુરક્ષા વ્યવસ્થા કરી લીધી છે. બસ ભયથી બહાર આવવાની જરૂર છે. હું જૂની બધી વાતોને ભૂલી નવેસરથી જીવનની શરૂઆત કરવા આગળ વધી રહી છું.

પહેલા લગ્નની ઈનસાઈડ તસવીરો જોવા મળી હતી ત્યાર બાદ પોતાના વેડિંગ આઉટફિટમાં કાજલની ખૂબસુરત તસવીરો સામે આવી હતી. લાલ જોડા હોય કે પછી યલો સાડી, દરેક આઉટફિટમાં કાજલનો ગ્લેમરસ લુક જોવા મળ્યો હતો.

બન્નેના લગ્ન 30 ઓક્ટોબરે થયા હતા જેમાં અભિનેત્રીના નજીકના સદસ્યો જ સામેલ હતાં. કાજલ અને ગૌતમે પંજાબી ને કાશ્મીરી રીતરિવાજ પ્રમાણે લગ્ન કર્યાં હતાં. તેમના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ હતી.

લગ્નની તસવીરો શેર કરીને કાજલે લગ્નના વિધિની જાણકારી પણ આપી હતી. આ સાથે એ પણ જણાવ્યું હતું કે, તેમના લગ્નમાં બહુ જ ઓછા લોકો સામેલ થયા હતાં. આ તમામ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ઓછા લોકોની હાજરીમાં જ લગ્ન પૂર્ણ થયા હતાં.

You cannot copy content of this page