Only Gujarat

Bollywood

ટીવી એક્ટ્રેસે પતિ સાથે મનાવી લગ્ન બાદની પહેલી હોળી, તસવીરોમાં ખાસ

મુંબઇઃ ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીએ હોળી પર ખૂબ મસ્તી કરી હતી. લગ્ન બાદ આ તેની પ્રથમ હોળી હતી. કામ્યા પંજાબીએ પતિ શલભ ડાંગ સાથે ભાંગ અને ઠંડાઇ પીધી હતી. ત્યારબાદ કામ્યાએ ડાન્સ પણ કર્યો હતો. કામ્યાએ સોશિયલ મીડિયા પર હોળી સેલિબ્રેશનની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે બ્લેક કલરના શોર્ટમાં જોવા મળી રહી હતી. આ દરમિયાન કામ્યાના ચહેરા પર ગુલાલ પણ લગાવ્યો જોઇ શકાતો હતો. શલભે બ્લેક ટી શર્ટ પહેરી છે. સાથે બ્લૂ કલરના ગોગલ્સ પણ પહેર્યા છે. નોંધનીય છે કે કામ્યા પંજાબી અને શલભ ડાંગે ગયા મહિને 10 ફેબ્રુઆરીના રોજ લગ્ન્ કર્યા હતા.

એક ફોટોમાં કામ્યા પંજાબી હાથમાં ગ્લાસ સાથે જોવા મળી રહી છે.

અન્ય એક ફોટોમાં કામ્યા પોતાની કોઇ ફ્રેન્ડ સાથે ઠંડાઇનો ગ્લાસ ચિયર કરતી જોવા મળી રહી છે. હોળી પર બંન્નેએ ખૂબ મસ્તી કરી હતી.

હોળી પર પતિ શલભ ડાંગ સાથે ઠંડાઇનો આનંદ માણતી કામ્યા પંજાબી

નોંધનીય છે કે કામ્યા પંજાબી અને શલભ ડાંગે ગયા મહિને 10 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા.

કામ્યા પંજાબી અગાઉથી જ ડિવોર્સી છે અને 10 વર્ષની દીકરી આરાની માતા છે. શલભ ડાંગના પણ આ બીજા લગ્ન છે.  કામ્યાના પ્રથમ લગ્ન બંટી નેગી સાથે થયા હતા.

લગ્નના 10 વર્ષ બાદ કામ્યા અને બંટી અલગ થઇ ગયા. કામ્યાએ 2009માં બેટી આરાને જન્મ આપ્યો હતો.એક ઇન્ટરવ્યૂમાં કામ્યાએ પોતાની લવસ્ટોરી અંગે જણાવ્યું હતુ કે, મારી શલભ  સાથે ફેબ્રુઆરી 2019માં વાત શરૂ થઇ હતી. મારા એક નજીકના મિત્રએ હેલ્થ ઇશ્યૂ હોવાના કારણે શલભને કંસલ્ટ કરવા કહ્યુ હતું. બાદમાં મારી શલભ સાથે સતત વાતો થતી રહી.

કામ્યાના પતિ શલભ ડાંગ પણ દિલ્હીનો રહેવાસી છે અને હેલ્થકેર ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલો છે. શલભ પણ ડિવોર્સી છે. અને તેને એક દીકરો પણ છે.

કામ્યાના મતે શલભે કેટલાક સમય બાદ મને પ્રપોઝ કર્યું હતુ. મે આ અંગે વિચારવા માટે સમય માંગ્યો હતો. હું લગ્ન તૂટ્યા બાદ કોઇ બંધનમાં બંધાવા તૈયાર નહોતી. વાસ્તવમાં મારા જીવનમાં એક સમય એવો પણ હતો જ્યારે હું લગ્નની વિરોધમાં હતી. શલભે મને ફરીથી લગ્નમાં વિશ્વાસ જગાવ્યો હતો.

Rohit Patel is our Senior Most Content Writer in Local News, National, Special Stories, Tech, Entertainment and Sports. He experience in digital Platforms from 18 years.
You cannot copy content of this page