ચંદીગઢઃ હરિયાણામાં એક દીકરીના કારણે સૌની છાતી ગર્વથી ફૂલી ગઈ. તેણે પોતાના જીવની પરવા ના કરીને પોતાના પિતાનો જીવ બચાવ્યો. એક દીકરીએ પોતાનું લીવર પિતાને આપીને તેમને નવી જિંદગી આપી. અમે જે સાહસી છોકરીની વાત કરી રહ્યા છે તેનું નામ નેહા રાની છે. મીડિયા સાથે વાત કરતા નેહાએ જણાવ્યું હતું કે પિતાના લિવરમાં ટ્યૂમર હતું. ડૉક્ટરોએ તેમના લીવરને બદલવાની સલાહ આપી હતી.
જે બાદ દીકરીએ સૌથી પહેલા પિતાને પોતાનું લીવર ડોનેટ કરવાનું કહ્યું. ત્યાં તપાસ કરાવ્યા બાદ તેમના લીવરનું પ્રત્યાર્પણ કરી દીધું. જોકે પીડિતના દીકરા અને પત્નીએ પણ લીવર દેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
દીકરીએ લોકોને ભણાવ્યા માનવતાના પાઠઃ નેહાના આ સાહસી કામ માટે સૌ કોઈ તેના વખાણ કરી રહ્યા છે. સૌ કોઈ કહી રહ્યા છે કે ભગવાન આવી દીકરી સૌ કોઈને આપે. નેહા ગ્રેટર કૈલાશમાં રહે છે અને તેણે સિરસાની શાહ સતનામ ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરે છે.
તેના આ પગલાંને જોતા સ્કૂલે તેણે સન્માનિત કરી. ત્યાં સ્કૂલના પ્રિન્સિપલ ડૉ. શીલા પૂનિયાંએ કહ્યું કે, આજે આ દિકરીએ આપણને સૌને માનવતાના પાઠ ભણાવ્યા છે.